જીરાનું પાણીના અધધધધ આ છે ફાયદાઓ, માહિતી જાણીને આંખો ખુલ્લી જ રહી જશે!!

ભારતના દરેક ઘરનાં રસોડામાં તમને જીરું તો જોવા મળશે જ. જીરું ભારતીય મસાલાઓમાં સૌથી મહત્વપૂર્ણ ઘટકો છે. તેના વગર કોઈપણ શાકભાજીના વઘારણી મજા માણી શકાતી નથી. જીરુંના વઘારવાળી વાળી દાળ અને શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અત્યાર સુધી, તમે જીરુંના ભોજનનો સ્વાદ વધારવા માટે જ કર્યો છે. પરંતુ શું તમે જાણો છો કે આ જીરુંમાં એવા ઘણા ગુણો છે જે તમને ઘણા રોગોથી બચાવશે.

ઉપરાંત જીરાનું પાણી ઉનાળામાં પીવું ખૂબ જ લાભકારી હોય છે. જીરામાં હાજર પોષક તત્વો શરીરની ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરે છે. આજકાલ લોકો એટલા વ્યસ્ત થઇ ગયા છે કે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું રહી જાય છે. ત્યારે ગરમીમાં આ લોકો ઘણી બીમારીઓના શિકાર બને છે. જયારે ગરમીમાં તમે પૂરતું પાણી નથી પીતો ત્યારે શરીરમાં પાણીની માત્રા ઘટી જાય છે. ત્યારે સવાર સવારમાં જીરાનું પાણી પીવાથી ઘણી બીમારીઓ મટે છે. ખાલી પેટે જો જીરાનું પાણી પીવામાં આવે તો શરીરને આખો દિવસ ઉર્જા મળતી રહે છે. અને થાક લાગતો નથી.

જીરું ખાવામાં ઉત્તમ તેમજ સ્વાદ અને સુગંધ આપનાર મસાલામાનું એક છે. આ માત્ર એક મસાલો નથી, પણ તેના અન્ય ઘણા આરોગ્ય લાભો પણ છે.વજન ઘટાડવા માટે પણ જીરૂ ખૂબ ઉપયોગી છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જીરા પાઉડરના સેવનથી શરીરમાં ચરબીનું શોષણ થાય છે જેનાથી કુદરતી રીતે જ વજન ઓછું થાય છે. , વજન ઓછું થવાની સાથે સાથે તે ઘણાં અન્ય રોગોથી પણ બચી શકો છો. જેમ કે કોલેસ્ટ્રોલ ઘટે છે, હાર્ટ એટેકથી બચી શકાય છે, યાદશક્તિ શક્તિ પણ વધે છે, લોહીના પ્રમાણને લેવલમાં રાખે છે ને પાચન તંત્ર પણ ઠીક કરે છે.

આજે આપણે જીરું પાણી પીવાથી થતાં લાભો જોઈશું, પરંતુ એના પહેલાં જીરાનું પાણી કેમ અને કેવી રીતે તૈયાર કરવું એ જોઈશું.

જીરાનું પાણી બનાવવાની રીત:

રાત્રે એક ગ્લાસમાં ચોખ્ખા પાણીમાં બે ચમચી જીરાને પલાળી દો. સવારે ગેસ પર આ પાણી ઉકળવા દો. જ્યારે આ પાણી ઠંડું પડે, ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો.

જીરું પાણી પીવાથી થતાં લાભ :

વજન ઘટાડવા માટે: દરરોજ સવારે ખાલી પેટ જીરા પાણી પીવાથી ચરબી ઘટવા લાગે છે. એટ્લે જીરું વજન ઘટાડવામાં મદદ કરે છે.

રક્ત પ્રવાહ: સવારે જીરું પાણી પીવાથી શરીરમાં રક્ત પ્રવાહ (રક્ત પરિભ્રમણ) વધારે સારું થાય છે.

કબજિયાત અને એ.સી.ડી.ટી: જે લોકોનું પેટ હંમેશા ખરાબ રહેતું હોય છે અથવા જે ને કબજિયાત કે એસિડિટીની ફરિયાદ રહેતી હોય છે. તેમના માટે જીરું પાણી પીવું ફાયદાકારક છે.

હૃદય રોગ માટેઃ હૃદયનાં રોગનાં દર્દીઓ માટે, જીરું વરદાન રૂપ છે. તેના દૈનિક વપરાશમાં હૃદય સંબંધિત રોગનું જોખમ ઘટે છે ઉપરાંત શરીરના કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે.

બ્લડ પ્રેશર: જો તમે હાઈ બ્લડ પ્રેશરનો દર્દી હોવ તો, આજથી જીરું પાણી પીવાનું શરૂ કરી દો. શરીરમાં દરરોજ લેવાથી, પરિસ્થિતિમાં નિયંત્રિત રહે છે.

સ્નાયુનો દુખાવો: જેમને સ્નાયુઓનો હંમેશા દુખાવો રહેતો હોય, તેમણે સવારે દરરોજ જીરું પાણી પીવું જોઈએ.

ડાયાબિટીસ: જીરું પાણી શરીરની શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

તાવ: પીણું જીરું પાણી શરીરના તાપમાનને ઓછું કરે છે. કેમકે જીરું ઠંડક માટે જાણીતું છે.

ત્વચા માટે: દરરોજ જીરું પાણી પીવાથી, ત્વચા તંદુરસ્ત બને છે. અને સ્કીનમાં નિખાર આવે છે.

લોહીની કમી: જે લોકોને શરીરમાં લોહીની ઉણપ છે. જો એ લોકો રોજ જીરૂ પાણી પીવે તો લોહીમાં વૃદ્ધિ થાય છે.

Team Akhand Ayurved

Not allowed