માતાના ખોળામાં બેસીને ગરબા જોઈ રહી હતી 11 વર્ષિય માહી, અચાક ઉડવા લાગ્યો માથામાંથી લોહીનો ફુવારો, નીકળી ગઇ ચીસો

હાલમાં ઈન્દોરના હીરા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરબા પંડાલમાં 11 વર્ષની બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યુ, જે પણ ગોળી વાગવાને કારણે. હવે આ ગોળી કોણે ક્યાંથી ચલાવી તે શોધવું પોલીસ માટે એક પડકાર હતો. હાલ તો પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ આ ઘટના શારદા નગરમાં બની હતી.છઠ્ઠા ધોરણમાં ભણતી માહી સંતોષ શિંદે તેની માતા સાથે વિસ્તારમાં ચાલી રહેલા ગરબા જોવા ગઈ હતી. ત્યારે જ અચાનક માહીનું માથામાંથી લોહીનો ફુવારો નીકળ્યો હોય એવું લાગ્યુ, તે જોઇને તેની માતા ડરી ગઈ અને તરત જ બાળકને લઈને ઘરે પહોંચી.

આ ઘટના બની ત્યારે કંઇક અવાજ સંભળાયો હતો પરંતુ ગોળી ચલાવવામાં આવી હશે તેવું જણાયુ નહોતુ. ઘરેથી બાળકીને નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાંથી તેને રાજશ્રી એપોલો હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.ગોળીબારના સમાચાર મળતા જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. માહિતી મળતા જ પોલીસ પણ પહોંચી ગઈ હતી.

જોકે, ગોળી ક્યાંથી ફાયર કરવામાં આવી અને કોણે ફાયરિંગ કર્યું તે શોધવું પોલીસ માટે પડકાર છે. પૂછપરછ અને તપાસ ચાલુ છે. સવારે બાળકીનું મોત થયા બાદ તેનું પીએમ કરવામાં આવ્યું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.આ મામલાની જાણ થતા જ DCP પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.કેટલાક અહેવાલ અનુસાર, ડીસીપીના જણાવ્યા અનુસાર આરોપી વિકી, ગોલુ, દીપકા અને તેમના સાથીઓ વિરુદ્ધ ખૂની હુમલાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આશુ અને આરોપી બંને પક્ષો કુટિલ સ્વભાવના છે. વિક્કી અને ગોલુ શૂટિંગ દ્વારા પોલીસની કસ્ટડીમાં આવ્યા છે. પોલીસ તેના સાગરિતોને શોધી રહી હતી.દીકરીની માતાએ જણાવ્યું કે, તેઓ તેમની દીકરી માહી અને દીકરા હાર્દિકને લઈને ગરબા જોવા ગયા હતા અને આ દરમિયાન માહી તેમના ખોળામાં બેસેલી હતી. ત્યારે થોડીવાર બાદ અચાનક ફટાકડા ફુટવા જેવો અવાજ આવ્યો અને તે કંઇ સમજે તે પહેલા જ દીકરીના માથામાંથી લોહીનો ફુવારો ઉડવા લાગ્યો.

તેઓ દીકરીનું માથું દબાવી ઘર તરફ ભાગ્યા. તેમને લાગી રહ્યુ હતુ કે, કોઈએ પથ્થરમારો કર્યો હશે. જે બાદ તેઓ પતિ સાથે બાપટ ચોક નજીક બારોડ હોસ્પિટલ પહોંચ્યા અને હોસ્પિટલે તેને ત્યાંથી લઈ જવા કહ્યું. ત્યારબાદ તેઓ તેને સ્કીમ 54 સ્થિત રાજશ્રી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેનું સિટી સ્કેન કરવામાં આવ્યું અને ત્યારે તેને માથામાં ગોળી વાગી હોવાનું નિદાન થયુ હતુ. માહીના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે. તે મૂળ મહારાષ્ટ્રના અહમદનગરના રહેવાસી છે.

ayurved

Not allowed