જ્યોર્જિયા એન્ડ્રિયાની મોડલિંગ અને એક્ટિંગની દુનિયામાં જાણીતું નામ છે. તેણે પોતાના કામના આધારે એક ખાસ ઓળખ બનાવી છે. આ સાથે જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ફિટનેસ ફ્રીક તરીકે પણ ઓળખવામાં આવે છે. તે જીમમાં જઈને સખત મહેનત કરે છે અને તેણે પોતાની જાતને ઘણી ફીટ રાખી છે. જિમની બહાર જ્યોર્જિયા એન્ડ્રિયાનીની તસવીરો સામે આવતી રહે છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાની ભલે ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી ન શકી હોય પરંતુ તેની ગ્લેમરસ સ્ટાઈલ હંમેશા ચર્ચામાં રહે છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ગુલાબી જિમ વેરમાં જોવા મળી રહી છે.
આ દરમિયાન તે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે અને તેણે ગોગલ્સથી આ લુકને ખાસ બનાવ્યો છે. આ દરમિયાન અભિનેત્રી તેના પાલતુ શ્વાન સાથે જોવા મળી હતી અને તે તેના પર ઘણો પ્રેમ પણ વરસાવી રહી છે. જ્યોર્જિયા જયારે પણ જોવા મળે છે ત્યારે તે લાખો લોકોના દિલ જીતે છે.
ત્યારે હાલ જ્યોર્જિયાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેના લુકની પ્રસંશા કરતા થાકી નથી રહ્યા. જ્યોર્જિયા એન્ડ્રિયાનીના અંગત જીવનની વાત કરીએ તો તે અરબાઝ ખાનને ડેટ કરી રહી છે. જો કે, જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ કહ્યું કે તેઓ માત્ર મિત્રો છે.
View this post on Instagram