“મૈયરમાં મનડું નથી લાગતું” ફિલ્મમાં પોતાના અભિનયથી ધમાલ મચાવનાર અભિનેત્રી આજે દેખાય છે આવી- જુઓ તસવીરો

બોલિવુડની જેમ ગુજરાતી સિનેમાનો પણ ચાહકવર્ગ છે. ગુજરાતી સિનેમામાં પણ અર્બન અને રૂરલ ફિલ્મો હોય છે, ઘણી રૂરલ ફિલ્મો એવી આવી છે જેણે દર્શકોની વાહવાહી લૂંટી છે. ગુજરાતી ફિલ્મોના ઘણા કલાકારો એવા છે, જેઓ દર્શકોના દિલમાં પોાની એક આગવી ઓળખ બનાવી ચૂક્યા છે. જો કે, ઘણા એવા કલાકારો પણ છે જે પડદા પર આજે ઘણા ઓછા જોવા મળે છે અથવા તો જોવા જ નથી મળતા પરંતુ તેમ છતાં ચાહકોના દિલમાં તેમનું આગવું સ્થાન છે.

આજે તમને એક એવી જ અભિનેત્રી વિશે જણાવવાના છીએ જેણે ગુજરાતી રૂરલ ફિલ્મોમાં રાજ કર્યું હતું અને અચાનક તે ગુજરાતી ફિલ્મોથી દૂર ચાલી ગઇ. “મૈયરમાં મનડું નથી લાગતું” જેવી સુપરહિટ ફિલ્મ આપીને આનંદી ત્રિપાઠીએ ગુજરાતના દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. આ ફિલ્મ આજ સુધી જેણે જોઇ હશે તેને તો યાદ જ હશે.

વર્ષો પહેલા ગુજરાતી ફિલ્મોમાં બે ફિલ્મોને લોકોએ હોંશે હોંશે આવકારી અને એ હતી દેશ રે જોયા દાદા પરદેશ જોયા અને બીજી મૈયરમાં મનડું નથી લાગતું. મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મમાં અભિનેતા હિતેન કુમાર સાથે અભિનેત્રી આનંદી ત્રિપાઠી જોવા મળી હતી. આનંદી ત્રિપાઠીની એક્ટિંગને આ ફિલ્મમાં ઘણી પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ આવ્યા બાદ તો તે ગુજરાતીઓના દિલમાં છવાઈ ગઈ હતી.

આનંદી અભિનયમાં કુશળ જ નહિ પણ દેખાવમાં ખૂબસુરત પણ છે. તેની એક્ટિંગને જોઈએ તો લોકોને એમ લાગતુ કે આ નાનકડી પરી જેવી લાગતી છોકરી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ મેળવશે જ. પણ અચાનક જ તે ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગઈ. નાનપણથી જ આનંદી ત્રિપાઠીને અભિનયનો શોખ હતો અને તે કોલેજ કાળથી જ નાટકોમાં અભિનય કરતી હતી. સુંદર અને એક્ટિંગમાં માહેર હોવાને કારણે સમય જતાં જ આનંદીને ઘણી ફિલ્મોની ઓફર આવવા લાગી.

તેણે ગુજરાતી ફિલ્મ મહિયરમાં મનડું નથી લાગતું એ ફિલ્મમાં અભિનય કરી લાખો લોકોના દિલમાં ઘર કરી લીધું. ત્યારબાદ તેણે માંડવા રોપવા આવો રાજ નામની ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું. તે ગુજરાતી ફિલ્મો કર્યા બાદ ઝી ટેલીવિઝન પર આવતી સિરિયલ ‘વો આપના સા’ અને લાઈફ ઓકે પર આવતી ‘નાગાર્જુન એક યોદ્ધા’માં જોવા મળી હતી.

હિન્દી સિરિયલમાં પણ તેના કામની લોકોએ ઘણી પ્રશંસા કરી હતી અને તેણે પોતાના અભિનયની અદાથી દર્શકોને મોહિત કર્યા હતા. આનંદીનો જન્મ ગુજરાતમાં થયો હતો અને તેણે સ્કૂલ અને કોલેજ શિક્ષણ પણ મૂળ વતનમાથી જ લીધું હતુ. તે શાળા દરમિયાન થતાં દરેક સાંસ્ક્રુતિક કાર્યક્રમમાં પણ ખૂબ આગળ પડતી હતી. વર્ષ 2003માં આનંદી ત્રિપાઠીએ ફિલ્મ તોરણ બંધાવો હો રાજથી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું અને તે પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી.

જો કે, તેને પ્રસિદ્ધિ ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’થી મળી. આનંદીએ દિગ્ગજ અભિનેત્રીઓ સાથે સાથે અભિનેતા હિતેન કુમાર, હિતુ કનોડિયા સાથે પણ કામ કર્યું છે. તેમણે પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. ત્યારે વર્ષો બાદ આનંદી ત્રિપાઠીએ ગુજરાતી ફિલ્મ “હલકી ફૂલકીમાં” નજર આવી હતી.

Not allowed