લોકો સીઝન પ્રમાણે ફ્રૂટનું સેવન કરતા હોય છે. ઉનાળામાં લોકો કેરીનું સેવન કરતા હોય છે. ત્યારે ચોમાસામાં જાંબુની સેવન કરતા હોય છે. જાંબુ તો લગભગ બધા લોકો ખાતા હોય છે. પરંતુ તેના ગુણો અને ફાયદા વિષે અમુક લોકો જ જાણતા હશે.
ખાટા મીઠ્ઠા સ્વાદને કારણે જાંબુમાંથી ઘણી રેસિપી બની જાય છે. જાંબુને દુનિયામાં અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે. જેવા કે જમ્બુલ, જાવા પ્લમ, જેમ્બલેગ અને બ્લેક પ્લમથી ઓળખવામાં આવે છે. આજે અમને તમને આ લેખ દવારા જાંબુ અને તેના ઠળિયાના ફાયદા વિષે જણાવીશું.
જાંબુ ખાવાથી બ્લડસુગર ઘટે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓને જાંબુનું સેવન કરવાનું કહેવામાં આવે છે. જાંબુમાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. આ સિવાય જાંબુમાં કેલ્શિયમ, આયર્ન, મેંગેશિયમ, ફાસ્ફોરસ અને પોટેશિયમની સાથે વિટામિન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જાંબુમાં ગ્લુકોઝને ફ્રક્ટોઝ હોય છે. પરંતુ જાંબુમાં ફાઈબર હોવાને કારણે તે ધીરે ધીરે લોહીમાં ભળે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ ડોક્ટરની સલાહ લઈને સેવન કરી શકે છે.
ડાયાબીટીસના દર્દીઓ માટે જાંબુની સાથે-સાથે તેને ઠળિયા પર રામબાણ ઈલાજ છે. ડાયાબીટીસના દર્દીઓ રોજ જાંબુ સિવાય તેની ઠળિયાના ચૂર્ણનું સેવન કરી શકે છે. આ ચૂર્ણ બનાવવા માટે જાંબુના ઠળિયાને સૂકવીને પીસીને આ ચૂર્ણ બનાવી શકાય છે. આ ચૂર્ણનું દરરોજ એક ગ્લાસ સાથે સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.
જાંબુમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય તેન લોહીને સાફ કરીને વધારવામાં મદદ કરે છે. સાથે જ જાંબુ ઝાડા, અપચો, પેટ સંબંધી રોગ, પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે. જાંબુ કેન્સરમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે. કીમોથેરપી અને રેડિએશન થેરાપી કર્યા બાદ જાંબુ ખાવવાતી ફાયદો થાય છે.
જાંબુ ખાવાથી પથરીના રોગમાં પણ ફાયદો થાય છે. જાંબુના ઠળીયાના ચૂર્ણમાં દહીં સાથે મળેવી ખાવવાથી પથરીમાં ફાયદો થાય છે. લીવર માટે પણ જાંબુનો પ્રયોગ ફાયદાકારક છે. જે લોકોનું વજન બહુજ વધતું હોય તે માટે જાંબુનું સેવન ફાયદાકારક છે. જાંબુમાં બહુજ ઓછી કેલેરી હોવાને કારણે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
મહિલાઓની માસિક સમસ્યા અને દર્દમાં જાંબુના ઠળિયાનો પાવડર લાભદાયીક છે. દરરોક એક ચમચી આ પાવડરનું સેવન કરવાથી માસિક ધર્મમાં તકલીફનો સામનો નહીં કરવો પડે.
દાંત અને પેઢાના દુખાવામાં જાંબુના પાવડરનો મંજનની જેમ પ્રયોગ કરવાથી લાભ થાય છે. જે લોકોને પેશાબની સમસ્યા હોય તે લોકો માટે આ ચૂર્ણ ફાયદાકારક છે. જે લોકોને વારંવાર પેસાબ જવાની સમસ્યા હોય તે લોકો માટે ફાયદાકારક છે. અને ઇન્ફેક્શનમાં પણ ઠીક થઇ જાય છે.
જે લોકોને વારંવાર એસીડીટી થતી હોય તે લોકો જાંબુના ચૂર્ણમાં સંચળનું સેવન કરવાથી ફાયદો થાય છે.