એમાં કોઈ જ શંકા નથી કે જાબું ડાયાબિટીસ માટે સૌથી સારા કુદરતી ઉપચારોમાનો એક ઉપચાર છે. પરંતુ જાબુંની સાથે સાથે તેના ઠળિયા પણ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ ગુણોથી ભરપૂર હોય છે. જાંબુના ઠળિયા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે એક કુદરતી ઈલાજ છે, સાથે જ તે કુદરતી રીતે શરીરના હાનિકારક તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. જાબુંના ઠળિયા સ્વસ્થ આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે.
તો જાણી તો જાંબુના ઠળિયાના ફાયદાઓ અને હવે પછી ક્યારેય જાંબુના ઠળિયાઓ ફેંકતા નહિ.
પેટની સમસ્યાઓ – જાંબુના ઠળિયા પાચનતંત્રને ઠીક કરવા માટે અને પેટની સામાન્ય સમસ્યાઓના ઉપચારમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે. ઠળિયાના અર્કનો ઉપયોગ આંતરડા અને અલ્સરના ઈલાજ માટે કરવામાં આવે છે. ઠળિયાના પાવડરને ખાંડ સાથે ભેળવીને પેચિશ ઉપચાર માટે રોજ દિવસમાં 2-3 વાર આપવામાં આવે છે.
ડાયાબિટીસને નિયંત્રિત કરે – ફળોની જેમ જ જાંબુના ઠળિયા પણ ડાયાબિટીસ વિરોધી કાર્યમાં ભાગ લે છે. ઠળિયામાં એલ્ક્લોઇડ હોય છે, આ રસાયણ જે સ્ટાર્ચને શર્કરામાં રૂપાંતરણ થતા રોકે છે અને એટલા માટે તમારા શરીરમાં લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. સૂકા ઠળિયાને પાઉડર બનાવી દેવામાં આવે છે અને ડાયાબિટીસના ઉપચારમાં દિવસમાં 3 વાર લેવામાં આવે છે. આ પાવડરને પાણી કે દૂધ સાથે સવારમાં પહેલા આહાર તરીકે લઇ શકાય છે.
શરીરને ડિટોક્સીફાઈ કરે છે – જાંબુના ઠળિયામાં એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ ફલેવોનોઇડ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાંથી હાનિકારક તત્વોને બહાર કાઢે છે અને એન્ટીઓક્સીડેન્ટ એન્ઝાઇમો પર એક સુરક્ષાત્મક પ્રભાવ નાખે છે. આ જ કારણ છે કે ઠળિયાને ડિટોક્સીફિકેશન માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જાણવામાં આવે છે.
બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે – જાંબુના ઠળિયા બ્લડપ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. એક અભ્યાસ અનુસાર, જાંબુના ઠળિયાનો અર્ક નિયમિત રૂપે પીનારા લોકોમાં બ્લડપ્રેશર 34.6 ટકા ઓછું મળ્યું. એન્ટી-હાઇપરટેન્સિવ અસરને એલેજિક એસિડની હાજરી માટે જવાબદાર ગણાવવામાં આવ્યું જે એક ફિનોલ એન્ટીઓક્સીડેન્ટ છે.
આ સિવાય પણ જાંબુના ઠળિયા ઘણા રોગોના ઈલાજ માટે કામમાં આવે છે. જેમ કે રક્તપ્રદરની સમસ્યા થવા પર જાંબુના ઠળિયામાં ચોથા ભાગનું પીપળાની છાલનું ચૂર્ણ ભેળવીને દિવસમાં 2-3 વાર એક મોટી ચમચી ઠંડા પાણીમાં સાથે પીવાથી લાભ મળે છે.
દાંત અને પેઢાઓની સમસ્યામાં દૂર કરવા માટે પણ જાંબુ ફાયદાકારક હોય છે. જાંબુના ઠળિયાને પીસીને તેને દાંત પર ઘસવાથી દાંત અને પેઢા સ્વસ્થ રહે છે. આ સિવાય જો બાળક પથારી ભીની કરે છે તો તેને જાંબુના ઠળિયાને પીસીને અડધી-અડધી ચમચી દિવસમા બે વાર પાણી સાથે પીવડાવવાથી લાભ મળે છે.
ધ્યાન રાખો કે જાંબુના ઠળિયાનું સેવન કરતા પહેલા કોઈ આયુર્વેદિક ડોક્ટરની સલાહ જરૂર લો. જાંબુના ઠળિયાનો પાવડર બનાવવા માટે ઠળિયાને સારી રીતે ધોઈને સુકવી લો. એ પિસ્તા જેવા દેખાશે. સુકાયા પછી તેનો પાવડર બનાવવો થોડું મુશ્કેલ છે એટલે પહેલા તેના નાના-નાના ટુકડા કરી લો. પછી પીસી લો. આને રોજ 1 ચમચી સવારે ખાલી પેટે હૂંફાળા પાણી સાથે સેવન કરો.