ગુજરાતીઓ જેલ ભેગું થવાનો વારો આવશે જો આ નિયમ નહિ ખબર હોય તો, ગોવા જતા પહેલા ચુપચાપ આ વાંચી લેજો
ફરવા માટેના બેસ્ટ સ્થળોના નામમાં એક ગોવાનું નામ સૌથી મોખરે આવે છે. એમ પણ આ ડિસેમ્બર મહિના અને શિયાળામાં મોટી સંખ્યામાં લોકો મિત્રો સાથે ગોવા જવાના પ્લાન બનાવતા હોય છે, આ વર્ષે પણ ઘણા લોકોએ ગોવા જવાનો પ્લાન બનાવી લીધો હશે, પરંતુ ગોવામાં ફરવા જનારા લોકો હજુ એક માહિતીથી અજાણ હશે, કારણે કે ગોવા સરકારે હાલમાં જ એક એવો નિયમ લાગુ કર્યો છે જે દરેક વ્યક્તિને લાગુ પડે છે અને તે નિયમનું ઉલ્લઘન કરવું એ ભારે પણ પડી શકે છે.
નો પ્લાસ્ટિક નહિ :
જ્યારે તમે ગોવા જાવ ત્યારે ધ્યાનમાં રાખો કે ગોવાના બીચ પર પ્લાસ્ટિક પ્રતિબંધ છે. 1 જુલાઈ, 2022 થી ગોવાના બીચ પર પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માટે પ્લાસ્ટીકની કોઈ પણ વસ્તુ સાથે ન રાખો અને બીચ પર પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ ન લઈ જાઓ.
બીચ પર રસોઈ પર પ્રતિબંધ:
ગોવાના દરિયાકિનારા પર રસોઈ પર પ્રતિબંધ છે. આ માટે બીચ પર કોઈપણ રસોઈ પ્રવૃત્તિ બિલકુલ ન કરો. તેનાથી સમસ્યા વધી શકે છે. આ માટે ગોવા સરકાર દ્વારા વિક્રેતાઓને લાઇસન્સ આપવામાં આવે છે. તમે તમારા મિત્રો સાથે સ્થાનિક સ્વાદો ચકાસી શકો છો.
રોડ સાઈડ રસોઈ ન કરવી:
જો તમે રોડ સફારીમાં ગોવા જવાનું વિચારી રહ્યા છો તો તમારે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે રસ્તાના કિનારે તમે રસોઈ કરી શકશો નહિ. ગોવા સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં રસ્તાની બાજુમાં રસોઈ બનાવવા પર પ્રતિબંધ છે. જો કોઈ આવું કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ છે.
અનધિકૃત વાહનો ન ચલાવો
ગોવામાં કોઈપણ રીતે અનધિકૃત વાહનમાં મુસાફરી કરવી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. આવી સ્થિતિમાં, જો તમે પણ કેબ બુક કરો છો, તો ખાસ કરીને તપાસો કે તે જ કેબ / વાહન અધિકૃત છે. તે પછી જ તમે તે કેબમાં મુસાફરી કરો . આ સાથે, તમારે ગોવાના બીચ સાથે જોડાયેલા નિયમોનું પણ પાલન કરવું પડશે, સાથે જ આ માહિતી તમારા મિત્રો સાથે પણ શેર કરવી પડશે. જેથી ભવિષ્યમાં કોઈને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
સરકારે દુષણને દુર કરવા માટે નવો કાયદો બનાવ્યો છે.જે પ્રમાણે જો લોકો ગ્રૂપ બનાવીને બીચ પર પીતા પકડાશે તો 10000 રુપિયા દંડ આપવો પડશે.જ્યારે કોઈ એકલી વ્યક્તિ પીતા પકડાશે તો તેને 2000 રુપિયા દંડ ફટકારવામાં આવશે.