એક છોકરીને લાત ઘુસા અને પટ્ટાથી માર માર્યો, ઇન્દોરમાં ચાર રસ્તા વચ્ચે જ તૂટી પડી ચાર છોકરીઓ – વીડિયો જોતા જ તમારો મગજ જશે

દેશભરમાં મારામારીની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. હાલના સમયમાં છોકરાઓ અને પુરુષો જ નહિ પરંતુ મહિલાઓ અને સ્ત્રીઓ પણ બેફામ બન્યા છે અને ઘણીવાર તે જાહેરમાં ગુંડાગર્દી પણ કરતા જોવા મળે છે. એવા ઘણા વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યા છે જેમાં મહિલાઓ કે યુવતીઓ ખુલ્લેઆમ દાદાગીરી કરતી હોય અને કોઈને પણ માર મારતી હોય, હાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં નશામાં ધુત્ત ચાર યુવતીઓ એક યુવતીને માર મારી રહી છે.

આ ઘટના સામે આવી ચેહ મધ્ય પ્રદેશની આર્થિક રાજધાની ઇન્દોરમાંથી. ઇન્દોર શહેર હવે 24 કલાક ખુલ્લું રહેવા લાગ્યું છે. આમ કરનારું આ પાંચમું શહેર છે, પરંતુ હવે તેની આડઅસર પર્સન જોવા મળી રહી છે. મોડી રાત્રે શહરમાં લોકોની અવર જ્વરના કારણે નશાખોરી અને અપરાધ પણ વધી ગયો છે, તેનું એક તાજું જ ઉદાહરણ હાલ વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે, જેમાં એક યુવતીને કેટલીક યુવતીઓ બરાબરનો માર મારતી નજર આવી રહી છે.

વાયરલ થઇ રહેલો આ વીડિયો ઈંદોરના એબી રોડ પર એલઆઇજી ચાર રસ્તાનો જાણવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે 4-5 યુવતીઓ એક યુવતીને બરાબરનો માર મારી રહી છે અને ગાળો પણ બોલી રહી છે. આ ચારેય યુવતીઓ નશાની હાલતમાં હોવાનું સિગારેટ પીતી હોવાનું પણ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. કોઈ વાત છોકરીઓને અન્ય યુવતી સાથે માથાકૂટ થઇ ગઈ અને તેને મારવા લાગી જેને લઈને કેફે સંચાલકે તેમને બહાર કાઢી.

પરંતુ આટલેથી યુવતીઓ અટકી નહિ અને બહાર રસ્તા પર આવીને પણ એકબીજા સાથે ઝઘડવા લાગી અને ચારેય યુવતીઓએ ભેગી થઇ અન્ય યુવતીને રસ્તા વચ્ચે જ માર માર્યો. આ ઘટના દરમિયાન આસપાસ પણ લોકો ભેગા થઇ ગયા અને તેમને છોડવવાને બદલે વીડિયો બનાવવા લાગી ગયા. જો કે કેટલાક લોકોએ બચાવવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ છોકરીઓના હાવ ભાવ જોઈને તે પણ ડરી ગયા. સોશિયલ મીડિયા પર હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ અલગ અલગ સવાલ પણ ઉભા થઇ રહ્યા છે.

Not allowed