ઉનાળાની સીઝન આવી ગઈ છે ત્યારે આ સીઝનમાં કેરી ખાવી મોટાભાગના લોકોને પસંદ હોય છે. પરંતુ ઘણા લોકો એ નથી જાણતા કે કેરી માત્ર સ્વાદ માટે જ નહિ સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદકારક છે. આજે અમે તમને કાચી કેરીનો એવા ચાર ઉપાયો જણાવીશું જે જાણીને તમે પણ હેરાન રહી જશો.
કાચી કેરીના ઉપાય કરવા માટે તમારે તેનું પાણી બનાવી લેવાનું છે. જે શરીરને ડીહાઇડ્રેટ થવા નથી દેતું અને શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ.
1. શરીરની નબળાઈ દૂર કરે છે:
કાચી કેરીનું પાણી પીવાના કારણે શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને શરીરની નબળાઈ દૂર થાય છે. કેરીના પાણીની અંદર આર્યન ભરપૂર માત્રામાં હોય છે જે તમારા શરીરને સ્ફૂર્તિ પ્રદાન કરે છે.
2. ડિપ્રેશનથી મળે છે મુક્તિ:
કેરીના પાણીંની અંદર વિટામિન બી-6 રહેલું છે. જેના કારણે શરીરમાં હોર્મોન્સ સારી રીતે કામ કરવા લાગી જાય છે. કેરીનું પાણી પીવાથી મન પણ પ્રફુલ્લિત રહે છે ને માનસિક તાણ તેમજ ડિપ્રેશનથી પણ મુક્તિ મળે છે.
3. ડાયાબિટીસના દર્દી માટે રામબાણ:
ડાયાબિટીસના દર્દી માટે પણ કાચી કેરીનું પાણી રામબાણ છે. આ શરીરમાં ઇન્સ્યુલિનના સ્તરને જાળવી રાખવામાં મદદગાર બને છે. ખાસ વાતનું ધ્યાન એ રાખવું કે ડાયાબિટીસના દર્દીને કેરીના પાણીમાં ખાંડ ના આપવી.
4. પાચનની સમસ્યા માટે શ્રેષ્ઠ:
કાચી કેરીનું પાણી પીવાના કારણે પાચનની સમસ્યા નથી ઉદભવતી. ઉનાળાની અંદર નિયમિત આ પાણી પીવાના કારણે પાચનતંત્ર સ્વસ્થ રહે છે. અને પેટ સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે.