નપુંસકતા કે ઉત્તેજનામાં ઉણપ એક સામાન્ય સમસ્યા છે. દુનિયાભરમાં ઘણા બધા પુરુષ પોતાની જિંદગીમાં નપુંસકતાની સમસ્યાથી હેરાન થતા હોય છે. નપુંસકતા થવાના ઘણા કારણ હોઈ શકે છે જેમ કે વધારે તણાવ લેવો, ડાયાબિટીસ હોવું, ડાયટ બરોબર ના લેવું, ધુમ્રપાન કરવું, દરેક સમયે તણાવમાં કામ કરવું વગેરે. નપુંસકતાના કારણે ચિડિયાપણ વધી જાય છે તેના લીધે વૈવાહિક જીવનમાં અડચણો આવવા લગતી હોય છે.
પરંતુ શું તમે જાણો છો કે નપુંસકતાનો ઈલાજ સરળતાથી કરવામાં આવી શકે છે. ઘણા બધા એવા ઈલાજ છે જે ઉત્તેજનાની સમસ્યાને ઠીક કરી શકે છે. પરંતુ નપુંસકતાનો સૌથી સારો અને સુરક્ષિત ઈલાજ તમારા ઘરે જ છુપાયેલો છે. ઘરેલુ નુસખાનો સૌથી સારો ફાયદો એ હોય છે તેને અન્ય દવાઓની જેમ શરીર પર કોઈ વધારે પ્રભાવ નથી પડતો. આજે એવા ઘરેલુ નુસખા વિશે જણાવીશું જેનાથી નપુંસકતાનો ઈલાજ સંભવ છે.
1.આદુનું સેવન: લિંગમાં ઉત્તેજના એવા સમયે થાય છે, જ્યારે લોહીનો પ્રવાહ વધી જાય છે. જ્યારે આદું શરીરમાં બ્લડ સર્ક્યુલેશન કરવામાં કારગર છે. ઘણી રિસર્ચ દરમિયાન એ સાબિત થઈ ચૂક્યું છે કે નપુંસકતાની નબળાઈની સારવાર આદુથી કરી શકાય છે. એટલું જ નહિ આદુથી ઉત્તેજનાને પણ વધારી શકાય છે. આદુના રસને એક ચમચી મધ સાથે અડધા બાફેલા ઇંડામાં મિક્સ કરી પીવો. આ મિશ્રણને રોજ સૂતાં પહેલાં લેવું જોઈએ. થોડા દિવસોમાં અસર જોવા મળશે.
2.લસણ: લસણ એક એવું સુપરફૂડ છે જેનાથી ઘણા પ્રકારની નપુંસકતાની સમસ્યાઓ ઠીક કરી શકાય છે. એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર લસણમાં ઉત્તેજના વધારવાની ક્ષમતા હોય જ છે. લસણ એ લોકો માટે વધુ ફાયદાકારક છે જેમને કોઈ બીમારીને કારણે નપુંસકતાની સમસ્યા થઈ છે અથવા તો કોઈ દુર્ઘટનાને કારણે થઇ હોય. તેના માટે તમારે કોઈ ખાસ તૈયારી કરવાની જરૂર નથી. તમારે માત્ર રોજ લસણની બેથી ત્રણ કળીઓ ખાવાની રહેશે.
3.દાડમનું જ્યૂસ: એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર દાડમના જ્યૂસથી તણાવ તો ઓછો કરી જ શકાય છે પરંતુ તેનાથી ઉત્તેજનાની કમીને પણ દૂર કરી શકાય છે. દાડમના જ્યૂસથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. રોજ દાડમનું જ્યૂસ પીવું સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું ગણાય છે. ડોક્ટરની સલાહ પર તેનાં સપ્લીમેન્ટ્સ પણ લઈ શકાય છે.
4.એક્સર્સાઇઝ: ઘણી વાર કસરત ન કરવાથી પણ ઉત્તેજનાની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં વ્યાયામને રોજની દિનચર્યા સામેલ કરી શકાય છે. વ્યાયામ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. એક્સર્સાઇઝમાં એરોબિક્સ અને વેઇટ લિફ્ટિંગ બંને પ્રકારની કસરત સામેલ કરવી જોઈએ. આ એક્સર્સાઇઝ ઉપરાંત કીગલ એક્સર્સાઇઝનો પણ સમાવેશ કરવો જોઈએ જેનાથી પબ્લિક મસલ્સ મજબૂત બને છે અને ઇજેક્યુલેશન વધુ સારું થાય છે.
5.ઝિંકયુક્ત ફૂડ: જે લોકોને પાચનની, ડાયાબિટીસ, કિડની, લિવરની સમસ્યા હોય છે, તેમના શરીરમાં ઝિંકની ઉણપ હોય છે. ઘણા લાંબા સમય સુધી લિક્વિડ પદાર્થોના સેવનથી ઝિંકની ઉણપ આવે છે. આ તમામ સમસ્યાઓની ઉત્તેજના પર નકારાત્મક અસર પડે છે. તેવામાં ઝિંકયુક્ત ફૂડ જેવી કે ડાર્ક ચોક્લેટ, લસણ, તરબૂચ, ઘઉં, ક્રેબ્સ, ઓયસ્ટર્સ વગેરેનું સેવન કરવું જોઈએ.
6.પાણી પીવાની આદત: પાણી પીવાથી તમે દરેક રીતે સ્વસ્થ રહી શકો છો. રોજ આઠથી દસ ગ્લાસ પાણી પીવાથી તમારી રોમેન્ટિક લાઇફ વધુ સારી બને છે.
7.ડુંગળી અને ગાજર: ડુંગળી અને ગાજરથી નપુંસકતાની સારવાર કરી શકાય છે. રોજ સલાડમાં ડુંગળી અને ગાજરનું સેવન કરવું જોઈએ.
7.બદામ, ખજૂર, દ્રાક્ષ: મેવાના સેવનથી પણ ઉત્તેજનાની સમસ્યા નિવારી શકાય છે. બદામ, ખજૂર, દ્રાક્ષ અને પિસ્તાનું રોજ સીમિત માત્રામાં સેવન કરવાથી નપુંસકતાની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે.