છોકરીઓએ કોઇ ટ્રિપ પર જવું હોય કે પછી કોઇ સંબંધીના લગ્નમાં અથવા ઘરે પૂજાનું આયોજન હોય ત્યારે હંમેશા પીરિયડ્ઝની ડેટનું ધ્યાન રાખવું પડે છે. કારણ કે ઇવેન્ટ દરમિયાન પેડ ચેન્જ કરવાની સાથે હેવી ફિઝિકલ એક્ટિવિટીમાં મુશ્કેલી થઇ શકે છે.ઘણી વખતે પીરિયડના કારણે પ્રોગ્રામ કેન્સલ પણ કરવો પડે છે. તો ઘણી વખતે પીરિયડ્ઝની તારીખ લેટ થઇ જાય છે. તો તેવા સમયમાં ગભરાવવાની કે ટેન્શન લેવાની જરુર નથી. તમે ઘરેલું ઉપચાર દ્વારા જ પીરિયડઝને વહેલા લાવી શકો છો. તથા તારીખ જતી રહી હોય તો પણ ટૂંક સમયમાં પીરિયડ્ઝમાં થઇ જશો. આવો તો તે માટેના ઘરઘથ્થુ ઉપચાર વિશે જાણીએ.
મેથીના દાણા
મેથીના દાણાને પાણીમાં ઉકાળીને પીઓ. આ ઉપાયને ઘણા જાણકારોએ પણ અસરકારક માન્યો છે.
અજમો
150mlપાણીમાં 6 ગ્રામ અજમો નાંખીને તે પાણીને ઉકાળો. આ પાણી દિવસમાં ત્રણ વખત પીઓ. તથા દિવસમાં બે વખત અજમાવાળી ચા પીઓ.
જીરું
જીરાની તાસીર ગરમ માનવામાં આવે છે. તેનો પ્રભાવ પણ અજમા જેવો જ છે. અજમાની જેમ જીરાને પણ પાણીમાં ઉકાળીને પીવાથી પીરિયડ્ઝ વહેલા આવશે.
ખજૂર
ખજૂરથી શરીરમાં ગરમી વધે છે. તમારી ડેટ નિયમિત રાખવા માટે ખજૂરનું એક યોગ્ય પ્રમાણમાં સેવન કરવું જોઇએ. તો તેનાથી લાભ થશે.
તલ
તલ તમારા નિયમિત ડેટ 15 દિવસ પહેલા ઉપયોગ કરો. તલની તાસીર ગરમ હોય છે, તલને દિવસમાં 2થી 3 વખત મધ સાથે ખાઓ.
આદુ
આદુ પીરિયડ્ઝ લાવવા માટે સૌથી વધારે અસરકારક ઉપાયો માંથી એક ઉપાય છે. આદુ ખુબ જ ગરમ હોય છે. જો કે તેના સાઇડ ઇફેક્ટ થઇ શકે છે એટલે કે આદુથી ગેસ થઇ શકે છે. પરંતુ જો તમારી ડેટ જતી રહી છે અને તમે પીરિયડ્ઝમાં નથી થયા તો તમે અજમો અને આદુ વાળી ચા ટ્રાય કરો. આ અસરકારક બનશે.
દાડમ
તમારી નિયમિત ડેટથી 15 દિવસ પહેલાથી દિવસમાં 3 વખત દાડમનો જ્યુસ પીઓ. આમ કરવાથી તમારા પીરિયડ્ઝ ઝડપથી આવશે.
ગોળ
ગોળમાં જીરુ, તલ અને અજમો મેળવીને ખાઓ. તેનાથી પીરિયડ્સ ઝડપથી આવશે.
સિટ્રસ ફ્રૂટ્સ
લીંબુ, સંતરા, કીવી, આંબળા જેવા ફળો જેમાં વિટામીન-સી પ્રચુર માત્રામાં હોય છે, તેનું સેવન કરો. તેમાં પ્રોજેસ્ટેરોન લેવલમાં વધારો થાય છે, જે પીરિયડ્ઝ ઇન્ડ્યૂસ કરનારું હોર્મોન બને છે.
કાચુ પપૈયુ
પપૈયામાં એવુ તત્વ છે જે યુટરસમાં
આ સૌથી સરળ ઘરેલુ ઉપાય છે. જેના મદદથી પીરિયડ્સ ઝડપથી આવે છે. પપૈયામાં એક એવુ તત્વ હોય છે જે યુટરસ પર દબાણ ઉત્પન્ન કરે છે. તમારા માસિક ચક્રની મધ્યમાં દરરોજ કાચા પપૈયાનો રસ બનાવો અથવા પપૈયુ ખાઓ.
નોંધઃ કોઇ પરણીત મહિલા કે જેને બાળક રહી જવાના કારણે પીરિયડ્ઝ મિસ થયા હોય તેણે આ ઉપાયોનો પ્રયોગ કરવો નહીં. જો તે ઉપયોગ કરશે તો અબોશનનો ભય રહે છે. તેઓએ પહેલા પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવીને ડોક્ટરની સલાહ પ્રમાણે કરવું.