
આજના સમયમાં મોટાભાગના લોકોને વિદેશ જવાનો મોહ લાગ્યો છે અને ઘણા લોકો વિદેશમાં જઈને વસી પણ ગયા છે. તો બીજી તરફ ઘણા એવા લોકો પણ છે જે વિદેશથી ભારતમાં આવી ગયા છે અને ભારતમાં જ વસવાટ કરવા લાગ્યા છે. છેલ્લા ઘણા સમયમાં ઘણા ભારતીય યુવકોએ વિદેશી છોકરીઓ સાથે લગ્ન કર્યા અને હાલ ભારતમાં જ તેની સાથે સ્થાયી થઈને રહી રહ્યા છે.
એવું જ એક કપલ છે અર્જુન અને જુલી. અર્જુન રાજસ્થાનનો છે અને જુલી જર્મનીની. આ કપલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. કપલ યુટ્યુબ ચેનલ પર વ્લોગ શેર કરે છે. જુલી ભારતની દેશી શૈલીમાં ભળી ગઈ છે. તે ખેતરોમાં કામ પણ કરે છે. જુલીની દેશી સ્ટાઈલ લોકોને પસંદ છે. તો જુલી કેવી રીતે અર્જુનના પ્રેમમાં પડી ? આ અંગે કપલે ખુલાસો પણ કર્યો.
વાત 2018ની છે જ્યારે જર્મનીની જુલીને રાજસ્થાનના અર્જુન દ્વારા જોવામાં આવી હતી. વર્ષ 2020 માં બંનેએ લગ્ન કર્યા અને ત્યારથી જુલી ભારતની બની ગઈ. જુલી હિન્દી બોલતા પણ શીખી અને ખેતરમાં કામ પણ કરે છે. રાજસ્થાનનો અર્જુન કોઈ કામ માટે દુબઈ હતો. જ્યાં તેની મુલાકાત જર્મનીથી આવેલી જુલી સાથે થઈ હતી.
જુલી સ્વિમિંગ કરતી હતી. અર્જુનને પહેલી નજરમાં જ જુલી સાથે પ્રેમ થઈ ગયો. અર્જુને વાતચીત શરૂ કરી અને જુલીએ પણ રસ દાખવ્યો. અર્જુને પહેલા જુલીના સ્વિમિંગ વિશે વાત કરી, પછી જુલીની સુંદરતાની માળા બાંધી અને પછી તેનો નંબર માંગ્યો. જે જુલીએ આપવાની ના પાડી અને અર્જુનનો નંબર લીધો.
View this post on Instagram
થોડા દિવસો પછી અર્જુનને જુલીનો ફોન આવ્યો. બંનેએ મળવાનું શરૂ કર્યું અને વર્ષ 2020માં બંનેએ લગ્ન કરી લીધા. જુલી હવે અર્જુનના પરિવાર સાથે રાજસ્થાનમાં રહે છે. જુલી હિન્દી બોલે છે, ખેતરમાં કામ કરે છે, ગાયનું દૂધ પણ કાઢે છે. આ કપલ સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર થઈ ગયું છે અને પોતાની પોસ્ટ પોસ્ટ કરતું રહે છે.
View this post on Instagram
જુલીના ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આ ઉપરાંત આ કપલના યુટ્યુબ પર 6 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. થોડા દિવસો પહેલા જુલીનો એક વીડિયો બતાવવામાં આવ્યો હતો જેમાં તે ખેતરમાં ડુંગળી વાવી રહી હતી, તો બીજા વીડિયોમાં તે ગાયનું દૂધ કાઢી રહી હતી.