આ મશહૂર ગાયક બંધાયો સગાઇના બંધનમાં, મંગેતર સાથે વીંટી ફ્લોન્ટ કરતા શેર કરી સુંદર તસવીરો

‘મેરા ભોલા હે ભંડારી’ના સિંગર હંસરાજ રઘુવંશીએ કરી ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઇ, ગર્લફ્રેન્ડે સાથે કરી સગાઇ- જુઓ તસવીરો

ફેમસ ભજન ગાયક અને ‘મેરા ભોલા હે ભંડારી’ ગીતથી જેણે રાતોરાત લોકપ્રિયતા મેળવી તે હંસરાજ રઘુવંશીએ સગાઇ કરી લીધી છે. આ દિવસોમાં હંસરાજ તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફના સારા તબક્કામાં છે. ત્યારે હાલમાં તેના અંગત જીવનને લઇને એક ખુશખબરી સામે આવી છે. હાલમાં જ હંસરાજે તેની ગર્લફ્રેન્ડ કોમલ સકલાની સાથે સગાઈ કરી છે. 25 માર્ચ 2023ના રોજ હંસરાજ રઘુવંશીએ તેની ગર્લફ્રેન્ડ કોમલ સાથે સગાઈની જાહેરાત કરી હતી.

કોમલે હંસરાજ સાથે સંયુક્ત પોસ્ટમાં ઇન્સ્ટા પર તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા હતા અને ચાહકો સાથે સગાઇની કેટલીક તસવીરો અને એક વીડિયો શેર કર્યો હતો. તસવીરોમાં હંસરાજ અને કોમલ રોયલ લુકમાં જોવા મળી રહ્યા છે. હંસરાજ રઘુવંશીએ જ્યાં સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ સાથે બ્લેક કોટ પહેર્યો છે, ત્યાં કોમલ લવંડર ગાઉનમાં હુસ્નની પરી લાગી રહી છે. કોમલે મિનિમલ મેક-અપ સાથે તેના સગાઇના લુકને કંપલીટ કર્યો હતો.

કોમલના લવંડર ગાઉન પર 3-ડી એમ્બ્રોઇડરી અને બીડ્સ કરવામાં આવ્યા હતા અને સ્લીવ્ઝ પર ફેધર ડિટેલ આપવામાં આવી હતી, જે ગાઉને ખૂબ જ ખાસ બનાવી રહી હતી. સ્કર્ટના ભાગમાં મેચિંગ ઇનર સાથે એકદમ ફેબ્રિક હતું. ગાઉનનો ઘેરાવો તેને રાજકુમારી જેવો લુક આપી રહ્યો હતો.કોમલે સગાઈ માટે હીરાની બુટ્ટી સાથે મેચિંગ નેકલેસ પહેર્યો હતો. એક તસવીરમાં કપલ તેમની સગાઈની વીંટી ફ્લોન્ટ કરતા જોવા મળ્યા હતા. આ તસવીરો શેર કરતા કપલે કેપ્શનમાં લખ્યું, “આખરે અમે સગાઈ કરી લીધી.”

હંસરાજ રઘુવંશી અને કોમલે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ હવે સગાઇ કરી લીધી છે અને તેઓ હવે ઓફિશિયલી સગાઇના બંધનમાં બંધાઇ ગયા છે. જણાવી દઇએ કે, યુટ્યુબ પર હંસરાજની પોતાની ચેનલ છે, જેના 10 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. આ સિવાય ઇન્સ્ટાગ્રામ પર 2.5 મિલિયન ફોલોઅર્સ પણ છે. જેના પરથી ગાયકની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by KOMAL SAKLANI (@komal_saklani)

ayurved

Not allowed