કિચન એવી વસ્તુ છે જ્યાં મહિલાઓને સૌથી વધારે સમય પસાર થાય છે. આપણા કિચનમાં એવી ઘણી વસ્તુઓ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ભલે એ કાચા શાકભાજીઓ હોય કે ફળોના છોતરાઓ.. તો આજે આપણે 10 ફળોના છોતરાના ફાયદા વિશે જાણીશું…
ફળથી આપણને વિટામિન્સ મળે છે તેવી રીતે છોતરાનુ પણ ખૂબ જ મહત્વ છે… એટલા માટે છોતરાને ફેકો નહીં તેનો ઉપયોગ કરો…
1) સંતરા: સંતરાના છાલમા વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટ પ્રચૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરમાં રહેલા ફેટને દૂર કરે છે. તેમજ ડાયજેશન જેવી બીમારીને પણ દૂર કરે છે. દાંતને મજબૂત બનાવે છે અને સ્કિન માટે સ્ક્રબ તરીકે પણ કામ કરી શકાય છે.
2) કેળા : કેળાના છાલની દાંત પર ઘસવાથી દાંતના પીળો પણ દૂર થાય છે. તેમજ ત્વચાની ખંજવાડ પણ દૂર થાય છે.
3) દાડમ : દાડમના છાલમા પોષક તત્વો તેમજ વિટામિન્સ આવેલા હોય છે. તેના છાલને સૂકવીને તેનો પાઉડર બનાવી તેને ગરમ પાણી સાથે પીવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે. ગળાના રોગો પણ દૂર થાય છે. અને હાડકા મજબુત થાય છે.
4) તરબૂચ : તરબૂચના જે છે સફેદ ભાગ હોય છે તેને ખાવાથી વજનમાં ઘટાડો થાય છે. તેમજ ત્વચા અને વાળને સ્વસ્થ અને નેચરલ ચમક પ્રદાન કરે છે.
5) સફરજન : સફરજનના છાલ ડાયજેશનને દૂર કરે છે. અને ઈમ્યુનીટી સિસ્ટમને મજબૂત બનાવે છે. સફરજનની છાલમાં ભરપૂર માત્રામાં ફાઇબર જોવા મળે છે. તેમજ સફરજનના છાલને સ્કિન પર ઘસવાથી ત્વચાની મૃત કોશિકાઓ સાફ થઈ જાય છે.
6) લીંબુ : લીંબુના છાલમાં વિટામીન સી જોવા મળે છે. જે મોં પેટની ઘણી સમસ્યાને દૂર કરે છે. અને જો વાસણોમાં કટાસ લાગી હોય તો લીંબુ ઘસવાથી તે દુર થાય છે.
7) નાશપતિ : નાશપતિને છાલમાં ભરપૂર માત્રામાં ફાઇબર જોવા મળે છે. જે તમારી ત્વચાને સુંદર બનાવે છે સાથે-સાથે ચહેરાનો રંગ નિખાર આવે છે. નાસપતિની છાલને ત્વચા ઉપર ઘસવાથી સ્કીન સાફ થાય છે અને ગ્લોઈંગ બને છે.
8) આલુ : આલુમાં વિટામિન એ અને સી જોવા મળે છે તેની છાલમાં એન્ટિઓક્સિડેન્ટ જોવા મળે છે જે શરીરના સુજનને ઓછું કરે છે.
9) જામફળ : જામફળના છાલમાં ઘણા બધા પૌષ્ટિક તત્વો આવેલા છે. તેના ઉપરના ભાગમાં કોલેસ્ટ્રોલ ઓછો કરવાની ક્ષમતા હોય છે. જો તેને છાલ સાથે ખાવામાં આવે તો તે વજન ઓછું કરે છે.
10) અનાનસ : અનાનસનું છાલ કઠણ અને સ્વાદમાં થોડું કડવું હોય છે. પરંતુ તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે આપણા શરીરની ડાઈજેસ્ટ સિસ્ટમને સારું કરે છે. તેમજ આપણા શરીરને ઈમ્યુનિટી પાવર વધારે છે. અને કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદરૂપ છે.