શું તમને પણ આંખોની નીચે ડાર્ક સર્કલ કરી રહ્યા છે હેરાન તો કરો આ ઘરેલુ નુસખા, ચપટીમાં મેળવો છુટકારો

આપણામાંથી ઘણા લોકો માટે આંખોની આજુ બાજુ ડાર્ક સર્કલ એક સામાન્ય સમસ્યા છે. ડાર્ક સર્કલના કારણે ઘણી વખત તમે થાકેલા અને વૃદ્ધ દેખાતા હોવ છો. ડાર્ક સર્કલ એટલે કે આંખોની નીચે આંખોની નીચે કાલા ડાઘા જે ક્યારેકને ક્યારેક કોઈને પણ દરેક બીજા માણસને હેરાન થતો હોય છે. કેમકે આજકાલની લાઇફસ્ટાઇલ ઘણી બદલાઈ ગઈ છે જેમ કે કામના પ્રેશરમાં ઓછી ઊંઘ, વધારે સ્ટ્રેસ, પાણી ઓછું પીવું, જેનેટિક સમસ્યા કે પછી હોર્મોનમાં થઇ રહેલા બદલાવના કારણે આ એક સામાન્ય પણ ખુબ વધારે હેરાન કરવાની સમસ્યા બની જતી હોય છે.

કેમ કે તમારું મોઢું જ તમારી ઓળખ છે અને તે જ થોડું પણ સુંદર ના દેખાય તો ચિતા થવા લગતી હોય છે. આ સમસ્યા છોકરાઓમાં પણ તેટલી જ ચિંતાકારક છે જેટલી મહિલાઓને હોય છે. આજે જણાવીશું કેટલાક ઘરેલુ ઉપચાર જેની મદદથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

1.ટી બેગ: ફીજમાં અડધો કલાક રાખવામાં આવેલા બે બ્લેક કે ગ્રીન ટી બેગનો ઉપયોગ કરો. તેને બન્ને આંખ પર રાખો અને ૧૦-૧૫ મિનીટ સુધી રહેવા દો. તેના પછી તેને દૂર કરો અને તમારું મોંઢુ ધોઈ લો આ પ્રક્રિયાને કેટલાક અઠવાડિયા સુધી બે વખત કરો.

2.ઠંડક: ઠંડા પાણી કે દૂધમાં ભીનું કરેલું સાફ કપડું લો અને થોડી મિનીટો માટે તેને પોતાની પાંપળોની પાસે રાખો. મુલાયમ કપડામાં બરફનો ટુકડો લો અને કેટલીક મિનીટો સુધી તેને પોતાની આંખ પાસે રાખો.

3.ફુદીનો: ફુદીનાના પત્તાને હાથથી પીસી લો, ફુદીનાના પત્તામાં લીંબુનો રસ મેળવો. તેને ૧૫થી ૨૦ મિનીટ માટે લગાવો. તેના પછી ધોઈ લો, આવું દરરોજ બે વખત કરો.

4.મલાઈ: બે ચમચી મલાઇ અને એક ચમચી હળદર મેળવી તેને કાળા કુંડાળા પર લગાવો. તેને ૧૫થી ૨૦ મિનીટ માટે રહેવા દો પછી આંખને હુંફાળા પાણીથી ધોઈ લો.

5.કાકડી કે બટાટાનો રસ: આંખના ડાર્ક સર્કલ પર આજુબાજુ કાકડી કે બટાટાનો રસ પણ લગાવીને ઘણી હદ સુધી ડાર્ક સર્કલની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

Not allowed