
બોલિવુડ અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની ઘણી ચર્ચમાં રહે છે. તે મોડલિંગ અને એક્ટિંગની દુનિયામાં જાણીતું નામ છે. તેણે પોતાના કામના આધારે એક ખાસ ઓળખ બનાવી છે. આ સાથે જોર્જિયા એન્ડ્રિયાનીને ફિટનેસ ફ્રીક તરીકે પણ ઓળખવામાં આવે છે. તે જીમમાં જઈને સખત મહેનત કરે છે અને પોતાની જાતને ફીટ રાખે છે. જિમની બહાર જોર્જિયા એન્ડ્રિયાનીની તસવીરો સામે આવતા જ વાયરલ થઇ જાય છે.
ત્યારે હાલમાં જોર્જિયાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે જીમની બહાર જોવા મળી રહી છે. આ દરમિયાન તે પેપરાજી પોઝ પણ આપી રહી છે. જોર્જિયા એન્ડ્રિયાનીએ બ્લેક બ્રાલેટ સાથે ટ્રાઉઝર પેન્ટ પહેર્યુ હતુ અને આ દરમિયાન તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા. તે વર્કઆઉટ બાદ પેપરાજીના કેમરામાં સ્પોટ થઇ હતી.
જણાવી દઇએ કે, સાઉથ સિનેમાની કિયારા અડવાણી, રકુલ પ્રીતથી લઈને તાપસી પન્નુ, બોલીવુડ અને ટોલીવુડના કલાકારો હાલમાં બંને ઈન્ડસ્ટ્રીઝમાં એક્ટિંગ કરતા જોવા મળી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ઈટાલિયન એક્ટ્રેસ જોર્જિયા એન્ડ્રિયાની પણ સાઉથમાં ડેબ્યૂ કરી ચૂકી છે. જો કે, હાલમાં તે પોતાના બોલિવૂડ ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. જોર્જિયા એન્ડ્રિયાની એક પ્રખ્યાત મોડેલ અને અભિનેત્રી છે જેણે તેનું બાળપણ લંડન અને મિલાનમાં વિતાવ્યું હતું.
2017માં જ્યોર્જિયાએ ફિલ્મ ગેસ્ટ ઇન લંડનમાં તેના અભિનયની શરૂઆત કરી અને ત્યારથી તેણે ગ્લેમર ઉદ્યોગમાં ઓળખ મેળવી અને હવે ભારતમાં પણ તેની ફેન ફોલોઈંગ વધી રહી છે. જોર્જિયા એન્ડ્રિયાની આપણા ટિન્સેલ ટાઉનની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે. પણ બહુ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રી બોલીવુડ પહેલા સાઉથ સિનેમામાં ડેબ્યુ કરી ચુકી છે. અભિનેત્રી શ્રેયસ તલપડે અભિનીત ફિલ્મ ‘વેલકમ ટુ બજરંગપુર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.
જો કે, અભિનેત્રીએ વર્ષ 2019માં એક્શનથી ભરપૂર તમિલ વેબસિરીઝ ‘કરોલિન કામાક્ષી’ સાથે સાઉથ ઇન્ડસ્ટ્રીમા પ્રવેશ કર્યો હતો. જોર્જિયા એન્ડ્રિયાનીએ હેન્ડ ટુ હેન્ડ કોમ્બેટ સહિત અનેક એક્શન સિક્વન્સ પણ શૂટ કર્યા છે. તે કરોલિન નામની ફ્રેન્ચ ગુપ્ત એજન્ટની ભૂમિકા ભજવતી જોવા મળી હતી, જેને પુડુચેરીમાં વેકેશન દરમિયાન અસાઇનમેન્ટ લેવા મજબૂર કરવામાં આવે છે.
View this post on Instagram