ઉનાળો શરૂ થતાંની સાથે જ શહેરથી ગ્રામ્ય વિસ્તારો સુધી બરફ ગોળાની લારીઓ દેખાવા લાગે છે. આ રંગબેરંગી બરફના ગોળા બાળકો તેમજ પુખ્ત વયના લોકોને આકર્ષિત કરવાનું શરૂ કરે છે. ગરમીમાં રાહત મેળવવા માટે કાં તો આપણે ઠંડુ પીણુ પીતા હોઈએ છીએ અથવા તો ઠંડી વસ્તુઓ ખાવાની ઈચ્છા થતી હોય છે. જેના કારણે અમુક સમય માટે આરામ તો ચોક્કસ જ અનુભવાય છે,
પરંતુ જીભને ટેસ્ટ અને શરીર અને દિલને ઠંડક પહોંચાડતી આ વસ્તુઓ શરીરને નુકસાન પહોંચાડે છે. ઉનાળાની ઋતુમાં ઘણા લોકોને રંગબેરંગી બરફના ગોળા ખાવાનું પસંદ હોય છે, ખાસ કરીને બાળકોને તે ખૂબ જ પસંદ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે બરફના ગોળા તમારા આંતરડાને નુકસાન પહોંચાડે છે, સાથે જ ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. કેટલાક બરફના ગોળામાં એવા કલરનો ઉપયોગ કરવામાં આવે છે,
જેમાં શરીરને નુકસાન કરતા હાનિકારક રસાયણો હોય છે. આ પાચન તંત્રને અસર કરી શકે છે. પેટના રોગોના જોખમ ઉપરાંત ત્વચાની એલર્જીનું જોખમ પણ હોઈ શકે છે. બરફના ગોળામાં કૃત્રિમ રંગો હોય છે જે આંતરડાને સંક્રમિત કરી શકે છે. આ ઉપરાંત કેટલીકવાર ઝાડા પણ થઈ શકે છે. બરફના ગોળામાં કેમિકલ અને ખાંડ વધારે હોય છે,
આવી સ્થિતિમાં દાંતમાં કેવિટી થવાનું જોખમ રહે છે અને ગળામાં ઈન્ફેક્શન થવાનો પણ ખતરો રહે છે. પુખ્ત વયના લોકો પણ જો તડકામાંથી આવ્યા પછી તેને ખાય તો તેમને ગળામાં દુખાવો થઈ શકે છે. બરફનો ગોળો ખાવાથી ગળું જામ થઈ શકે છે. આ સાથે ગળામાં ઈન્ફેક્શન, ન્યુમોનિયા, ટાઈફોઈડ, મેનિન્જાઈટિસ, કોલેરા, ઉલ્ટી, ઝાડા સહિતના અનેક રોગોનો ખતરો વધી શકે છે.