અંક જ્યોતિષ અનુસાર અંકોનો આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. અંકોના હિસાબથી વ્યક્તિનો સ્વભાવ તેમજ હાવભાવમાં પરિવર્તન થતું હોય છે. મૂલાંક જન્મ અનુસાર એકથી નવ સુધી માનવામાં આવે છે. આજે આપણે મૂલાંક 1 વિશે જોઈશું. તમે ગમે તે મહિનામાં જન્મેલા હોય પરંતુ જો તમારી જન્મ તારીખ 1, 10, 19 કે 28 હોય તો તમારો મૂલાંક 1 ગણાશે.
મૂલાંક કેવી રીતે ગણશો? ધારો કે તમારી જન્મતારીખ 1 હોય તો તમારો મૂલાંક 1 છે. ભલે તમે ગમે તે મહિનામાં જન્મેલા હોય. પરંતુ જો તમારો મૂળાંક 9 થી વધારે હોય એટલે કે 15 હોય તો તેનો સરવાળો કરતાં (1+5)=6 થાય છે. એટલે કે તમારો મૂળાંક 6 છે. જે લોકોનો મૂળાંક 1 હોય તો તે લોકોનો –
- લકી નંબર=1, 2, 3, 9
- લકી દિવસ= રવિવાર, સોમવાર
- લકી કલર= પીળો, ગોલ્ડન, નારંગી.
સ્વભાવ:- અંકશાસ્ત્ર અનુસાર જે લોકોનો મૂળાંક 1 હોય તે લોકોનો સ્વામી ગ્રહ સૂર્ય છે. સૂર્યને જીવન શક્તિનો પ્રતીક માનવામાં આવે છે. સૂર્યના પ્રભાવને કારણે આ લોકો આકર્ષક અને બુદ્ધિમાન હોય છે પછી થોડા ગુસ્સાવાળા હોય છે. એક મૂલાંકવાળા લોકો સ્વભાવથી મહેનતી અને દ્રઢ નિશ્ચય વાળા હોય છે. જો કોઈ કામ હાથમાં લઈ લે તો તેને કરીને જ બેસે છે. આ લોકોને બીજા સાથે કામ કરવું ઓછુ પસંદ છે. તે લોકોની સૌથી મોટી ખૂબી એ છે કે કઠિન સમયમાં પણ હાર નથી માનતા. વ્યવહારમાં ઉદારતા અને સ્વભાવમાં દયાળુ ભાવ છુપાયેલો હોય છે. તેમના મનોબળ આત્મવિશ્વાસથી ભરેલો હોય છે. તે લોકો સારૂ-ખરાબ સારી રીતે સમજે છે. તે પોતાના દરેક કાર્ય પૂર્વ નિષ્ઠા અને ઈમાનદારીની સાથે કરે છે.
તે લોકો સાચો નિર્ણય લેવાની શક્તિ ધરાવે છે. તેમજ જે લોકોના મૂળાંક 1, 6, 7 હોય તેવા લોકો સાથે સારું બને છે. બહારથી આ લોકો ભલે કઠોર હોય પરંતુ અંદરથી કોમળ હોય છે. બીજાને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે. મિત્રો સાથે પાર્ટી કરવી અને ફરવું ખૂબ જ પસંદ હોય છે. કરિયર:- જે લોકોનો મૂળાંક 1 હોય છે તે ક્યારેય પણ જૂની વાતોને જલદી નથી ભૂલતા. અને એકબીજા પર ક્યારે પણ નિર્ભર રહેતા નથી. દરેક કાર્ય સાહસની સાથે કરે છે. તે લોકો ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે. મૂળાંક 1 વાળા લોકો ટેકનિકલ, ટીચર, સેના, પોલીસ, સિંગર, ડાન્સિંગ જેવાં ક્ષેત્રોમાં સફળ થાય છે.
પ્રેમ અને વિવાહ:- પ્રેમ અને વિવાહની વાત કરીએ તો મૂળાંક 1 વાળા લોકો ખૂબ જ ઈમાનદાર હોય છે. તે ક્યારે પણ કોઈને દગો આપતા નથી. તે લોકોને એડવેન્ચર કરવું ખૂબ જ પસંદ હોય છે અને પોતાના પાર્ટનર સાથે નવી નવી જગ્યાએ ફરવું ખૂબ જ પસંદ હોય છે. પોતાની લવ લાઈફ વિશે અન્ય સાથે શેર કરવો પસંદ નથી. તેમને પોતાના પાર્ટનર પર ખૂબ જ વિશ્વાસ હોય છે. જેના કારણે તે એકવાર કોઈ સંબંધમાં જોડાઈ જાય તો ક્યારેય પણ છૂટતા નથી. તેમનું વૈવાહિક જીવન ખૂબ જ સુંદર જાય છે. તેમજ પોતાના પાર્ટનરની ભાવનાઓને ખૂબ જ કદર કરતા હોય છે.
આર્થિક સ્થિતિ:- મૂળાંક એકવાર લોકોની આર્થિક સ્થિતિની વાત કરીએ તો તે લોકો સાથે પર્યાપ્ત પૈસા રહેતા હોય છે. તેમનો જીવન એશ્વર્ય સારી હોય છે તેમજ તે લોકો ખુબ જ શોખીન હોય છે. સૂર્ય ગ્રહના પ્રભાવને કારણે સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે. લક્ઝરી લાઇફ મેળવવા માટે ખૂબ જ મહેનત પણ કરે છે.
પારિવારિક જીવન:- પારિવારિક જીવનની વાત કરીએ તો તેમનું પારિવારિક જીવન સુખમય રહેશે. આ લોકો પોતાના મનની સાંભળે છે. આ લોકો કોલે કામમાં બીઝી હોય પરંતુ પોતાના ફેમિલી માટે પ્રેમ માટે અને દોસ્તો માટે સમય જરૂર પડે છે. પરિવારને ખુશ રાખવા માટે બનતી કોશિશ કરે છે.