શરીર માટે ખુબ જ ગુણકારી છે આ શાક, એકવાર તેના ફાયદા જાણી લેજો, તો રોજ ખાવા માટે શોધવા લાગશો

શરીર માટે આ છે ખુબ જ પૌષ્ટિક શાક, થોડાક દિવસ શરીરમાં ખાવાથી થાય છે આવા ચમત્કારિક ફાયદા..

આપણે શરીરમાં તાકાત વધારવા માટે આયુર્વેદિક અને સપ્લીમેન્ટ દવાઓનો સહારો લઈએ છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવું શાક છે. જેનું સેવન કરવાથી થોડા જ અઠવાડિયામાં શારીરિક તાકાત વધી જાય છે. કંટોળા એક એવું શાક છે. જેને બહુ ઓછા લોકો જાને છે. પરંતુ તેના ફાયદા જાણીને તમે હેરાન થઇ જશો.આ શાક ભારતના અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. ઘણી જગ્યા પર તેને કંકોડા, મીઠા કારેલા, કેકરોલ, કાકરોલ, ભાટ કારેલા, કરટોલી જેવા નામોથી ઓળખાય છે. આ શાક કારેલાની પ્રજાતિ છે. પરંતુ આ કારેલા જેટલા કડવા નથી હોતી.આ શાકના લાભ જોવા જઈએ તો આ શાકને ગુણોની ખાણ કહેવું ખોટું નથી. કંટોળા ભારતમાં ચોમાસામાં વધારે જોવા મળે છે. આ શાકના ફાયદા જોતા દુનિયાના લગભગ બધી જ જગ્યાએ ખેતી થવા લાગી છે. ભારતના પહાડી વિસ્તારમાં આ શાકની ખેતી વધારે થાય છે. આયુર્વેદમાં પણ કંટોળાના ફાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કંટોળામાં કારેલાથી પણ પોષ્ટીક તત્વ હોય છે. આવો જાણીએ તેના ફાયદા:
વજન ઓછું કરવામાં મદદ કરે છે: કંટોળામાં ફાયબરની માત્રા સૌથી વધુ હોય છે. જેથી જમ્યા બાદ ઘણા સમય સુધી પેટ ભરેલું હોય છે. તેથી તમે બીજી કોઈ વસ્તુ ખાવાથી બચી શકો છો. આ સિવાય કંટોળામાં કેલેરી પણ બહુજ ઓછી હોય છે. તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ એક ઔષધિ જેટલઈ અસર કરે છે.

કેન્સરથી બચાવે:
કંટોળામાં લ્યુટેન સહીત અન્ય કેન્સરરોંધી તત્વ હોય છે. જે આંખથી જોડાયેલા રોગ,હાર્ટની બીમારી અને કેન્સરની બિમારી સામે રક્ષણ આપે છે.તેથી અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ સુઘી આ શાક ખાવાથી ફાયદો થાય છે.

શરદી-તાવથી બચાવે:ઋતુ બદલવાથી ઘણી વાર તાવ-અને શરદીનો ભોગ બની જવાઈ છે. ત્યારે કંટોળા તમારા માટે ફાયદાકરક સાબિત થાય છે. કંટોળામાં એન્ટી એલર્જિક અને એનાલ્જેસિક ગુણ હોય છે. તેથી તાવ-શરદી અને ઉધરસમાં આરામ આપે છે.

પાચનતંત્ર મજબૂત કરે: કંટોળાના નિયમિત સેવનથી તમારુઁ પાચનતંત્ર તંદુરસ્ત રહે છે. જો તમનેકંટોળાનું શાક પસંદ ના આવે તો તમે તેનું અથાણું બનાવીને પણ સેવન કરી શકો છો. કંટોળા ખાવાથી કબજિયાત અને અપચા જેવી બીમારીથી છુટકારો મેળવી શકાય છે.

ડાયાબીટીઝમાં ફાયદાકારક: કંટોળાના શાકનું સેવન કરવાથી બ્લડસુગરનું કેવળ ઓછું થાય છે.તેથી કંટોળા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ કંટોળાનું જ્યુસ પણ પી શકે છે. આ શાકની ખાસિયત એ છે કે, તે કારેલા જેવું કડવું નથી હોતી. તેથી આસાનીથી ખાઈ શકાય છે.

આંખ અને ત્વચા માટે ફાયદાકારક : કંટોળામાં કેરોટેનોઇડ્સની ભરપૂર માત્રા હોય છે. તેથી આંખ માટે ફાયદાકારક હોય છે. તેના સિવાય એક શોધમાં પણ જાણવા મળ્યું છે કે, આ શાક શરીરને સારી રીતે ડીટોક્સ કરે છે. જેનાથી શરીર અને લોહીમાં રહેલી બધી ગંદકી નીકળી જાય છે. તેથી આ શાક ખાવવાથી ખીલ, મોઢા પર દાગ-ધબ્બા નીકળી જાય છે. અને રંગ પણ નિખરવા લાગે છે. જો તમે તમારી ત્વચાનો રંગ બદલવા માંગતા હોય અથવા ગ્લો મેળવવા માંગતા હોય તો તમે દરોજ કંટોળાના જ્યૂસનું સેવન કરી શકો છો.

બ્લડ પ્રેસર કન્ટ્રોલમાં કરે: કંટોળામાં મોમોરડીસન નામનું તત્વ હોય છે. મોમોરડીસન એક એન્ટીઓક્સીડેન્ટ છે.જે હાઈ બીપીને કન્ટ્રોલમાં કરે છે. આ એન્ટીઓક્સીડેન્ટ કારેલામાં પણ જોવા મળે છે. પરંતુ કારેલાનો સ્વાદ કડવો હોય છે. તેથી તે બધા ના પી શકે. જયારે કંટોળા કડવા નથી હોતા.

Team Akhand Ayurved

Not allowed