શું તમે પણ મસ્સાની સમસ્યાથી ચિંતિત છો તો કરો આ 5 ઘરેલુ ઉપાય, ગંદા માસ ઉંધી પુછડીએ ભાગશે

આજના સમયમાં ઘણા લોકો મસ્સાની સમસ્યાથી ચિંતિત રહેતા હોય છે. મસ્સા સુંદરતામાં ભંગાણ પાડવાનું કામ કરે છે. મસ્સાને લીધે ગમે તેવો સુંદર ચેહરો પણ કદરૂપો લાગે છે. મસ્સાને દૂર કરવા માટે મોટાભાગે લોકો સર્જરી કરાવતા હોય છે જે ખુબ જ ખર્ચાળ હોય છે. પણ તમને જણાવી દઈએ કે અમુક સરળ અને સસ્તા ઉપાયોથી પણ મસ્સાને દૂર કરી શકાય છે. તમારા જ રસોળામાં એવી ઘણી વસ્તુઓ છે જેના ઉપીયોગથી મસ્સાને દૂર કરી શકાય છે.મસ્સા કાળા કે ભૂરા રંગના હોય છે તેનાથી કોઈ નુકસાન તો નથી હતું પણ જો તે ચેહરા પર હોય તો સુંદરતા ફિક્કી લાગે છે અને ઘણીવાર આ મસ્સા કેન્સર જેવી ભયાનક બીમારીનું રૂપ લઇ શકે છે.  આવો તો જાણીએ કે કેવી રીતે આ ઘરેલુ ઉપાયથી દૂર કરવા મસ્સા.

1. બટેટા: કેળા સિવાય તમે બટેટાની મદદ પણ લઇ શકો છો. તેના માટે તમે બટેટાને છીણીને તેની પેસ્ટ બનાવી મસ્સા પર લગાવો. આવું કરવાથી જલ્દી જ મસ્સા દૂર થવા લાગશે.

2.એપલ વિનેગર: એપલ વિનેગરમાં રહેલા તત્વો મસ્સાને જડમૂળમાંથી દૂર કરવાનું કામ કરે છે. જેના માટે કોટન દ્વારા વિનેગર મસ્સા પર લગાવો. આવું કરવાથી અંક જ દિવસોમાં મસ્સા દૂર થઇ જશે.

 

3. કેળા: ખુબ સસ્તા ભાવે મળતા કેળા તમારી આ સમસ્યા માટે રામબાણ ઈલાજ સાબિત થઇ શકે છે. કેળાની છાલમાં ઓક્સીકરણ રોહી તત્વ હોય છે જે મસ્સાને દૂર કરી શકે છે. તેના માટે કેળાની છાલને મસ્સા પર લગાવી રાખો અને પછી હળવા હાથે મસાજ કરો. આવું કરવાથી તમને અમુક જ દિવસોમાં ફર્ક દેખાવા લાગશે.

4. ડુંગળી: મસ્સાને દૂર કરવા માટે ડુંગળીનો રસ રામબાણ ઈલાજ છે. 20-30 દિવસો સુધી મસ્સા પર કાંદાને કાપીને રગડો, અને દિવસમાં આવું 2-3 વાર કરો. મસ્સા દૂર થઇ જશે.

5. ઘી: ઘીમાં રહેલા પ્રાકૃતિક તત્વો મસ્સાએ દૂર કરવામાં ખુબ મદદરૂપ થાય છે. તેના માટે ઘી અને ચૂનોને સમાન માત્રામાં લઈ મિક્સ કરી અને મસ્સા પર લગાવી થોડી વાર રાખો. અને પછી પાણીથી ધોઈ લો. આવું કરવાથી અમુક જ દિવસોમાં મસ્સા દૂર થવા લાગશે.

urupatel.fb

Not allowed