ગરમીની સીઝનમાં જરૂર ખાઓ ફાલસા ફળ, અનેક ગુણોથી છે ભરપૂર

ગરમીની સીઝન તેની સાથે બીમારીઓનો ભંડાર લઈને આવે છે પરંતુ તમે આ ફળનું સેવન કરશો તો ગરમીની સીઝનમાં ખુદને બીમારીઓથી બચી શકો છો. આ સીઝનમાં પોતાનું ધ્યાન રાખવા માટે સીઝનના ફાળોનો સહારો લેવામાં આવતો હોય છે. તરબૂચ ખાવાના તમામ ફાયદા તો તમને ખબર હશે પરંતુ શું તમે જાણો છો કે ગરમીની સીઝનમાં આવવા વાળું ‘ફાલસા’ ફળ ગુણોથી ભરપૂર છે.

આ ફળ દેખાવમાં ભલે નાનું હોય પણ તેના ફાયદા મોટા હોય છે. તેની ખેતી મુખ્યત્વે પંજાબ અને મુંબઈની આસપાસ થાય છે. ફાલસા ફળનું વૈજ્ઞાનિક નામ ગ્રેવિયા એશિયાટિક છે. તેમાં વિટામીન-સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને આયર્ન પણ આ ફળમાં જોવા મળે છે. ઉનાળામાં આ ફળનું સેવન કરવાથી શરીરને અનેક રોગોથી બચાવી શકાય છે. આવી સ્થિતિમાં શરીરને કુદરતી રીતે ઠંડુ રાખવા માટે ફાલસા ફળ ખૂબ જ ફાયદાકારક છે.

જો તમને પેટમાં દુખાવાની સમસ્યા રહેતી હોય તો ફાલસા તમારા માટે રામબાણ ઈલાજ છે. પેટના દર્દના ઈલાજ માટે 3 ગ્રામ સેકેલા અજમાને 25 થી 30 ગ્રામ ફાલસાના રસમાં નાખીને થોડો ગરમ કરો. થોડો ગરમ થઈ ગયા પછી તેના મિશ્રણને પીવો. જેનાથી પેટના દર્દમાં આરામ થશે. ફાલસામાં રહેલ વિટામીન લોહીના તમામ પ્રકારના વિકારને દૂર કરે છે અને લોહીને શુધ્ધ કરે છે. સવાર –સાંજ એક મહિના સુધી સતત ફાલસા ખાવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનુ સ્તર નિયંત્રિત કરી શકાય છે, જેથી હ્રદયની બિમારીનુ જોખમ ઓછુ રહે છે.

ખાટા-મીઠા સ્વાદને કારણે ઘણા લોકો ફાલસા ખાવાનું પસંદ કરે છે. ફાલસા મુખ્યત્વે ઉનાળામાં જ મળે છે. ફાલસાની તાસીર ઠંડી હોવાને કારણે તે ઉનાળામાં શરીરને ઠંડુ રાખે છે. ફાલસા ગરમીમાં લાગતી લૂથી બચાવે છે. ફાલસા ખાવાથી ઉલટી થવી, ગભરામણ થવી, એકાએક તાવ આવવો, આ બધા લક્ષણોમાં આરામ મળે છે. રોજ નાસ્તામાં ફાલસા ખાવાથી ચિડીયાપણું દૂર થાય છે. જો તડકાથી એલર્જી છે જો ફાલસા તેના માટે ખુબ અસરકારક ઈલાજ છે.

રોજ ફાલસા ખાવાથી લોહીને લગતી તકલીફોમાં રાહત મળે છે. ફાલસામાં રહેલું વિટામીન સીને કારણે શરીરમાં લોહી સાફ થાય છે અને લોહીના વિકારની સમસ્યા દૂર થાય છે. એક મહિના સુધી નિયમિત ખાવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ થઈ જાય છે જેનાથી હદયરોગને લગતી બીમારીઓનો ખતરો ઓછો થાય છે.

ગરમીની સીઝનમાં ફાલસા ખીલની સમસ્યાથી છૂટકારો અપાવે છે. માત્ર ફાલસા જ નહીં તેના પાંદડા પણ બીમારીઓની સારવાર માટે ઉપયોગી છે. કોઈ પણ પ્રકારના ખીલ થયા હોય ચામડીમાં બળતરા હોય અથવા ડાઘ પડી ગયા હોય તો ફાલસાના પાન આખી રાત પલાડી રાખો અને પછી પીસીને લગાવો. આ જ રીતે ફાલસાથી શ્વાસની સમસ્યા, કફની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.

જો યાદશક્તિ નબળી હોય તો ફાલસાનો રસ પીઓ. ફાલસામાં રહેલું વિટામિન સી અને આયર્ન દિમાગમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે. રોજ નાસ્તામાં ફાલસાનો રસ પીવાનું રાખો. ખાલી પેટ રસ પીવાથી વધારે ફાયદો થશે.

Not allowed