રોશન ભાભીએ માસ્તર ભીડેને ફટકાર લગાવી, પોલ પટ્ટી ખોલી, વાંચો જલ્દી

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ દિવસોમાં ઘણો ચર્ચામાં છે. કારણ શોની કહાની નહિ પણ શોમાં રોશન સોઢીનું પાત્રિ નિભાવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલ છે. કારણ કે અભિનેત્રીએ શોના નિર્માતા અસિત મોદી અને બાકીના પ્રોડક્શન સભ્યો સોહેલ રામાણી અને જતીન બજાજ પર લગાવેલા આરોપો છે. જેનિફરે છેલ્લા 15 વર્ષથી શોમાં રોશન સિંહ સોઢી બનીને લોકોનું મનોરંજન કર્યું હતું, પરંતુ મેકર્સના ગેરવર્તનને કારણે તેણે હવે શો છોડી દીધો છે.

ત્યારે શો છોડ્યા બાદ જેનિફરે જે આરોપ લગાવ્યા તેના પર આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવતા અભિનેતા મંદાર ચંદવાદકરનું નિવેદન સામે આવ્યુ હતુ. અસિત મોદીનો પક્ષ લેવા બદલ જેનિફરે મંદારને ફટકાર લગાવી. મંદારે જેનિફર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સાચા નહોતા ગણાવ્યા. ત્યારે હવે જેનિફરે મંદાર સાથે જોડાયેલી કેટલીક વાતોનો ખુલાસો કર્યો છે. જેનિફરે જણાવ્યું કે જ્યારે તેણે સોહેલ રામાણીને ડ્રાફ્ટ ફરિયાદ મોકલી ત્યારે મંદાર તેને ફોન કરનાર પ્રથમ વ્યક્તિ હતો.

જેનફિરે કહ્યું કે મને ખબર છે કે પ્રોડક્શન ટીમમાંથી કોઈ પણ તેની તરફેણમાં બોલશે નહીં, પરંતુ તે જેને તેનો શ્રેષ્ઠ મિત્ર માનતી હતી (મંદાર ચાંદવાડકર) તેણે તેને નિરાશ કરી અને તેના વિરૂદ્ધ બોલ્યો. અભિનેત્રીએ કહ્યું, “હું દર વર્ષે તેના જન્મદિવસ પર પોસ્ટ શેર કરતી હતી. તે મારો ગાઢ મિત્ર હતો, પણ મને એ જાણીને નવાઈ લાગે છે કે તે કહે છે કે મેં આ બધું કેમ કર્યું જ્યારે તે આખી હકિકત જાણે છે. મંદારે પણ સેટ પરના હિંસક વાતાવરણને નાપસંદ કર્યું.

સૌ પ્રથમ, તે પોતે એક આદમી છે, તેથી તે આવી કોઈપણ વસ્તુને નકારશે. જ્યારે, તે સારી રીતે જાણે છે કે હું સાચું કહું છું. સોનાલિકા, અંબિકા રંજનકર અને મંદાર, અમે બધા સારું બોન્ડિંગ શેર કરીએ છીએ. મંદાર દરેક વાત જાણે છે.’ જેનિફર અહીં જ ન અટકી. તેણે વધુમાં જણાવ્યું હતું કે, “જ્યારે સોહેલને તેણે 4 એપ્રિલે ફરિયાદ મોકલી ત્યારે મંદારને તેની જાણ થતાં તેણે ફોન પણ કર્યો હતો. મંદારે છ વાર ફોન કર્યો અને કેટલાય મેસેજ પણ કર્યા.

જ્યારે આ વિશે વાત કરવામાં આવી તો તેણે કહ્યું કે તેને સોહેલ પાસેથી ખબર પડી કે તેણે મેકર્સ સામે જાતીય સતામણીનો કેસ દાખલ કરવાની યોજના બનાવી છે. તેણે કહ્યુ કે તું આવું કેમ કરી રહી છે? મંદાર આ કહેતાની સાથે જ તે તેના પર ગુસ્સે થઈ ગઇ, અને તેને તેના કેસથી દૂર રહેવાની સલાહ આપી. મેં તેને કહ્યું કે જો તમે મારા માટે ઊભા થઈને સાચું બોલી શકતા નથી, તો દૂર રહો. જો તમે સાથ ન આપી શકો તો ખોટું પણ ન બોલો.

હું એકલી લડવા અને તેને વળગી રહેવા તૈયાર છું. જેનિફરે કહ્યું, ‘મેં તેને સ્પષ્ટ કહ્યું હતું કે હું જે પણ કરું છું તે રોકશો નહીં. તેણે મને શો વિશે વિચારવાનું કહ્યું. ત્યારે મેં તેને કહ્યું કે હું અહીં માત્ર શોને કારણે જ આવી છું અને તેના માટે હું આભારી છું. પણ આ આદર એક તરફ અને તથ્યો બીજી તરફ. મને મંદારનું નામ લેવામાં રસ નહોતો. પરંતુ તે મારી વિરુદ્ધ બોલ્યો અને તેથી જ હું તેનું નામ લઈ રહી છું.મંદાર દર 5 દિવસે મને ફોન કરીને પૂછતો કે શું થયું છે.

તો પછી છેલ્લા મહિનામાં શા માટે તમે ફોન કરતા હતા ? તમને બધા ડેવલેપમેન્ટ્સ ખબર હતી તો તમે તેનાથી મુકરી ન શકો. જેનિફરે આગળ કહ્યું, ‘મેં વાતચીત દરમિયાન તેને પૂછ્યું કે શું તેને ખબર છે કે સિંગાપોરમાં મારી સાથે શું થયું? તેણે ફોન પર આખી વાત સાંભળી અને સંમતિ આપી. તો પછી તેણે મારી વાત કેમ સાંભળી ? તો પછી એ કેમ ન કહ્યું કે જેનિફર તું ખોટું બોલી રહી છે ? મારા વધુ બે સાથીદારો આ વિશે જાણતા હતા, પરંતુ હું તેમના નામ નહીં આપીશ.

ayurved

Not allowed