જામનગરમાં 14 વર્ષની બાળકીએ શિક્ષકને લીધે કરી લીધો આપઘાત, માં-બાપે શિક્ષકનો ભાંડો ફોડ્યો

ગુજરાતમાંથી ઘણીવાર આત્મહત્યાના ચકચારી કિસ્સાઓ સામે આવે છે. કેટલીકવાર પ્રેમ સંબંધ, આર્થિક તંગી કે પછી કોઇ નાની અમથી વાતને લઇને બાળકો કે સગીર વિદ્યાર્થીઓને માઠુ લાગી આવતા તેઓ આપઘાત જેવું પગલુ ભરે છે. ત્યારે જામનગરમાંથી હાલમાં આપઘાતનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. જામનગરના ધ્રોલના ખારવા ગામ પાસે આવેલી ગણેશ વિદ્યા સંકુલમાં રહીને અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં જ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી,

આ ઘટનાને લઇને ભારે ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થીનીએ હોમવર્ક કર્યું ન હોવાને કારણે શિક્ષકે તેને ઠપકો આપ્યો હતો અને આ વાતનું તેને લાગી આવતા આપઘાતનું પગલુ ભર્યુ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. જામનગરના મૂળ લાલપુરના મેઘપર પડાણા ગામની વતની અને હાલ ધ્રોલ નજીક ખારવા ગામ પાસે આવેલી ગણેશ વિદ્યા સંકુલમાં રહીને અભ્યાસ કરતી 14 વર્ષીય મહેશ્વરીબા જાડેજાએ તેના જ રૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેને લઇને વિદ્યા સંકુલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આની જાણ મૃતકના વાલીને કરવામાં આવતા તે તુંરત જ વિદ્યાસંકુલ પહોંચી ગયા હતા અને આ મામલે ધ્રોલ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલિસને જાણ થતા જ ધ્રોલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો લઇ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જે બાદ મૃતક મહેશ્વરીબાનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં તો વિદ્યાર્થીનીને શિક્ષકે જે હોમવર્ક આપ્યું તે પૂર્ણ કર્યું

ન હોવાથી ઠપકો મળતાં આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યુ છે. જો કે, દીકરાના મોતથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઇ છે. ફરિયાદ બાદ ધ્રોલ પોલીસે શિક્ષકો અને શાળા સંચાલકોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. જો કે, મૃતક વિદ્યાર્થિનીના પરિવારના આરોપ છે કે, શિક્ષક, ટ્રસ્ટી સતત તેને ટોર્ચરિંગ કરી રહ્યા હતા અને તેને લઇને તેણે અંતિમ પગલું ભર્યું છે. હાલમાં પોલીસે શિક્ષક અને ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ તેજ કરી છે.

ayurved

Not allowed