દરેક મહિલાની ચાહ હોય છે કે તેના વાળ લાંબા અને ઘાટા હોય, એનાથી સ્ત્રીઓની સુંદરતાની સાથે જ આત્મવિશ્વાસ પણ વધે છે. આજકાલ તણાવ અને પ્રદુષણ વધવાના કારણે વાળ ખરવાની સમસ્યા ખૂબ જ સામાન્ય થઇ ગઈ છે. ઉપરાંત આપણે ઘણીવાર વાળ પર એવા પ્રયોગો કરી લઈએ છીએ કે વાળ કમજોર થઇ જાય છે અને તૂટીને ખરવા લાગે છે. વાળનું ધ્યાન ન રાખવું, વાળને કલર કરવા, વાળ પર ક્રીમ લગાવવું અને વાળને જરૂરી પોષ ન મળવું જેવા પરિબળો વાળ ખરવાનું કારણ બનતા હોય છે. ક્યારેક કોઈ દવાની આડઅસરને કારણે પણ વાળ ખરવા લાગે છે અને માથામાં ટાલ દેખાવા લાગે છે.
આવું થવા પર આપણે ડોક્ટરની સલાહ લઈએ છીએ, આ સિવાય તમે વાળને ખરતા અટકાવવા માટે કેટલાક ઘરેલું ઉપાયો પણ કરી શકો છો. બજારમાં મળવાવાળા હેર પ્રોડક્ટ્સમાં કેમિકલ્સ હોય છે, જેને કારણે પણ વાળને નુકશાન થાય છે એટલે આજે તમારા માટે લઈને આવ્યા છીએ વાળને મજબૂત આપે અને જલ્દી લાંબા કરે એવા કેટલાક ઉપાયો, તો આજે જ અજમાવી જુઓ –
જો તમે વાળ વધારવા માંગતા હોવ તો સારો આહાર લો –
જો તમે વાળ લાંબા કરવા માટે ઉપાય કરવા માંગતા હો, તો તમારે પહેલા આરોગ્યપ્રદ આહાર વિશે જાણવું જોઈએ, કારણ કે વાળને જરૂરી પોષણ મળતું નથી, જેથી વાળ કમજોર થઇ જાય છે. તંદુરસ્ત આહાર શરીર અને વાળ બંને માટે જરૂરી છે. જો તમારે પણ લાંબા અને જાડા વાળ જોઈએ છે, તો પછી તમારા રોજિંદા આહારમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, વિટામિન અને મિનરલ લો. પ્રોટીનના અભાવથી વાળમાં સ્પ્લિટ એન્ડ્સની સમસ્યા શરૂ થાય છે.
તણાવ મુક્ત રહો –
તણાવ તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. એટલું જ નહીં, તણાવના કારણે, વાળની લંબાઈ પર પણ અસર થાય છે અને તે ઉતરવા લાગે છે. જો તમારે લાંબા વાળ જોઈએ છે, તો તે મહત્વનું છે કે તમે હંમેશા તણાવથી દૂર રહો. આ માટે, તમે યોગ અને ધ્યાનનો સહારો લઈ શકો છો. ઉપરાંત, શક્ય તેટલું પોતાને રિલેક્સ રાખવા પ્રયાસ કરો.
વાળ વધારવાના ઘરેલુ ઉપચારો –
લાંબા અને નરમ વાળ માટે ઇંડા –
વાળની લંબાઈ વધારવા માટે પ્રોટીન સૌથી મહત્વપૂર્ણ છે અને ઇંડામાં પ્રોટીન પૂરતી માત્રામાં હોય છે. ઇંડાના ઉપયોગથી વાળના સ્પ્લિટ એન્ડ્સની સારવાર પણ કરી શકાય છે. એક ઈંડુ લો અને તેમાં બે ચમચી ઓલિવ ઓઇલ મિક્સ કરો અને હળવા હાથથી વાળમાં મસાજ કરો અને અડધા કલાક પછી માથુ ધોઈ લો.
દહીં અને ઇંડા
બે ઇંડા લો અને તેમાં બે ચમચી દહીં મિક્સ કરી વાળમાં લગાવીને અડધો કલાક સુધી રહેવા દો, એ સુકાઈ જાય એટલે વાળને શેમ્પૂ કરી લો. આનાથી વાળ મજબૂત બનશે.
એલોવેરા અને ઇંડા
એલોવેરા અને ઇંડા મિક્સ કરીને વાળ પર લગાવો. સૂકાયા પછી, શેમ્પૂથી માથું ધોઈ લો. વાળમાં કંડિશનર કરવાનું ભૂલશો નહીં, કારણ કે એલોવેરા લગાવવાથી વાળમાં જડતા આવે છે. જો તમે ઇચ્છો તો એલોવેરા લગાવતા પહેલા તમે વાળને સ્ટીમ પણ આપી શકો છો, આનાથી પણ વાળને ફાયદો થશે.
ડુંગળીનો રસ
ડુંગળીનો રસ વાળ માટે રામબાણનું કામ કરે છે. ડુંગળીમાં એન્ટીઓકિસડન્ટ અને સલ્ફર હોય છે જે વાળના વિકાસમાં મોટા પ્રમાણમાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે, તમે બે ડુંગળીનો રસ કાઢીને માથામાં લગાવો. આ રસને ઓછામાં ઓછા 30 મિનિટ લગાવી રાખ્યા બાદ તમારા વાળ નવશેકું પાણી અને શેમ્પૂથી ધોઈ લો. આ કરવાથી વાળ ઝડપથી વધવા માંડે છે. જે લોકોના વાળ ખરી ગયા હોય અને માથામાં ટાલ દેખાવા લાગી હોય એ તેમના માટે ડુંગળીનો ઉપયોગ નવા વાળ ઉગાવવામાં મદદ કરે છે
વાળ વધારવા માટે લીંબુનો રસ
લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે વાળને ચમક આપે છે અને વાળને ખોડાથી છુટકારો પણ અપાવે છે. બે ચમચી લીંબુના રસને હૂંફાળા પાણીમાં મિક્સ કરી વાળમાં મસાજ કરો. તેને લગાવ્યાના અડધા કલાક પછી, તેને હૂંફાળા પાણી અને શેમ્પૂથી ધોઈ લો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર કરી શકો છો. વધારે પ્રમાણમાં લીંબુનો રસ વાપરવાથી વાળ પર ખરાબ અસર પણ પડે છે.
લાંબા વાળ માટે નાળિયેરનું દૂધ
નાળિયેરના દૂધમાં આયર્ન, વિટામિન, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોય છે જે વાળ ખરતા ઘટાડે છે અને વાળની લંબાઈ વધારવામાં મદદ કરે છે. આહારમાં નારિયેળનું દૂધ સામેલ કરો અને તેનાથી વાળની માલિશ પણ કરો.
જાડા સુંદર વાળ માટે આંબળા
દરરોજ એક આંબળું ખાવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. ફક્ત આમળાના ઉપયોગથી વાળની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. આમળાના પાવડરને તેલમાં મિક્સ કરો અને તેને હૂંફાળું કરીને વાળ પર લગાવો. આ ઉપાય દ્વારા વાળ લાંબા, કાળા અને નરમ થશે.
વિટામિન સીથી ભરપૂર આંબળાનું સેવન કરવાથી અને આંબળાના પાવડર અને લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ સારા થાય છે. સુકાઈ જાય એટલે વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો અને એ પછી તમે તમારા વાળ પર સીરમ લગાવી શકો છો. આ કર્યા પછી, તમારા વાળ ધોયા પછી ગુંચવાશે નહીં.
લાંબા અને જાડા વાળ માટે ઓલિવ ઓઇલ
ઓલિવ તેલ વાળ માટે સારું છે. દર ૩-૪ દિવસે ઓલિવ ઓઇલથી વાળની માલિશ કરો. માલિશ કરતા પહેલા તેલને હળવું ગરમ કરો અને વાળના મૂળિયા પર હળવા હાથ વડે લગાવો અને તે પછી ગરમ પાણીમાં પલાળેલા ટુવાલને નિચોવી દો અને તેને તમારા માથા પર 15 મિનિટ સુધી બાંધી દો અને 30 મિનિટ પછી વાળ તાજા પાણીથી ધોઈ લો. માથું ધોવા પહેલાં, ખાતરી કરો કે માથું ગરમ ન હોય.
હેર કન્ડીશનીંગ
હેર કન્ડીશનીંગ વાળને મજબૂત અને નરમ બનાવે છે, બજારમાં ઘણા પ્રકારના હેર કન્ડિશનર ઉપલબ્ધ છે, પરંતુ તમે ઘરેલું ઉપાયની મદદથી વાળને ઘરે પણ કંડિશનિંગ કરી શકો છો.
મહેંદી
તમે મહેંદીનો ઉપયોગ કરીને કન્ડિશનર પણ બનાવી શકો છો. મહેંદી સાથે દહીં મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ નરમ થાય છે. મહેંદી લગાવ્યા પછી એક-દોઢ કલાક પછી વાળ ધોવા અને તેલથી માલિશ કરવી. વાળની માલિશના થોડા કલાકો પછી, વાળને ફરીથી તાજા પાણીથી ધોઈ લો. આ ઉપાયની મદદથી વાળ જાડા અને લાંબા થાય છે.
બટાકાનો રસ
વાળ ખરવા પર બટાટાનો રસ ખૂબ જ અસરકારક છે. બે અથવા ત્રણ બટાકાનો રસ કાઢો અને માથુ ધોયા પછી આ રસને તમારા વાળ પર 15 મિનિટ માટે લગાવો. બટાકામાં હાજર વિટામિન બી વાળ લાંબા કરે છે.
નારંગીનો રસ
નારંગીનો રસ અને સફરજનનો પલ્પ વાળમાં લગાવવાથી વાળ લાંબા અને કાળા થાય છે. તમે આ પ્રકારનું મિશ્રણ અઠવાડિયામાં બે વાર વાળમાં લગાવી શકો છો. આ મિશ્રણને વાળમાં લગાવ્યા પછી સૂકાયા પછી ધોઈ લો. આનાથી તમે વાળમાં ઝડપી સુધારો જોશો.
વાળ બાંધીને બહાર જાઓ
વાળને પ્રદૂષણ, ધૂળ, ગંદકી અને હવાથી બચાવવું જરૂરી હોય છે. લાંબી મુસાફરી શરૂ કરતા પહેલાં, તમારા વાળ બાંધવા. આ સિવાય વાળને પ્રદૂષણથી બચાવવા માટે તમે અઠવાડિયામાં ત્રણ વાર શેમ્પૂ પણ કરી શકો છો.
ઉનાળાની ઋતુમાં, તીવ્ર સૂર્યપ્રકાશને કારણે માથામાં પરસેવો થવા લાગે છે જેના કારણે વાળનો ભેજ ઓછઓ થઇ જાય છે અને વાળ સુષ્ક જાય છે. આવી સ્થિતિમાં વાળની સંભાળ ન લેવાને કારણે વાળમાં ખોડો થવા લાગે છે અને વાળ ધીરે ધીરે ઉતરવા લાગે છે. તેથી, ઉનાળામાં ઘરની બહાર જતા સમયે તમારા માથા ઉપર કપડું બાંધો.