ગાંધીનગર સેક્ટર ચારમાં ભાઈબીજની સાંજે કાર ચાલકે ઘર આગળ રમી રહેલ અઢી વર્ષના બાળકને કચડી નાખ્યુ, બાળકનું કમકમાટી ભર્યું મોત

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણીવાર કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. ઘણા કારચાલકોની બેદરકારીને કારણે કેટલાક માસૂમોના પણ મોત થતા હોય છે. ત્યારે હાલમાં અકસ્માતની ખબર સામે આવી છે ગાંધીનગરના સેકટર – 4થી.. અહીં ભાઇબીજ એટલે કે ગુરુવાર સાંજના સમયે એક સ્પોર્ટ્સ કારના ચાલકે કાર પૂરપાટ ઝડપે હંકારીને ઘર આગળ રમતાં અઢી વર્ષના બાળકને ટાયર નીચે કચડી નાખ્યો હતો. આ ઘટનામાં માસૂમ બાળક મોતને ભેટ્યો હતો. જો કે, બાળકના મોત બાદ કાર તાલક ફરાર થઈ ગયો હતો,

જેને પગલે પોલીસે સ્થળ પર પહોંચી તપાસનો દોર શરૂ કર્યો. ગાંધીનગરના સેકટર-4માં સાંજના સમયે કાળમુખી બનેલ સ્પોર્ટ્સ કારનો ચાલક પોતાની કાર બેફામ ગતિએ હંકારી રહ્યો હતો અને તે ઘર આગળ રમી રહેલા માસુમ બાળકનો જીવ લઈ ફરાર થઇ ગયો હતો. માસૂમ બાળકનું મોત થતા પરિવાર પર તો આભ તૂટી પડયું છે.ગાંધીનગરના સેક્ટર-4/Aમાં અથર્વ રાઠોડ ગઇકાલના રોજ સાંજના સમયે પોતાના ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે એક કારે તેને કચડી નાખ્યો હતો.

જો કે, અકસ્માત જ્યાં બન્યો ત્યાં આસપાસમાં CCTV છે કે નહિ તેની તપાસ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી અકસ્માત સર્જનારી કારની વિગતો મળી નથી. ઘરની બહાર કોઇ ન હોવાને કારણે પણ અકસ્માત અંગેની ચોક્કસ માહિતી સામે આવી નથી. બીજી તરફ પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. મૃતક બાળકના પિતા સેનામાં ફરજ બજાવે છે અને તેમને આ અંગે જાણ થતા તેઓ પણ ઘરે આવી પહોંચ્યા હતા. સેક્ટર-4/Aમાં 146/2માં રહેતા ઈલેશભાઈ રાઠોડના પત્ની દક્ષાબેન બાળકો સાથે ઘરે હતા

અને અન્ય પરિવારના સભ્યો ગામડે ગયા હતા. ત્યારે સાંજના સમયે તેમનો દીકરો અથર્વ ઘરની બહાર રમી રહ્યો હતો. આ સમયે જ એક અજાણ્યા કાર ચાલકે ગાડી બેફામ રીતે હંકારતા અર્થવ ગાડી નીચે કચડાઇ ગયો હતો અને તે બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ દક્ષાબેન અને પાડોશીઓ તેને લઈને ખાનગી હોસ્પિટલ પહોંચ્યા પરંતુ ત્યાં અથર્વને મૃત જાહેર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, અકસ્માત સર્જનારી કાર SUV હોવાની ચર્ચાઓ થઈ રહી છે જોકે, હજુ સુધી તે અંગે ચોક્કસ વિગતો મળી નથી.

ayurved

Not allowed