શું તમે જાણો છો લીલા મરચા ખાવાના ફાયદાઓ? એક વાર જાણો લીલા મરચા ખાવાના ગજબના ફાયદા
ભોજનમાં તીખું અને ચટપટું બનાવતા લીલા મરચાં સ્વાદની સાથે સ્વાસ્થય માટે ગુણોનો ભંડાર છે. આ લીલા મરચાં તમને ઘણા પ્રકારે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે હજી સુધી લીલા મરચાંના ગુણો વિશે અજાણ હો તો એક વખત આ આર્ટિકલ વાંચો અને તેના ફાયદા જાણી તેનો ઉપયોગ શરૂ કરો. અમે તમને જાણ કરી દઈએ કે લીલા મરચાં ઘણા પ્રકારના પોષક તત્વો જેવા કે વિટામિન એ, બી6, સી, આયર્ન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ વગેરેથી ભરપૂર છે. આટલું જ નહિ તેમાં બીટા કેરોટીન, ક્રિપ્ટોક્સાંથિયન, લૂટેન જેક્સન્થિન વગેરે સ્વાસ્થયવર્ધક વસ્તુઓ પણ રહેલી છે.
લીલા મરચાં રક્તચાપને નિયંત્રિત કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. મધુપ્રમેદ થવાની સ્થિતિમાં પણ લીલા મરચાંમાં રક્તચાપના સ્તરને નિયંત્રિત કરવાના ગુણ રહેલા છે. લીલા મરચાંમાં પર્યાપ્ત માત્રામાં આયર્ન હોય છે. આથી તેને ખાવાથી લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ નથી રહેતી. આ જ કારણ છે કે લીલા મરચાં ખાવાથી લોહીની ઉણપ જેવી કોઈ બીમારી નથી થતી.
લીલા મરચાંમાં એન્ટિ-બેકટિરિયલ ગુણ હોય છે, જે કોઈ પણ પ્રકારના સંક્રમણથી શરીર અને ત્વચાની રક્ષા કરે છે. લીલા મરચાં ત્વચા માટે એન્ટિ-ઇફ્લેમેટરીની દવા તરીકે કામ કરે છે. હાલમાં થયેલી શોધ અનુસાર લીલા મરચાં બ્લડ શુગરને ઓછું કરવામાં મદદ કરે છે. લીલા મરચાંમાં ભરપૂર માત્રામાં વિટામિન સી રહેલો છે, જે રોગોની સામે લડવાની ક્ષમતામાં વૃધ્ધિ કરીને આપણી રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે. લીલા મરચાં ખાધા પછી તમારૂ બંધ નાક ખુલ્લી જવું એ પણ આનું જ એક ઉદાહરણ છે.
આર્થોઈટીસના દર્દીઓ માટે પણ લીલા મરચાં ઘણા ફાયદાકારક છે. આ ઉપરાન્ત તે શરીરના વિભિન્ન અંગમાં થતાં દર્દને ઓછું કરવામાં પણ સહાયક થાય છે. કેન્સરથી લડવા અને શરીરને સુરક્ષિત રાખવા માટે પણ લીલા મરચાં ખૂબ જ ફાયદાકારક છે. લીલા મરચાંમાં ભરપૂર માત્રામાં એન્ટિ-ઓક્સિડેંટ્સ હોય છે, જે શરીરની આંતરિક સફાઈની સાથે જ ફ્રી રેડિકલથી બચાવીને કેન્સરના જોખમને ઓછું કરે છે.
લીલા મરચાંમાં પ્રચુર માત્રા મળતા વિટામિન સીને કારણે તે વાગ્યા પર રૂઝ લાવવાના કામમાં સહાય કરે છે. વિટામિન સી હાડકાઓ, દાંતો અને આંખ માટે પણ ફાયદાકારક છે. આના સેવનથી ફેફસાના કેન્સરનું જોખમ પણ ઓછું થાય છે. આથી ધૂમ્રપાનનું સેવન કરનારે પોતાના ખોરાકમાં લીલા મરચાંનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. કારણ કે ધૂમ્રપાનથી ફેફસાના કેન્સરનું જોખમ વધુ હોય છે. લીલા મરચાં તમારા પાચન તંત્રને મજબૂત કરીને પાચન ક્રિયાને બરાબર બનાવે છે. આ ઉપરાંત લીલા મરચાંમાં ફાઈબર પણ સારી માત્રામાં હોય છે. જેના કારણે લીલા મરચાં ભોજનનું પાચન જલ્દી કરે છે.
લીલા મરચાંને મૂડ બુસ્ટરના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. તે મસ્તિષ્કમાં એંડોર્ફિલનું સંચાર કરે છે. જેનાથી આપણું મૂડ ઘણી હદ સુધી તાજગીનો અનુભવ કરે છે. હ્રદય માટે પણ લીલા મરચાં ખૂબ જ ફાયદાકારક છે. એક શોધ અનુસાર લીલા મરચાંથી હ્રદયને સંબંધિત દરેક પ્રકારની સમસ્યા ઠીક થઈ જાય છે. આનાથી રક્તના સંચારની સમસ્યા ઠીક થઈ જાય છે.
વજન ઘટાડવામાં લીલા મરચાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું કારણ છે કે લીલા મરચાંમાં કેલેરી જ નથી હોતી. લીલા મરચાંના પ્રયોગથી તમે પોષક તત્વોને તો ગ્રહણ કરો છો પણ તેનાથી શરીરને કેલેરી નથી મળતી. લીલા મરચાં પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરના જોખમને ઓછું કરે છે. વૈજ્ઞાનિક દ્રારા કરેલા એક અધ્યયન અનુસાર લીલા મરચાં ખાવાથી પ્રોસ્ટેટની સમસ્યા સમાપ્ત થઈ જાય છે.
વિટામિન ઈથી ભરપૂર લીલા મરચાં તમારી સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે. તે સ્કીનને સ્વસ્થ રાખવાની સાથે સાથે સ્કીનમાં કસાવ પણ લાવે છે. જેના કારણે સ્કીન એકદમ જવાન અને સુંદર દેખાય છે.