હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે આ લગ્નના માહોલમાં એક નહિ બે પરિવારો ખુશ ખુશાલ હોય છે. ત્યારે જયારે નવી નવેલી દુલ્હન તેના સાસરે આવે ત્યારે સાસરિયાની ખુશી પણ સાતમા આસમાને હોય છે. પરંતુ જો આવા સમયે કોઈ અઘટિત ઘટના ઘટે તો પરિવારની હાલત શું થાય ? ખુશીનો પ્રસંગ એક પળમાં માતમમાં ફરી વળે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં લગ્નના બીજા જ દિવસે વરરાજાનું મોત થતા જ પરિવારમાં માતમ પ્રસરી ગયો.
ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં આ ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે. સુહાગરાતના બીજા દિવસે વરરાજાનું અવસાન થયું. વરરાજાના મોતથી ઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે નવી વહુ બેભાન થઈ ગઈ હતી. જ્યારે તે હોશમાં આવી ત્યારે તે એક જ વાત પૂછી રહી હતી, ‘મારો શું વાંક હતો, મારી સાથે આવું કેમ થયું’. સમાચાર મળતા જ દુલ્હનના માતા-પિતા પણ ત્યાં પહોંચી ગયા હતા. લગ્નની ખુશી થોડા કલાકોમાં જ શોકમાં ફેરવાઈ ગઈ.
આ ઘટના કરહાલ પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા કંસ ગામની છે. ગામના રહેવાસી જાનવેદનો પુત્ર સોનુ (21) બી.એ.નો વિદ્યાર્થી હતો. તેના લગ્ન કિશ્ની પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા સદા સોજ ગામની રહેવાસી આરતી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. 11 મેના રોજ કિશ્નીના હનુમાનગઢી સ્થિત લગ્ન ગૃહમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા હતા.
આ પછી, 12 મેના રોજ તે તેની પત્નીને વિદાય કરીને ઘરે આવ્યો હતો. યુવાન પુત્રવધૂના આગમનથી ઘરમાં ખુશીનો માહોલ હતો. ઘરમાં સગાંવહાલાં વગેરેની હાજરીમાં દિવસભર કાર્યક્રમો ચાલ્યા. સોનુ શનિવારે સાંજે ઇન્વર્ટરનું વાયરિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ તેને વીજ કરંટ લાગ્યો હતો. આના પર તે બેભાન થઈ ગયો.
બેભાન થયા બાદ પરિવારના સભ્યો તેને ઉતાવળમાં સૈફઈ મેડિકલ કોલેજ લઈ ગયા. જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુના સમાચાર મળતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આંખના પલકારામાં લગ્ન વાળા ઘરમાં ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને ગામમાં લાવવામાં આવ્યો હતો. રવિવારે ગમગીન વાતાવરણમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.