વાળને મજબૂત અને ચમકદાર અને જાડા બનાવવા માટે આ 10 ઘરઘથ્થુ ઉપચાર અવશ્ય કરો…

કિચન એક એવી વસ્તુ છે જ્યાં મહિલાનો વધારેમાં વધારે સમય પસાર થાય છે. આપણે ઘરમાં વાપરતા વસ્તુઓનો ઉપયોગ કરવાથી આપણા શરીરને દરેક સમસ્યાનો હલ ઘરમાં જ મળી જાય છે. તેમજ ઘરગથ્થુ ઉપચાર કરવાથી કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી.આ 10 ઘરઘથ્થુ ઉપચાર કરવાથી તમારા વાળ મજબૂત અને ભરાવદાર ચમકદાર અને જાડા થશે…

1) ડુંગળી: ડુંગળીનો ઉપયોગ ખાવામાં જ થાય છે તેવું નથી. ડુંગળીનો ઉપયોગ વાળ ઉતરવાની સમસ્યા પણ દૂર કરી શકે છે. ડુંગળીનો રસ વાળમાં નાખવાથી વાળ ની ઘણી બધી સમસ્યા દૂર થાય છે તેમ જ વાળને પોષણ મળે છે. તેમજ ડુંગળીનો રસ વાળને સફેદ થતાં પણ બચાવે છે.

  • 2) આમળા : વાળ માટે આમળા ખૂબ જ લાભદાયક હોય છે આમળામાં કેરોટીનાઇડ જેવા પોષક તત્વ છે. જે વાળને લાંબા કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. વાળને કાળા કરવા માટે આમળા અને અરીઠાનો પાવડર મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ કાળા બને છે. આમળાનો રસ અઠવાડિયામાં એકવાર વાળમાં લગાવવાથી વાળ જલ્દી વધે છે.
  • 3) ઈંડુ : ઈંડામાં પ્રોટીન, સેલેનિયમ, ફોસ્ફરસ, ઝિંક, આયર્ન સલ્ફર અને આયોડિન ભરપૂર માત્રામાં હોય છે. જે વાળને ઉતરતા બચાવે છે. વાળમાં ઇડુ લગાવવાથી વાળ લાંબા ચમકદાર અને સ્વસ્થ રહેશે.
  • 4) દહી : શું તમને વાળ ઉતરવાની સમસ્યા છે. તો વાળમાં અડધો કપ દહીં નાખીને થોડીવાર રાખીને વાળ ધોવાથી વાળ ઉતરવાની સમસ્યા દૂર થશે સાથે સાથે વાળ ચમકદાર પણ બનશે.

  • 5) ધાણા : દિવસમાં બેથી ત્રણ ધાણાનો રસ વાળમાં માલિશ કરવાથી ઉંદરી દૂર થાય છે.
  • 6) એલોવેરા : એલોવેરા અને મધમાં ઘણા બધા પોષક તત્વો આવેલા હોય છે જે વાળમાં ડેન્ડ્રફથી છૂટકારો અપાવે છે. એલોવેરા જેલ અને મધને બરાબર માત્રામાં હલાવીને પેસ્ટ બનાવીને વાળમાં લગાવવાથી વાળ સ્વસ્થ મજબૂત અને લાંબા થશે.
  • 7) મહેંદી : આપણે બધા જાણીએ છે કે મહેંદી વાળ માટે એક નેચરલ કંડીશનર તરીકે કામ કરે છે. મહેંદીનો પાવડરમાં અડધો કપ દહીં નાખીને વાળમાં લગાવવાથી વાળ મજબૂત અને જાડા બનશે.

  • 8) બટાકુ : બટાકાનો ઉપયોગ આપણે ખાવા માટે કરીએ છીએ. પરંતુ બટાકાના ઉપયોગ વાળ જલ્દી લાંબા થઈ જાય છે. વાળના મૂળમાં બટાકાનો રસ પંદરથી વીસ મિનિટ સુધી લગાવવામાં આવે તો વાળ લાંબા અને મજબૂત બને છે.
  • 9) લીંબુ : લીંબુમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે વાળમાં લીંબુનો રસ નાખવાથી વાળ સોફ્ટ ચમકદાર બને છે તેમજ ખોડાની સમસ્યા પણ દૂર થાય છે.
  • 10) હેર ઓઇલ : વાળના જળમાં મસાજ કરવાથી માથામાં રક્તસંચાર સારો થાય છે તેમજ વાળનો ગ્રોથ કરવામાં પણ મદદગાર સાબિત થાય છે. એટલા માટે અઠવાડિયામાં બેથી ત્રણ વાર હોટ ઓઈલ મસાજ કરવો જોઈએ જેનાથી વાળ મજબૂત અને સારા બને છે.
team ayurved

Not allowed