માચીસની તીલી કે ચાવીથી કાન સાફ કરવા છે ખુબ ખતરનાક, કાનમાંથી મેલ કાઢવા અપનાવો આ ઉપાય

ઘણા બધા લોકો પોતાના કાનને ખંજવાળતા જોયા હશે. કાનની સફાઈ માટે લોકો કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી લેતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે કાનની સફાઈ કરવી ખતરનાક સાબિત થઇ શકે છે. કાનમાં બનવા વાળા ઈયરવેક્સ ગંદકી નથી હોતી પરંતુ આપણા કાનને પ્રોટેક્ટ કરે છે. કાનમાં મેલ જામી જવો એ સામાન્ય છે અને સમય સમય પર તેની સફાઈ કરવી પણ ખુબ જરૂરી છે.

જો તમે કાનની સફાઈ સમય સમય પર નથી કરતા તો તેનાથી તમને દુખાવો, ખંજવાળ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે પણ તમારા કાનમાં મેલ જમી જવાથી હેરાન થઇ રહ્યા છો તો કેટલાક ઘરેલુ ઉપાયથી છુટકારો મેળવી શકાય છે. લોકો કાનમાં બનેલા ઈયર વેક્‍સને નકામું સમજીને તેને દૂર કરવાનો પ્રયાસ કરતા રહે છે. તમને જણાવી દઈએ કે કાનમાં મેલ બનવો સામાન્‍ય વાત છે. તે તમારા કાનનું રક્ષણ કરે છે અને તેમને સૂકા થતા અટકાવે છે.

મેલની ઉણપને કારણે તમારા કાન ખૂબ જ શુષ્‍ક થઈ જાય છે અને તેમાં ખંજવાળ પણ આવે છે. ઇયરવેક્‍સમાં એન્‍ટીબેક્‍ટેરિયલ ગુણ હોય છે જેનો અર્થ છે કે તમારા કાન તેને સાફ કરે છે. ઇયરવેક્‍સ કાન માટે ફિલ્‍ટર તરીકે કામ કરે છે. તે આપણા કાનને ગંદકી અને ધૂળથી બચાવવા ઉપરાંત કાનમાં પ્રવેશતા અટકાવે છે. જયારે તમે કોઈ વસ્‍તુ ચાવતી વખતે તમારા જડબાને ખસેડો છો, ત્‍યારે જૂનું ઈયરવેક્‍સ સુકાઈ જાય છે અને પોતાની મેળે જ કાનમાંથી બહાર આવી જાય છે.

ઈયર વેક્‍સ કાનના અંદરના ભાગમાં નહીં પરંતુ બહારના ભાગમાં બનાવવામાં આવે છે. જયારે તમે કાન સાફ કરવાનો પ્રયાસ કરો છો, ત્‍યારે તે ઇયરવેક્‍સને વધુ અંદર જવા દો છો જેના કારણે કાનની નહેરમાં બ્‍લોકેજ આવી શકે છે. કપાસ અથવા કોઈપણ તીક્ષ્ણ વસ્‍તુની મદદથી કાન સાફ કરવાથી ચેપનું જોખમ વધી શકે છે, જેના કારણે તમારે ઘણી ગંભીર સમસ્‍યાઓનો સામનો કરવો પડી શકે છે જેમ કે ચેપ લાગવો, કાનના પડદામાં ઈજા થવી, સાંભળવામાં તકલીફ પડવી.

જો તમારા કાનમાં મેલ ખૂબ જ ભરાઈ ગયો હોય અને નળીઓ બ્‍લોક થઈ ગઈ હોય, તો તમારે તેને જાતે સાફ કરવાને બદલે, તમારે કાનના નિષ્‍ણાતનો સંપર્ક કરવો જોઈએ. જયારે કાનની નળીઓમાં મેલ સંપૂર્ણ રીતે ભરાઈ જાય છે, ત્‍યારે આ સમસ્‍યાને સેર્યુમેન ચેપ કહેવામાં આવે છે. સેર્યુમેન ચેપના લક્ષણો, કાનમાં દુખાવો અને સંપૂર્ણતાની લાગણી.

ક્‍યારેક સાંભળવામાં તકલીફ થાય છે, સમય સાથે આ સમસ્‍યા વધુ વધી શકે છે. કાનમાં અવાજ સાંભળવો, કાનમાંથી ખંજવાળ અને વિચિત્ર ગંધ આવવી. જો તમને કોઈ સમસ્‍યા ન હોય પરંતુ એવું લાગે કે કામમાં મેલ જમા થઈ ગયો છે, તો આ સ્‍થિતિમાં કાનને ખૂબ જ કાળજીપૂર્વક સાફ કરો. આ માટે સ્‍વચ્‍છ કપડાનો ઉપયોગ કરો.

તમે કાનમાં બેબી ઓઈલ, મિનરલ ઓઈલ અથવા ગ્‍લિસરીનના થોડા ટીપાં નાખી શકો છો. આ સિવાય તમે વેક્‍સ રિમૂવલ કિટનો પણ ઉપયોગ કરી શકો છો. કાન સાફ કરવા માટે કોટન ઈયર બડ્‍સ સહિત તીક્ષ્ણ વસ્‍તુઓ અને ઈયર કેન્‍ડલ્‍સનો ઉપયોગ કરવાનું ટાળો. જો કેટલાક અભ્‍યાસોનું માનીએ તો આનાથી તમારી સમસ્‍યા દૂર નથી થતી પરંતુ કાનમાં વાગી પણ શકે છે.

team ayurved

Not allowed