
બોલિવુડ અભિનેતા અજય દેવગન અને તબ્બુની ફિલ્મ ભોલા 30 માર્ચે રીલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મને લઇને ચાહકો ટ્વિટર પર રિએક્શન પણ આપતા જોવા મળી રહ્યા છે. ફિલ્મની રીલિઝને ટ્વિટર પર બે ભાગમાં વહેંચવામાં આવી છે, એક ગ્રુપ પ્રશંશા કરી રહ્યુ છે તો બીજુ તેની કમી જણાવી રહ્યુ છે. ફિલ્મની રિલીઝ પહેલા ગઇકાલના રોજ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ સ્ક્રિનિંગની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
અજય દેવગનની પત્ની કાજોલ, માતા અને પુત્ર યુગ પણ સ્ક્રીનિંગમાં જોવા મળ્યા હતા. બોલિવૂડ અભિનેત્રી કાજોલની ફેશન સેન્સ લોકોને પસંદ છે. જો કે ઘણી વખત લોકોને અભિનેત્રીનો પ્રયોગ પસંદ નથી આવતો, અને પછી લોકો તેને ટ્રોલ કરે છે. આ વખતે પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. કાજોલ હાલમાં જ પતિ અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’ જોવા પહોંચી હતી. આ દરમિયાન કાજોલ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. કાજોલે જે ડ્રેસ પહેર્યો હતો તે ઘણો ટાઈટ હતો અને તેને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.
જે તસવીરો અને વીડિયો સામે આવ્યા છે તેમાં તમે જોઈ શકો છો કે કાજોલ આ દરમિયાન લાઈટ ગ્રીન ડ્રેસમાં જોવા મળી હતી. અભિનેત્રીનો આ ડ્રેસ ક્લીવેજ માટે ખૂબ જ ચુસ્ત હતો. આવી સ્થિતિમાં, નેટીઝન્સ તેની ટીકા કરી રહ્યા છે અને તેને તેની ઉંમર અનુસાર કપડાં પહેરવાની સલાહ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘એસે કરેંગી પતિ કી ફિલ્મ કો હિટ’. તો બીજા યુઝરે લખ્યું, ‘તમે સાડીમાં ખૂબ જ સુંદર લાગો છે, આ ડ્રેસ તમારા માટે નથી.’
જો કે, કાજોલ ક્યારેય આવી કોમેન્ટ્સની પરવા કરતી નથી. ફિલ્મ વિશે વાત કરીએ તો, ફિલ્મ જોયા બાદ કાજોલે સોશિયલ મીડિયા પર પોતાનો રિવ્યુ શેર કર્યો હતો. અજયે ભોલામાં માત્ર અભિનય જ નથી કર્યો પરંતુ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું છે. ફિલ્મ જોયા પછી કાજોલે ફિલ્મના ટાઇટલનો ફોટો ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી લખ્યું, “મસ્ટ મસ્ટ વોચ, પૂરા પૈસા વસૂલ! અજય દેવગન..હું આખો સમય તાળીઓ પાડતી રહી..#Bhola.”
જણાવી દઇએ કે, ફિલ્મની સ્ક્રીનિંગમાં સૈફ અલી ખાનની માતા અને જાણીતી અભિનેત્રી શર્મિલા ટાગોર, અનિલ કપૂરના ભાઈ સંજય કપૂર, અજય દેવગનની માતા વીણા દેવગન પણ પહોંચી હતી. લોકોને વીણા દેવગનનો સિમ્પલ લુક પસંદ આવ્યો હતો. ફિલ્મના સ્ક્રિનિંગમાં તબ્બુ ખૂબસૂરત લાગી રહી હતી. ભોલાની સ્ક્રીનિંગમાં અજય દેવગનનો પુત્ર ટશનમાં જોવા મળ્યો હતો.
View this post on Instagram