કેટલીકવાર શિયાળાની સરખામણીએ ઉનાળામાં એડી વધુ ફાટે છે જ્યારે કેટલાક લોકોની આખું વર્ષ એડીમાં તિરાડ પડે છે. આ સમસ્યા જેટલી સામાન્ય છે એટલી જ પીડાદાયક પણ છે. ક્યારેક એડી એટલી બધી ફાટી જાય છે કે તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે. શરીરના અન્ય અંગોની જેમ પગને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા પણ એટલા જ જરૂરી છે કારણ કે ચહેરાની સુંદરતાની સાથે હાથ-પગની સુંદરતા પણ લોકોને આકર્ષે છે. એટલા માટે પગની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. ઘરે બેઠા કેટલાક ઘરેલું ઉપચારથી તમે તિરાડની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
જો તમે લાંબા સમયથી વાઢિયા સાથે ઝઝૂમી રહ્યા છો તો આ રીત તમારા માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. તેથી તમારે ફક્ત તમારા મોજાંમાં 1 લીંબુનો નાનો ટુકડો મૂકીને પહેરવાની જરૂર છે. મોજાંમાં રહેલું લીંબુ રાતોરાત તમારા પગને મોઇશ્ચરાઇઝ કરી શકે છે. તેનાથી તમારા પગમાં ભેજ જળવાઈ રહેશે જેનાથી પગની શુષ્કતા દૂર થઈ શકે છે. જો તમે ઈચ્છો તો લીંબુને મોજામાં નાખતા પહેલા તેને તમારા તળિયા પર ઘસો. તેનાથી તમારા આખા પગને ફાયદો થશે. આ સાથે પગની સુંદરતામાં પણ વધારો થશે.
વાઢિયાની મુશ્કેલી દૂર કરવા માટએ સવારે લીંબુ અને પેટ્રોલિયમ જેલી તમારા માટે આશીર્વાદ સાબિત થશે. આ બંનેના મિશ્રણને પગને સોફ્ટ બનાવવાનું કામ કરશે. તેના માટે રાત્રે સૂતા પહેલા લીંબુ અને પેટ્રોલિયમ જેલીનું મિશ્રણ કરો. હવે આ મિશ્રણને સૂતા પહેલા તમારા પગ પર લગાવી લો. સવારે ઊઠીને પગ ધોઈ લેવા. નિયમિત આ કામ કરશો તો તમારા પગના વાઢિયા બહુ જલ્દી સારા થઈ જશે.
રાત્રે સૂતા પહેલા તમારા પગની એડી પર લીંબુનો રસ ઘસો. સવારે, તમારા પગને હુંફાળા અથવા નવશેકા પાણીથી સારી રીતે ધોઈ લો. આ નિયમિત કરવાથી તમારા પગની સુંદરતા વધશે. ઉપરાંત તે ફાટેલી એડીની સમસ્યાને દૂર કરી શકે છે. ફાટેલ એડીઓ એટલે કે વાઢિયાની તિરાડ દૂર કરવા માટે નારિયળ તેલ પણ ખૂબ ફાયદાકારક છે.
તેની માટે રાત્રે સૂતા પહેલા નારિયળ તેલમાં લીંબુના અમુક ટીપાં ઉમેરો. હવે આ બધુ બરાબર મિક્સ કરી લો. પછી તેને તમારા પગ પર ઘસો. એ પછી પગને થોડો હલકો ગરમ શેક કરો. પછી થોડી વાર પછી પગની મસાજ કરો. એવું કરશો તો તમને થાક ઓછો લાગશે. આ પછી મોજા પહેરીને સૂઈ જાવ. સવારે હૂંફાળા પાણી સાથે સાફ સફાઇ કરો. આ તેનાથી પગમાં સોફ્ટનેસ બની રહેશે. સાથે જ ફાટેલી એડીની સમસ્યા પણ દૂર થઈ જશે.
લીંબુમાં હાજર એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણો તિરાડની સમસ્યાને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. જો કે ધ્યાનમાં રાખો કે જો વાઢિયાની સમસ્યા ઘરગથ્થુ ઉપચારથી પણ દૂર ન થઈ રહી હોય તો આ સ્થિતિમાં ચોક્કસપણે ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લો.