
ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે છેલ્લા થોડા દિવસથી આખા ગુજરાતની અંદર ચર્ચામા છે, તેનું ચર્ચામાં હોવાનું કારણે પવન જોશી સાથેની તેની સગાઈ તૂટવાનું છે. કિંજલ દવેએ હજુ સુધી આ બાબતે કોઈ નિવેદન નથી આપ્યું. પરંતુ હવે તેને તેના પ્રોફેશનલ જીવનમાં ફરીથી કમબેક કરી ચુકી છે અને સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ જોવા મળે છે. તેની ઘણી બધી તસવીરો પણ સામે આવી રહી છે.
કિંજલ દવે હાલમાં જ પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શને પહોંચી હતી. આજે ગરૂવારના દિવસે કિંજલ દવે પોતાના કામ અર્થે પાવાગઢ આવી હતી અને ત્યાંથી તે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે પણ પહોંચી હતી. જ્યાં તેને ગબ્બર પર બિરાજતા મહાકાળી માતાજીના ચરણોમાં માથું પણ ટેકવ્યું હતું. આ દરમિયાન કિંજલ ખુશ ખુશાલ જોવા મળી રહી હતી.
સંપૂર્ણ શ્રદ્ધા ભાવ સાથે કિંજલ દવેએ માતાજીને ફૂલોનો થાળ પણ અર્પણ કર્યો હતો અને આ દરમિયાન તે ગરબા લેતા લેતા માતાજીના દર્શન કરવા માટે પહોંચી હતી. આ મુલાકાતને લઈને કિંજલ દવેએ મીડિયાને જણાવ્યું હતું કે તે પાવાગઢમાં કોઈ ડોક્યુમેન્ટ્રીના શૂટિંગ માટે આવી હતી અને અહીંયા આવીને તેને માતાજીના દર્શનનો લ્હાવો લઇ, મહાકાળી માતાજીના ચરણોમાં શીશ નમાવવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું.
આ મુલાકાતને લઈએં કિંજલે એમ પણ જણાવ્યું કે મારા માટે માતાજીના દર્શન કરવાની તક મળવી એ પણ અહોભાગ્યની વાત છે. માતાજીના આશીર્વાદ મળ્યા અને ધન્યતા અનુભવી. ત્યારે સોશિયલ મીડિયામાં પાવાગઢમાં કિંજલ દવેની મુલાકાતની તસવીરો અને વીડિયો પણ હવે ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.