
ગુજરાતી દૈનીક ધારાવાહીક સિરીયલ ‘શ્યામલી’થી ઘર ઘરમાં જાણીતા થયેલા હેપ્પી ભાવસારના નિધનથી સમગ્ર ગુજરાતી ઈન્ડ્સ્ટ્રીમાં ગમગીની છવાઈ ગઈ છે. હાલમાં જ આપ્યો હતો જુડવા દીકરીઓને જન્મ આપનાર અને ગુજરાતના જાણીતા એક્ટર મૌલીક નાયકના પત્નિ એવા હેપ્પી ભાવસારે પ્રેમજીઃ રાઈસ ઓફ અ વોરિયર’, ‘મોન્ટુની બિટ્ટુ’, ‘મૃગતૃષ્ણા’ અને ‘મહોતુ’ જેવી ફિલ્મોમાં ઉમદા અભિનય કરીને ગુજરાતી દર્શકોના દિલ જીતી લીધા હતા. હેપ્પી ભાવસારને ફેફસાનું કેન્સર થતાં માત્ર 45 વર્ષની વયે તેમણે બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા. એક્ટ્રેસના નિધનથી હેપ્પીને જાણતા તમામ લોકો અને ગુજરાતી ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીના લોકોએ દુ:ખ વ્યક્ત કર્યું હતુ. હેપ્પી ભાવસારે માત્ર ગુજરાતી ફિલ્મોમાં જ નહીં પરંતુ નાટકો અને સીરિયલોમાં પણ કામ કર્યું હતું. દૈનિક ધારાવાહિક સીરિયલ ‘શ્યામલી’માં લજ્જાનું પાત્ર ભજવીને તે ઘર-ઘરમાં જાણીતી થઈ હતી. આ સિવાય તેણે રાગી જાની અને સૌનર વ્યાસ સાથે ‘પ્રીત પિયુને પાનેતર’ સીરિયલના 500 જેટલા એપિસોડ કર્યા હતા.
હેપી ભાવસારનાં નજીકના મિત્રોનાં જણાવ્યાં અનુસાર તેમની ગત રોજ સવારથી તબિયત બગડી હતી અને તેમને હોસ્પિટલાઇઝ કરવાંમાં આવ્યાં હતાં. જ્યાં સવારથી જ તેઓ વેન્ટીલેટર પર હતાં. જે બાદ 24 કલાકની અંદર જ હેપીએ દમ તોડી દીધો હતો. અચાનક થયેલા નિધનથી હેપ્પી ભાવસારને જાણતા તેમજ ગુજરાતી ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં ગમગીની છવાઈ ગઈ છે.
હેપ્પી ભાવસારની ગઈ કાલે એટલે કે 24 ઓગસ્ટના રોજ તબિયત બગડી હતી. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે, 24 કલાકની અંદર જ હેપ્પી મોત સામે હારી ગયાં હતાં અને મોડી રાત્રે તેમનું અવસાન થયું હતું. હેપ્પીનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે થલતેજની વિશ્વભારતી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. એચ કે આર્ટ્સ કોલેજમાંથી હેપ્પીએ નાટકોમાં કામ કરવાની શરૂઆત કરી હતી. કોલેજકાળ દરમિયાન હેપ્પીને ‘મહાત્મા બોમ્બે’ નાટક માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ પણ મળ્યો હતો.
ગ્રેજ્યુએશન કર્યા બાદ હેપ્પીએ ગૂજરાત વિદ્યાપીઠમાંથી ઓડિયો વિઝ્યુઅલનો કોર્સ કર્યો હતો. આટલું જ નહીં હેપ્પીએ ગુજરાત કોલેજમાંથી ડ્રામામાં ડિગ્રી પણ લીધી હતી. હેપ્પીએ દૂરદર્શનની ફિલ્મ ‘શ્યામલી’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે લજ્જાનું પાત્ર ભજવ્યું હતું. ‘શ્યામલી’ બાદ તેઓ ‘મારા સાજણજી’, ‘મારી પાનખર ભીંજાઈ’ જેવી સિરિયલ્સમાં જોવા મળ્યા હતા.
હેપ્પી ભાવસારના નાટક ‘પ્રિત પિયુ ને પાનેતર’ના 500થી વધુ શો થયા છે. આ શોમાં સૌનિક વ્યાસ, રાગી જાની જેવા કલાકારો છે. શોર્ટ ફિલ્મ ‘મહોતું’માં પણ હેપ્પી ભાવસારે અદ્દભૂત અભિનય કર્યો હતો. હેપ્પીએ ‘મોન્ટુની બિટ્ટુ’, ’21મુ ટિફિન’, ‘મૃગતૃષ્ણા’ સહિત અનેક ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું.
હેપ્પી હંમેશાં હસતાં ને હસતાં જ જોવા મળતાં હતાં. એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના નામ પાછળની એક રસપ્રદ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે તેમનો જન્મ થયો ત્યારે તે રડ્યા નહોતા. ડૉક્ટર્સે અથાગ પ્રયાસો કર્યા પણ તે તો રડ્યાં જ નથી. અંતે ડૉક્ટર્સે તેમને ચૂંટલી ખણી હતી અને પછી રડી પડ્યાં હતાં. ત્યારબાદ ડૉક્ટર્સે કહ્યું હતું કે આ બાળક ઘણું જ હેપ્પી છે. આ રીતે તેમના પેરેન્ટ્સે તેમનું નામ હેપ્પી પાડી દીધું હતું.