પૈસાના ભૂખ્યા સાસરિયાઓના કારણે નવપરણિતાએ કર્યો આપઘાત, આપઘાત પહેલા બહેનને ફોનમાં કહ્યું કે…

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના મામલાઓ સામે આવતા રહે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, માનસિક-શારીરિક તણાવ, આર્થિક તંગી કે પછી ઘરકંકાસ મુખ્ય કારણ હોય છે. ઘણીવાર પરણિતાઓના આપઘાતના કારણોમાં દહેજ અને પ્રતાડના પણ હોય છે. ઘણી એવી પરણિતાએ છે જે સાસરિયાઓના ત્રાસ અને દહેજની માંગથી કંટાળી આપઘાત કરી લેતી હોય છે. ત્યારે હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક નવપરણિતાએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો.

તેણે આપઘાત પહેલા તેની બહેનને ફોન કર્યો હતો અને કહ્યુ હતુ કે- જીજી આ લોકો મને બહુ પરેશાન કરે છે, હું હવે જીવવા નથી માંગતી. જયપુરમાં એક પરિણીત મહિલાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ખોહ નાગોરિયન પોલીસ સ્ટેશને મેડિકલ બોર્ડમાંથી પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ સંબંધીઓને સોંપી દીધો છે. મૃતકના પિતાએ સાસરિયાઓ સામે દહેજથી મોતનો ગુનો નોંધાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતક મમતા શર્મા માલવિયા નગરના મોડલ ટાઉનની રહેવાસી હતી.

તેના લગ્ન 23 જાન્યુઆરી 2022ના રોજ ઈન્દિરા ગાંધી નગર ખોહ નાગોરિયનના રહેવાસી અનિલ શર્મા સાથે થયા હતા. અનિલ જોહરી માર્કેટમાં જડાઇનું કામ કરે છે. મહિલાએ 21 ઓક્ટોબરે સવારે લગભગ 10 વાગ્યે પહેલા માળે એક રૂમમાં આત્મહત્યા કરી હતી. પતિ જ્યારે રૂમમાં ગયો ત્યારે મમતાનો મૃતદેહ સાડીના ફાંસાથી લટકતો જોવા મળ્યો હતો. લગ્નના નવ મહિનામાં મમતાએ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.માહિતી મળતાં જ ખોહ નાગોરિયન પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કર્યા બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો

અને એમ્બ્યુલન્સની મદદથી મૃતદેહને જેએનયુ હોસ્પિટલના શબઘરમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જો કે, મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી તેવું પોલિસનું કહેવુ છે. 21 ઓક્ટોબરે સવારે લગભગ 9:30 વાગ્યા આસપાસ મૃતક મમતાએ તેની મોટી બહેનને ફોન કર્યો હતો અને કહ્યું હતુ કે- જીજી, આ લોકો મને બહુ હેરાન કરે છે, મારે હવે જીવવું નથી. બહેને તેને ખોટું પગલું ભરવાની ના કહી હતી અને કહ્યું હતુ કે પિતાને મોકલીશ. જે બાદ પિતાને આ વિશે જાણ થતા જ તેઓ મૃતકના સાસરે પહોંચ્યા હતા.

 

પરંતુ સાસરે પહોંચવાની 5 મિનિટ પહેલા જ તેના આત્મહત્યા વિશે તેમને જાણ થઇ. મીડિયા રિપોર્ટ અનુસાર, મૃતકના લગ્ન બાદ થોડા દિવસો સુધી બધું સામાન્ય હતું, પરંતુ તે પછી તેના સાસરિયાઓએ તેને દહેજ માટે ત્રાસ આપવા લાગ્યા અને જ્યારે આ વાત થઈ ત્યારે પિતાએ કાર ખરીદી આપી. તે પછી થોડો સમય બધું સામાન્ય થઈ ગયું. લગભગ 1-2 મહિના પછી જ અનિલે મમતાને કહ્યું કે તેને 15-20 લાખ રૂપિયાનું દેવુ થઇ ગયુ છે. તારા પિતા પાસેથી પૈસા લાવ અને આપ, જેથી મારું દેવું ચૂકવી શકાય. મમતાએ પૈસા લાવવાની ના પાડતાં પતિ અને સાસરિયાઓએ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું અને દહેજના ત્રાસને કારણે તેનો ગર્ભપાત પણ થયો હતો.

ayurved

Not allowed