સાઇલેન્ટ કિલર છે હાઇ કોલેસ્ટ્રોલ, વધવા પર નજર આવે છે આ લક્ષણ, ભૂલથી પણ ન કરો નજરઅંદાજ

સાઇલેન્ટ કિલર છે કોલેસ્ટ્રોલનું હાઇ લેવલ, શરીરના આ ભાગમાં જોવા મળે છે પહેલો સંકેત

આજના સમયમાં ખરાબ લાઇફસ્ટાઇલ અને ભાગદોડ ભરેલા જીવનમાં લોકોનું ખાન-પાન બગડી ગયુ છે અને આ કારણે લોકો કેટલીક બીમારીઓનો શિકાર પણ થતા હોય છે. સતત ખાન-પાન સાથે જોડાયેલી ભૂલ કરવાથી હાઇ બ્લડ પ્રેશર અને હાર્ટની સમસ્યા વધી શકે છે. એવામાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા વધતી જાય છે. જેને કારણે ઘણી બીમારીઓ પણ થઇ શકે છે. કોલેસ્ટ્રોલ લોહીમાં હાજર એવો વેક્સ જેવો પદાર્થ હોય છે. મૂળરૂપથી કોલેસ્ટ્રોલ બે પ્રકારે હોય છે ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ. ગુડ કોલેસ્ટ્રોલને સારો માનવામાં આવે છે, જેની આપણા શરીરને જરૂરત હોય છે.

ત્યાં બેડ કોલેસ્ટ્રોલને શરીર માટે ખરાબ માનવામાં આવે છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા વધવાથી દિલની બીમારીઓ અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. કોલેસ્ટ્રોલ સામાન્ય રીતે લોહીમાં હાજર હોય છે. કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી રક્ત વાહિકાઓમાં તે જામવા લાગે છે, જેનાથી હ્રદય સુધી પહોંચનાર લોહીનો ફ્લો ઘણો ઓછો થઇ જાય છે. આનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો ઘણો વધી જાય છે. ખાસ વાત એ છે કે શરૂઆતમાં શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે તો તેના કોઇ સંકેત નજર નથી આવતા. આ જ કારણ છે કે તેને સાઇલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે. જ્યારે લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા વધુ વધી જાય છે ત્યારે તે આપણી ધમનીઓમાં જામવા લાગે છે.

ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જામી જાય ત્યારે આપણા શરીરને સંકેત આપવાનું શરૂ કરી દે છે. જરૂરી છે કે તમે આ સંકેતોને નજરઅંદાજ ન કરો. હાઇ કોલેસ્ટ્રોલ બ્લડ વેસલ્સને બ્લોક કરવાનું કામ કરે છે અને તેનાથી દિલ સહિત પૂરી બોડીમાં બ્લડની આપૂર્તિ ઠીક નથી રહેતી. આનાથી હાઇ બીપી અને ડાયાબિટિસના સાથે સાથે હાર્ટની બીમારીનો પણ ખતરો વધી જાય છે. તળેલુ ખાવાથી પણ કોલેસ્ટ્રોલનો ખતરો વધી જાય છે. માર્કેટના ફૂડ્સ વધારે ઓયલી હોય છે, જેનાથી બેડ  કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો રહે છે. તમે હાઇ કોલેસ્ટ્રોલની જાણ કરવા માટે લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવી શકો છો,

પરંતુ તમારા હાથમાં થવાવાળા કેટલાક લક્ષણથી જ બેડ કોલેસ્ટ્રોલની જાણ થઇ શકે છે. જો તમારા હાથમાં તેજ દર્દ છે તો તેને નજરઅંદાજ ન કરો કારણ કે હાઇ કોલેસ્ટ્રોલને કારણે હાર્ટ ઠીક રીતે બ્લેડ પંપ નથી કરતુ, જેનાથી હાથમાં દર્દ થવા લાગે છે. જો હાથમાં ઝનઝનાટની સમસ્યા થવા લાગે તો હાથની નસોમાં ખૂનની આપૂર્તિ ઓછી તઇ રહી છે. તેને કારણે પણ દર્દ થવા લાગે છે. આ માટે તમારા હાથમાં જો સતત ઝનઝનાટ થાય છે તો તેને નજરઅંદાજ ન કરો. તમારે તરત કોલેસ્ટ્રોલ લેવલની તપાસ કરાવી લેવી જોઇએ. જો હાથમાં લોહીની આપૂર્તિ બરાબર રીતે થાય છે તો નખનો રંગ હળવો લાલ કે ગુલાબી રહે છે,

ત્યાં જો કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય છે તો નખ અને સ્કિનનો કલર બદલવા લાગે છે. જો તમારા નખનો રંગ બદલાઇ રહ્યો છે તો સતર્ક થઇ જજો.હાઇ કોલેસ્ટ્રોલની સમસ્યા હોવાના કોઇ પણ લક્ષણ દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવા માટે લીવર, ઓર્ગન મીટ, ઈંડાની જરદી, ફુલ ફેટ ડેરી પ્રોડક્ટ્સનું સેવન ટાળો. આ સિવાય તમારા આહારમાં આખા અનાજ, દાળ, કઠોળ જેવી વસ્તુઓનો સમાવેશ કરો. આ ઉપરાંત, આહારમાં લીલા શાકભાજી, ફળો જેવા કે સફરજન, કેળા, નારંગી અને નાશપતીનો સમાવેશ કરો. જો તમે માંસાહારી છો તો તમે માછલીનું સેવન કરી શકો છો, જે ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર છે. આ સિવાય આલ્કોહોલ અને મીઠાના વધુ પડતા સેવનથી બચો.

ayurved

Not allowed