બોલિવુડ અભિનેતા આમિર ખાનની દીકરી આઇરા ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેના જીવન સાથે જોડાયેલા ખુલાસા કરતી રહે છે. આયરા ખાન અવાર નવાર લાઈમલાઈટમાં રહેતી હોય છે. તેની લોકપ્રિયતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. ઉલ્લેખનીય છે કે આયરા તેના અંગત જીવન અને રિલેશનશિપને લઇને ચર્ચામાં રહે છે. તે ઘણીવાર તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથેના સંબંધોને કારણે હેડલાઇન્સમાં રહે છે. તેના બોયફ્રેન્ડની માતા સાથે પણ તેનું જબરદસ્ત બોન્ડિંગ છે.
હાલમાં જ થોડા સમય પહેલા આયરાએ એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેણે તેના બોયફ્રેન્ડની માતાની સાડી પહેરી છે. ફોટામાં આયરા બોયફ્રેન્ડ અને તેની માતા સાથે જોવા મળી હતી. એક ફોટોમાં આયરા બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક થતી જોવા મળી હતી.તમને જણાવી દઈએ કે આયરા આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાની દીકરી છે. આયરા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. તે છેલ્લા ઘણા સમયથી નૂપુર શિખરને ડેટ કરી રહી છે. તેણે ક્યારેય નૂપુર સાથેના સંબંધોને છુપાવ્યા નથી.
આયરા પોતાના બેબાક અંદાજ અને હોટ ફોટોશૂટને લીધે પણ છવાયેલી રહે છે. એવામાં લોકોનું માનવું છે કે જલ્દી આયરા બોલીવુડમાં પણ જોવા મળશે, અને જો તે બોલીવુડમાં આવે તોઅભિનેત્રીઓને કડી ટક્કર મળશે. આઇરા સોશિયલ મીડિયા સ્ટાર છે તે અવાર નવાર તેની પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ આયરાએ બે તસવીરો શેર કરી છે, જેમાં તે તેની દાદી ઝીનત હુસૈન અને બોયફ્રેન્ડ નૂપુર સાથે જોવા મળી રહી છે. આઇરા અને નૂપુર દાદી સાથે ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. આમિર ખાનની માતા ઝીનત હુસૈન પણ આઇરાના બોયફ્રેન્ડને મળી ઘણા ખુશ જોવા મળ્યા હતા.
તસવીરોમાં આઇરા બ્લેક બિકી ટોપ અને કલરફુલ ટ્રાઉઝરમાં જોવા મળી રહી છે. આ સાથે આયરાએ વાળને પોનીમાં બાંધેલા છે અને કાનમાં બુટ્ટી પહેરી છે. ત્યાં આઇરાની દાદી ક્રીમ કલરના સૂટમાં જોવા મળે છે. આઇરા અને તેના દાદી સોફા પર બેઠા છે જ્યારે નુપુર પાછળ જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, આઇરા અને નુપુરનો પરિવાર પણ એકબીજાની ખૂબ નજીક છે. કેટલાક સમય પહેલા જ આઇરાએ પૂલનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે તેના બોયફ્રેન્ડ અને પિતા આમિર ખાન અને કિરણ રાવ સાથે મસ્તી કરતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે નુપુર શિખર એક ફિટનેસ ટ્રેનર છે, તે છેલ્લા કેટલાક સમયથી આઇરા ખાનને ટ્રેનિંગ આપી રહ્યો છે.
એક પોસ્ટમાં આઈરાએ જણાવ્યું હતું કે તે નૂપુર સાથે જીવનની સૌથી સુંદર ક્ષણો જીવે છે. એવું પણ કહેવાય છે કે નુપુર આઈરાના પિતા અને અભિનેતા આમિર ખાનનો પણ ફિટનેસ ટ્રેનર છે. આઇરા અને નુપુરે લોકડાઉન દરમિયાન ડેટિંગ કરવાનું શરૂ કર્યું, ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા સ્ટારકિડે નુપુરને તેની ફિટનેસની કાળજી લેવા માટે ટ્રેનર તરીકે હાયર કર્યો.કહેવામાં આવી રહ્યું છે કે, ઇરા ખાનએ નૂપુર શિકારેની મુલાકાત તેની માતા રીના દતા સાથે કરાવી હતી. રિપોર્ટ્સ મુજબ બંને તેના રિલેશનશિપને લઈને ગંભીર નજરે આવી રહ્યા છે. બંને સાથે તસ્વીર ઇન્સ્ટાગ્રામ રપ શેર કરતા રહે છે.
View this post on Instagram
થોડા સમય પહેલા આઈરાએ કહ્યું હતું કે તે ડિપ્રેશનનો સામનો કરી રહી છે. ત્યાં હવે આઇરા બીજી બીમારી સામે ઝઝૂમી રહી છે. આઈરાએ જણાવ્યું કે તેને એંગ્ઝાયટી એટેક એટલે કે ચિંતાના હુમલા આવવા લાગ્યા છે. આઇરાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે એંગ્ઝાયટી એટેકથી થતી સમસ્યાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.