રોટી, કપડા અને મકાન એ માણસની ત્રણ મૂળભૂત જરૂરિયાત છે. એમાં પણ સૌથી વધુ મહત્વ હોય છે રોટીનું, એટલે કે ભોજનનું, કારણ કે ભૂખ્યો માણસ સાચા અને ખોટાનો ફરક કરવાનું ભૂલી જાય છે. આજના સમયમાં ખાવામાં ઘણી જુદી-જુદી વાનગીઓ મળી જાય છે, પણ આ વાનગીઓમાં સ્વાદની સાથે સાથે મસાલા અને તેલ પણ વધુ પ્રમાણમાં હોય છે. જેના કારણે શરીરમાં ખોરાક સરળતાથી પચતો નથી અને ડાયજેસ્ટિવ સિસ્ટમ પર ખરાબ અસર કરે છે. સાથે જ આ વાનગીઓમાં ફેટ્સ વધુ પ્રમાણમાં હોય છે અને ચરબીના રૂપમાં શરીરમાં જમા થાય છે જે આગળ જઈને આપણા હૃદયને અસર કરે છે. આવી સ્થિતિમાં રોટલી આરોગ્યપ્રદ ખોરાક છે જેની કોઈ આડઅસર થતી નથી. ભલે આપણે બહાર કેટલું ખાઈએ, પરંતુ સાચો સંતોષ તો ઘરની રોટલી ખાવામાં જ મળે છે.
આપણામાંથી ઘણા લોકો દિવસમાં માત્ર 3 જ વાર ખાવા પર ભાર આપે છે, એ છે સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાતનું જેમાં. પણ કેટલાક લોકો એવા પણ છે કે જે દિવસ આખામાં 4-5 વાર થોડા-થોડા સમયે કઇંકને કઈંક ખાવાનું પસંદ કરે છે. જયારે કેટલાક લોકોનું માનવું છે કે દિવસમાં 3 વાર ખાઈને સ્વાસ્થ્ય સારું રહે છે, કારણ કે આ રીતે ખાવાથી ખાવાનું સરખી રીતે પછી જાય છે. જયારે કેટલાક લોકો એવું કહે છે કે 5-6 વાર થોડું થોડું ખાવાથી શરીર સ્વસ્થ રહે છે.
હેલ્થ એક્સપર્ટની માનીએ તો દિવસમાં થોડા-થોડા સમાયે ખાવાથી વધુ ફાયદો થાય છે. કારણ કે આ રીતે ખાવાથી આપણા શરીરમાં ફેટ બર્ન થવાની ક્ષમતા વધી જાય છે. સાથે જ આ રીતે ખાવાથી આપણું મેટાબોલિઝમ પાવર પણ મજબૂત થાય છે.
થોડા-થોડા સમયે થોડું-થોડું ખાવાથી શરીરને જરુરી બ્લડ શુગર લેવલ બની રહે છે, અને શરીરમાં એનર્જી પણ રહે છે. એટલે દિવસમાં એક સાથે ખાવા કરતા થોડું-થોડું ખાવાનું વધારે વાર ખાવાથી વધારે ફાયદો થાય છે, કારણ કે આ રીતે ખાવાથી મેટાબોલિઝમ સ્થિર રહે છે અને વજન આસાનીથી ઓછું કરી શકાય છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્વસ્થ રહેવા માટે દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ? કારણ કે વધારે રોટલી ખાવી પણ શરીર માટે નુકશાનદાયક સાબિત થાય છે.
જણાવી દઈએ કે રોટલી ખાવાથી શરીરને કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઈબર જેવા પોષક તત્વો મળે છે. એક સાધારણ વ્યક્તિ માટે દિવસ આખામાં 6-8 રોટલી ખાવી પૂરતી રહે છે. પરંતુ જો લોકો આખા દિવસમાં પોતાના શરીર સાથે વધુ કામ લે છે, વધુ શારીરિક મહેનત કરે છે તો તેમને ઓછામાં ઓછી 12 રોટલીઓની જરૂર પડે છે. કારણ કે એક મહેનતુ વ્યક્તિના શરીરને વધુ કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનની જરૂર હોય છે.
વજન ઘટાડવા માટે –
આપણામાંથી ઘણા લોકો એવા છે કે જે વજન વધવાની સ્માસ્યાથી પીડિત છે, તો એવામાં આપણે ડાયેટ ઓછી કરી દઈએ છીએ, જેથી શરીરમાં કંટ્રોલ બની રહે. પરંતુ જણાવી દઈએ કે જો વજન ઘટાડવાની કોશિશ કરી રહયા છો તો શરીરને આખા દિવસમાં વધુ પ્રમાણમાં કાર્બોહાર્ડ્રેટ અને પ્રોટીનની જરૂર પડે છે. એટલે તમારે 250 ગ્રામ કાર્બ્સ લેતા હોવ તો તેમાંથી 75 ગ્રામ કાર્બ્સ રોટલીમાંથી જોતા હોય તો દિવસમાં 5 રોટલી ખાવી જોઈએ. વજન નિયંત્રિત રાખવા માટે એક સામાન્ય નિયમ બનાવવામાં આવ્યો છે કે આપણે રોટલી દિવસના સમયમાં જ ખાઈ લેવી જોઈએ. સાંજ 5 વાગ્યા પછી રોટલી ન ખાવી અને ભૂલથી પણ રોટલી ખાઈને ન સૂવું.
વજન વધારવા માટે –
જો તમે વજન વધારવા માંગો છો તો તમારે કોઈ પણ પ્રકારની પરહેજ કરવાની જરૂર નથી. દિવસ આખો જેટલી રોટલી ખાવી હોય એ ખાઈ શકાય. કારણ કે જેટલી વધુ રોટલી પેટમાં જશે એટલું જ વધારે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ તમારા શરીરને મળશે, જે વજન વધારવામાં કારગત સાબિત થશે.