સ્ટાઇલિશ લુકમાં પહોંચ્યા આ ફેમસ સ્ટાર્સ, જાહ્નવીની કાતિલાના ફિગર અને દીપિકા પાદુકોણના હોટ અવતારે લૂંટી મહેફિલ

ક્યારેક બોબી દેઓલે ડાંસ કરતા કહ્યુ હતુ કે ‘દુનિયા હસીનો કા મેલા’ અને આ વાત ફિલ્મી ઇવેન્ટ્સમાં દર વખતે સાબિત થાય છે. જ્યારે એકથી એક હસીના તેમનો જાદુ ચલાવે છે. બુધવારે સાંજે પણ એક ઇવેન્ટમાં ટીવી અને બોલિવુડની હસીનાઓએ રેડ કાર્પેટ પર હુસ્નનો જલવો વિખેર્યો. ગત રાત્રે મુંબઇમાં એલી ઇન્ડિયા બ્યુટી એવોર્ડ્સ 2022નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. આ એવોર્ડ્સની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

જ્યાં એકબાજુ જાહ્નવી કપૂર કોઇ જલપરીથી ઓછી નહોતી લાગી રહી, ત્યાં દીપિકા પાદુકોણ સ્કર્ટ અને ટોપમાં જલવો વિખેરતી જોવા મળી હતી.જાહ્નવી કપૂરે બ્લૂ ચમકદાર ગાઉનમાં એવું ફિગર બતાવ્યુ કે જોનારાના તો હોંશ જ ઉડી ગયા હતા. જાહ્નવીની અદાઓ પર અને સ્માઇલ પર તો લોકો મરી મિટ્યા હતા. રકુલ પ્રીત સિંહ દિવસેને દિવસે બોલ્ડ થતી જઇ રહી છે. પરંતુ આ વખતે તો તે કયામત બની તૂટી પડી.

બ્લેક ઓફ-શોલ્ડર થાઈ સ્લિટ ડ્રેસમાં રકુલની આ સ્ટાઈલ જોઈને બધાની આંખો તેના પર જ અટકી ગઇ હતી. સંજના સાંઘી પણ આ ઇવેન્ટમાં પહોંચી હતી અને તેણે બ્રાલેટ સાથે થાઈ સ્લિટ સ્કર્ટ પહેર્યો હતો. સંજના આ ઓલ-ઈન-બ્લેક ડ્રેસમાં માત્ર અદ્ભુત જ દેખાતી નહોતી, પણ ચાહકો તેની સુંદરતાના પ્રેમમાં પડી ગયા હતા. હિના ખાન એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે અને ખૂબ જ સ્ટાઇલિશ પણ છે.

આ વખતે તે ઇવેન્ટમાં બ્લુ ગાઉનમાં પહોંચી હતી અને તે તેના ગાઉનને ક્યારેક હવામાં લહેરાવી તો ક્યારેક સ્માઇલ સાથે પોઝ આપી રહી હતી. આ સિવાય કાર્તિક આર્યન અને કરણ કુન્દ્રા જેવા ઈન્ડસ્ટ્રીના હેન્ડસમ હંક્સે પણ પોતાના લુકથી ઘણા લોકોના દિલ જીતી લીધા હતા. દીપિકા પાદુકોણ આ એવોર્ડ શોમાં સફેદ સ્કર્ટ અને ટોપમાં પહોંચી હતી, જેમાં તેનો લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો.

અભિનેત્રીની આ તસવીરોના ચાહકો પણ વખાણ કરી રહ્યા છે. એવોર્ડ શોમાં ગ્રીન સૂટ પહેરીને પહોંચેલા કાર્તિક આર્યન પોતાના ડેશિંગ લુકથી ઘણી હેડલાઈન્સ બનાવી હતી. એક્ટ્રેસના લૂકથી લઈને તેના સ્વેગ સુધી ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. એલી બ્યુટી એવોર્ડ્સમાં કૃતિ સેનનની સ્ટાઈલ ચર્ચામાં રહી હતી. અભિનેત્રી રોય બ્લુ કટઆઉટ ડ્રેસમાં એવોર્ડ શોમાં પહોંચી હતી,

જેમાં તેનો લુક વખાણવા લાયક હતો. ટીવીથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર કરણ કુન્દ્રાએ સફેદ સૂટ પહેરીને શોમાં એન્ટ્રી કરી હતી. તેના લુકને જોઈને ફેન્સ તેને ‘હોટ’ અને ‘સેખ્સી કુન્દ્રા’ પણ કહેતા હતા. નાગિન 6 અભિનેત્રી અને બિગબોસ વિનર તેજસ્વી પ્રકાશ આ દિવસોમાં તેના લુક્સને લઈને ચર્ચામાં છે. એવોર્ડ શોમાં અભિનેત્રી ચમકદાર આઉટફિટમાં પહોંચી હતી.

તેની ગ્લેમરસ સ્ટાઇલ અને સ્વેગ જોવા જેવું હતું. એલી અવરામ એલે બ્યુટી એવોર્ડ શોમાં ઓફ શોલ્ડર લેસ સફેદ ડ્રેસમાં પહોંચી હતી. એક્ટ્રેસે આઉટફિટ દ્વારા બોલ્ડનેસનો ઉમેરો કરવામાં કોઈ કસર છોડી નથી. એવોર્ડ નાઈટમાં સાથે પહોંચેલા કાર્તિક અને દીપિકાએ પેપરાજી માટે એકસાથે પોઝ પણ આપ્યા હતા.

ayurved

Not allowed