રાજકોટમાં ઘરના આ મોટા સભ્યએ, 7 વર્ષ સુધી દીકરીનો દેહ ચૂંથ્યો, સભ્યનું નામ જાણીને પગ નીચેથી જમીન સરકી જશે

ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મના ચોંકાવનારા ખુલાસા થતા રહે છે. કેટલીકવાર આવા કિસ્સાઓમાં સંબંધો પણ શર્મશાર થાય છે. ત્યારે હાલ રાજકોટમાંથૂ પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે, જે બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. એક દીકરી તો પોતાના પિતા માટે વ્હાલનો દરિયો હોય છે,

પરંતુ તે જ પિતા દીકરી સાથે જો કુકર્મ આચરે તો…રાજકોટમાંથી નરાધમ પિતાની કરતૂત સામે આવતા લોકો આ નરાધમ પિતા સામે ફિટકાર વરસાવી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટના વકીલોએ તો આ મામલે મહત્વનો નિર્ણય પણ લીધો છે. કોઇ વકીલ નરાધમ પિતાનો દુષ્કર્મનો કેસ નહિ લડે. છેલ્લા 7 વર્ષથી સગી દીકરીનો દેહ બાપ જ પિંખતો હતો.

જ્યારે દીકરીની તબિયત લથડી તો તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી અને ત્યારે ડોક્ટરે 18 વર્ષની દીકરી પ્રેગ્નેટ હોવાનો રિપોર્ટ આપ્યો. આ વાત સામે આવ્યા બાદ દીકરી અને માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ. દીકરીનું બ્લીડીંગ બંધ નહોતું થતું અને તેને ઈમરજન્સી સારવાર આપ્યા બાદ ડોક્ટરે પ્રેગ્નેંસી ટેસ્ટ કરાવ્યો, જે બાદ તે સગર્ભા હોવાનું સામે આવ્યું.

ડોક્ટરને એમ હતું કે, 18 વર્ષની દીકરી છે તો બોયફ્રેન્ડ સાથેના સંબંધમાં આવું બન્યું હોઈ શકે. જેથી ડોક્ટરને એમ હતું કે તેની માતા તેને ઠપકો આપશે. જો કે ડોક્ટરે જ્યારે આ વાતની જાણ દીકરી અને તેની માતાને કરી તો બંને રડી પડ્યા. ડોક્ટરે દીકરીને પૂછ્યુ તો દીકરીએ કહ્યું, મારી જિંદગી મારા જ પિતાએ બગાડી નાખી. જે બાદ ડોક્ટરના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ.

આ વાતની પોલિસને જાણ કરવામાં આવી અને ડીસીપી સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી ગયો. જે બાદ નરાધમ પિતા સામે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી અને તેની અયકાયત કરવામાં આવી. પોલીસને પોતાની ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે, તે 11 વર્ષની હતી ત્યારથી જ તેના પિતાએ તેની સાથે અડપલા કરવાનું શરૂ કર્યું હતું અને

પ્રતિકાત્મક તસવીર

સમય જતાં જતાં પિતાએ તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધવાનું શરૂ કર્યું હતું. છેલ્લા સાત સાત વર્ષથી નરાધમ પિતાની હવસનો શિકાર દીકરી બનતી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી રીક્ષાચાલક હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે આ વચ્ચે રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોપી વતી કોઇ પણ વકીલ કેસ નહીં લડે.

પ્રતિકાત્મક તસવીર

આ જ પ્રકારનો વધુ એક કિસ્સો:

બિહારના બેતિયા જિલ્લામાંથી સસરા અને પુત્રવધૂ જેવા પવિત્ર સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક 64 વર્ષીય વ્યક્તિ પર તેની નાની વહુ દ્વારા બરાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. આટલું જ નહીં સસરા ઉપરાંત બરાત્કારનો ભોગ બનેલી પીડિતાએ જેઠાણી વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. પીડિતાનો આરોપ છે કે જ્યારે તેના સસરા તેના પર બરાત્કાર કરી રહ્યા હોય ત્યારે જેઠાણી રૂમની બહાર ચોકીદારી કરતી. આ મામલો જિલ્લાના શિકારપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ અંગે પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન અઢી મહિના પહેલા થયા હતા. પતિ પંજાબમાં નોકરી કરે છે. મિલકત પડાવી લેવા માટે જેઠાણી સસરાને બરાત્કાર કરવા ઉશ્કેરે છે. તે સસરાને રૂમમાં મોકલતી અને લાઈટો બંધ કરી બહાર ચોકીદારી કરતી. બુધવારે પીડિતાએ શિકારપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. મહિલાએ જણાવ્યું કે તેના લગ્ન લગભગ અઢી મહિના પહેલા થયા હતા. લગ્નના 20-25 દિવસ બાદ પતિ કમાવા પંજાબ ગયો હતો. જેનો લાભ લઈને દોઢ મહિના પહેલા આરોપી સસરાએ તેની સાથે બરાત્કાર ગુજાર્યો હતો. પીડિતાનો આરોપ છે

કે બરાત્કારની ઘટનાને અંજામ આપવામાં તેની જેઠાણી પણ સામેલ હતી. કારણ કે જેઠાણી તેના સસરાને તેના પક્ષમાં રાખીને મિલકત તેના નામે કરાવવા માંગે છે. સસરાની ચાલ પહેલેથી જ સારી નથી. જેઠાણી આ વાત સારી રીતે જાણતી હતી.જેનો લાભ લઇ જેઠાણીએ જ સસરાને બરાત્કાર કરવા માટે ઉશ્કેર્યા અને રૂમમાં પ્રવેશી જેઠાણી બહારથી દરવાજો બંધ કરી દેતી. જ્યારે મારા સસરા બરાત્કાર કરતા હતા ત્યારે પીડિતા ખૂબ રડતી. ઘણી વખત દરવાજો ખોલવાનો પ્રયાસ કરવા છતાં પણ જેઠાણીએ દરવાજે ઊભા રહીને લાઈટ પણ બંધ કરી દીધી.

બરાત્કાર થયા બાદ સસરાના કહેવાથી દરવાજો બહારથી ખોલવામાં આવતો અને તે સમયે તેણે જેઠાણી અને ઘરના અન્ય સભ્યોને આ અંગે જણાવ્યું ત્યારે બધાએ ચૂપ રહેવાની ધમકી આપી હતી. તે સમયે પીડિતાનો પતિ પંજાબમાં હતો. જ્યારે પતિને બધું કહ્યું ત્યારે તેણે પત્નીને સમજદારીથી કામ લેવા કહ્યું.કહ્યું કે તું અત્યારે તારા પિયર જજે અને હું આવીશ ત્યારે કેસ કરીશું. જે બાદ તે ચૂપ થઈ ગઈ અને તેણે તેના પરિવારના સભ્યોને કંઈ કહ્યું નહીં. મંગળવારે તેનો પતિ આવ્યો હતો, ત્યારબાદ પીડિતાએ બુધવારે કેસ નોંધાવ્યો હતો. જો કે શિકારપુરના એસએચઓ અજય કુમારે કહ્યું કે પીડિત મહિલાની અરજી પર એફઆઈઆર નોંધવામાં આવી છે.

19 વર્ષની પીડિતાનો આરોપ છે કે તેના લગ્ન 3 જુલાઈ 2022ના રોજ થયા હતા. લગ્નના 20-25 દિવસ બાદ તેના પતિને કમાવા માટે બહાર મોકલી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન તેની જેઠાણીએ 64 વર્ષીય સસરાને રૂમમાં મોકલી દરવાજો બંધ કરી લાઈટ બંધ કરી દીધી હતી. તેના સસરાએ કપડા ફાડીને તેના પર બરાત્કાર ગુજાર્યો. પૂછપરછ કરતાં બંનેએ મારપીટ કરી હોવાનું પણ સામે આવ્યુ. એસએચઓએ કહ્યું કે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. ટૂંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

ayurved

Not allowed