
ફિલ્મ ધડકથી બોલિવુડમાં ડેબ્યુ કરનારી જાહ્નવી કપૂરે આજે ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. આ ફિલ્મમાં તેના અભિનયને દર્શકોએ ઘણો પસંદ કર્યો હતો. એક્ટિંગ સાથે સાથે જાહ્નવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાની તસવીરો શેર કરી ચાહકોની ધડકન વધારતી રહે છે. આ વચ્ચે હાલમાં તેનું લેટેસ્ટ ફોટોશૂટ ચર્ચામાં બનેલુ છે. આમાં તેનો કિલર લુક જોઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે. જાહ્નવી કપૂરે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.
ભલે તે આ તસવીરોમાં એથનિક લુકમાં જોવા મળી રહી છે, પરંતુ તેમ છતાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે જાહ્નવીએ બોટલ ગ્રીન કલરની ડિઝાઈનર લહેંગા ચોલી પહેરી છે. આ લહેગામાં જાહ્નવીનો ડીપનેક બ્લાઉઝ ચાહકોનું વધુ ધ્યાન ખેંચી રહ્યો છે. તેના આ બ્લાઉઝની ડિઝાઈન એકદમ બોલ્ડ છે. જેમાં જાહ્નવીના ગલિયું પણ સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. આ તસવીરો પર ફેન્સની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે.
તેના પર કમેન્ટ કરીને યુઝર્સ તેના વખાણ કરી રહ્યા છે. બધા તેને હોટ, બ્યુટીફુલ અને ગ્લેમરસ કહી રહ્યા છે.જાહ્નવી કપૂરનો આ લુક ફેમસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની દીવાળી પાર્ટીનો છે. દિવાળીના તહેવારમાં પોતાની તસવીરોથી ચાહકોને દિવાના બનાવતી જોવા મળે છે. જાહ્નવીની દરેક સ્ટાઈલ તેને લાઈકેબલ બનાવી રહી છે. જાહ્નવી કપૂર ગ્રીન લહેંગામાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. અભિનેત્રીએ પોતાની ઘણી તસવીરો અલગ અલગ રીતે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
જાહ્નવીનો લહેંગો અને તેની સાથે મેળ ખાતો ખૂબ જ સ્ટાઇલિશ બ્લાઉઝ તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે. આ સાથે તેણ કેપ્શનમાં લખ્યુ- ‘મને લાગે છે કે મને દિવાળી પર મારો નવો મનપસંદ રંગ મળ્યો છે’. જાહ્નવી કપૂરની આ સુંદર તસવીરો પર બહેન ખુશી અને ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પણ પ્રેમ વ્યક્ત કર્યો છે. મનીષ મલ્હોત્રાએ આ લહેંગો જાહ્નવી કપૂર માટે દિવાળી પર સુંદર રીતે તૈયાર કર્યો હતો.
View this post on Instagram
જાહ્નવી કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ ‘ગુડ લક જેરી’ 29મી જુલાઈએ રિલીઝ થઈ છે. ગુડ લક જેરીને જાહ્નવીની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ફિલ્મ કહેવામાં આવી રહી છે કારણ કે અભિનેત્રીની એક્ટિંગ જોરદાર છે. આગામી સમયમાં જાહ્નવી કપૂર ફિલ્મ મિલીમાં જોવા મળશે. જે 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તે આ દિવસોમાં તેની નવી ફિલ્મને લઈને ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મ સિવાય જ્હાન્વીના ખાતામાં એક ફિલ્મ ‘બાવલા’ પણ છે.
View this post on Instagram
આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન લીડ રોલમાં છે. આ સાથે જ જાહ્નવી ‘જન ગણ મન’માં પણ કામ કરી રહી છે. આમાં જાહ્નવી સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડા અને પૂજા હેગડે સાથે જોવા મળશે. આ બધાની સાથે તેની પાસે કરણ જોહરની ફિલ્મ ‘દોસ્તાના 2’ પણ છે.