“ચાંદ વાલા મુખડા” ફેમ જીગર ઠાકોરના પિતાનું નિધન, થોડા સમય પહેલા જ પોતાના માટે ખરીદી હતી લક્ઝુરિયસ કાર

ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાંથી પણ હાલ એક દુઃખદ ખબર સામે આવી છે, જેને જાણીને ચાહકોને પણ આઘાત લાગ્યો છે. મૂળ બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામ મડાણાનો વતની અને 8 વર્ષની ઉંમરે પોતાની ગાયિકી શરૂ કરનારા જીગર ઠાકોરના પિતાનું અકાળે અવસાન થતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

જીગરના પિતાનું 5 ડીસેમબરના રોજ અવસાન થઈ હતું. જીગરના પિતાનું નામ સોરાબજી ઠાકોર છે. સોરાબજીને પણ ગાયક બનવું હતું, પરંતુ પારિવારિક સમસ્યાઓના કારણે તે ગાયક બની ના શક્યા, પરંતુ તેમની આ સપનું તેમને દીકરા દ્વારા પૂર્ણ કર્યું. જીગર પણ તેના પિતાની ખુબ જ નજીક હતો અને પિતાના નિધનના કારણે તેની માથે પણ દુઃખોનો પહાડ તૂટી ગયો છે.

જીગર ઠાકોર ખુબ જ નાની ઉંમરમાં ખુબ જ મોટું નામ બનાવી લીધું હતું. ગાયક દેવ પગલી સાથે ગયેલા તેના બે ગીતો તો ખુબ જ લોકપ્રિય બની ગયા છે જેમાં “માટલા પર માટલું” આખા ગુજરાતમાં લોકપ્રિય બન્યું અને તેના બાદ “ચાંદ જેસા મુખડા” ગીતે તો દેશભરમાં એક રેકોર્ડ બનાવી દીધો હતો અને આ ગીતો દ્વારા જીગર ઠાકોરને એક નવી ઓળખ પણ મળી હતી.

જીગર ઠાકોરના પરિવારમાં એક ભાઈ અને બહેન છે. જિગરે થોડા સમય પહેલા જ નાની ઉંમરમાં પોતાની મહેનતથી એક શાનદાર કાર પણ ખરીદી હતી. માટલા પર માટલું અને ચાંદ જેસા મુખડા ગીતે જીગરને ખુબ જ મોટી લોકપ્રિયતા અપાવી હતી. જિગરની આ સફળતાથી તેના પિતા પણ ખુબ જ ખુશ હતા, પરંતુ જીગરની આગળની સફર જોવા માટે આજે તે હયાત નથી.

Not allowed