ઘણીવાર આપણે ઇન્ટરવ્યૂમાં જતા હોઈએ છીએ ત્યારે આપણને એવા એવા સવાલ પૂછવામાં આવે કે તેના જવાબ પણ આપણને ખબર હોવા છતાં નથી આપી શકતા કારણ કે આવી વસ્તુઓ આપણા રોજ બરોજના જીવનમાં આવતી હોય છે, તો ચાલો આજે અમે તમને એવા 10 સવાલ જણાવીશું જે તમે જાણતા હોવા છતાં પણ અજાણ હશો.
પ્રશ્ન: એવું કયું ઝાડ છે જેના પર આપણે ચડી શકતા નથી ?
જવાબ: કેળાનું ઝાડ !
હું એક જાદુઇ ડંડો, ના કઈ ખાવ કે પીવું, મારુ નાક દબાવો તો કરું ચારેબાજુ પ્રકાશ
જવાબ: ટોર્ચ ( બત્તી )
પ્રશ્ન: એવી કઈ વસ્તુ છે જે નથી બની ચામડાની કે નથી માંસથી કે નથી હાડકાની તો પણ તેમાં જીવ છે?
જવાબ: પાંજરું
પ્રશ્ન: એવું કોણ છે જેને પાંખ નથી તોય ઊડે છે અને હાથ નથી તો પણ લડે છે ?
જવાબ: પતંગ
પ્રશ્ન: એવું તો શું છે જે આપણે પાણીની અંદર મારીએ છીએ, જવાબ : ડૂબકી 8.એવી કઈ વસ્તુ છે જે ગમે તેટલી ચાલે પણ થાકતી નથી ?
જવાબ: જીભ
પ્રશ્ન: પવિત્ર પ્રેમનું પ્રતિક છું,પારકાને બનાવું પોતાના, ઊંધું કરો તો શાકભાજી બનુ, બોલો હું કોણ ?
જવાબ: રાખડી
પ્રશ્ન: એવી કઈ વસ્તુ છે જે કોઈ પણ ગમે એટલું ખાઈ પણ ક્યારેય તેનું પેટ ન ભરાય ?
જવાબ: કસમ (સમ/સોગંધ)
પ્રશ્ન: એવું તો શું છે જે આપણે પાણીની અંદર મારીએ છીએ ?
જવાબ: ડૂબકી
પ્રશ્ન: જ્યારે પણ તે ન્હાય છે ત્યારે તે નાનો થતો જાય છે ? જવાબ: સાબુ
પ્રશ્ન: છાપરે છાપરે મગ વેરાય, ગોળ જોઈને છોટી જાય ?આ સવાલનો જવાબ તમારે હવે કોમેન્ટ કરીને જણાવવાનો છે, તો ચાલો કરો બુદ્ધિનો ઉપયોગ અને આપી દો આ ઉખાણાંનો સાચો જવાબ.