આ કિસાને એક ઝાડમાંથી ઉગાડ્યા એટલા બધા ટામેટા કે ગણતા ગણતા છૂટી જશે પરસેવો, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ

દુનિયામાં લોકો કંઈકને કંઈક એવી હરકત કરતા હોય છે જે બીજાને હેરાન કરી દેતા હોય છે. ઘણા લોકોએ તો પોતાની હરકતોથી વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી દીધો છે. પણ એક કિસાને પોતાની મેહનતથી કરિશ્મા કરીને દેખાડ્યો કે તેનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ચૂક્યું છે. આ કિસાને એક ઝાડમાં સૌથી વધારે ટામેટા ઉગાડવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.

તમે જાણીને હેરાન રહી જશો કે આ કિસાને ખાલી એક ઝાડમાં એટલા બધા ટામેટા ઉગાડી દીધા જેને ગણતા ગણતા તમારી હાલત ખરાબ થઇ જશે. આ કિસાને ખાલી ઝાડમાં 1269 ટામેટા ઉગાડી દીધા હતા. આ કારણે કિસાન અને ઝાડનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે.

ઓડીટી સેન્ટ્રલ વેબસાઈટના રિપોર્ટ અનુસાર બ્રિટેનના હર્ટફોર્ડશાયરના રહેવાસી કિસાન અને ગાર્ડનર ડગલસ સ્મિથને સ્ટેમ એટલે કે ખાલી એક ઝાડથી સૌથી વધારે ટામેટા ઉગાડવાનો રેકોર્ડ નોંધાવી દીધો છે. તે વ્યક્તિના એક ઝાડમાં 1269 ટામેટા થયા હતા જેણે આ રેકોર્ડ સેટ કર્યો હતો. છેલ્લા વર્ષ સુધી આ રેકોર્ડ એક ઝાડ પર 488 ફળ ઉગાડવાનો હતો પરંતુ ત્યારે ડગલસે નક્કી કર્યું કે તે આ રેકોર્ડને તોડી દેશે.

ડગલસે પહેલા તો છેલ્લા વર્ષના રેકોર્ડને તોડ્યો અને 839 ટામેટા એક ઝાડથી ઉગાડી દીધા પરંતુ આ વર્ષે તેણે પોતાનો જ રેકોર્ડ તોડતા એક ઝાડથી 1269 ટામેટા ઉગાડી દીધા. ડગલસને હોર્ટીકલચર ખુબ પસંદ છે. તે પોતાના પાછળના ગાર્ડનમાં છેલ્લા ચાર વર્ષથી રોજ પોતાનો સમય ત્યાં વિતાવે છે. ડગલસ દુનિયાના સૌથી સારા ગાર્ડનર બનવા માંગે છે.

નવો રેકોર્ડ બનાવવા માટે ડગલસે ઘણા સાઈંટિફિક પેપર્સને વાંચ્યા અને માટીના સેમ્પલ પણ લીધા જેને લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આખરે જયારે તેણે રેકોર્ડ સેટ કર્યો ત્યારે તેની આ મહેનત રંગ લાવી. ડગલસ માટે આવો કરિશ્મો કરવો કઈ નવી વાત નથી. વર્ષ 2020માં તેમણે 20 ફિટ ઊંચો સનફ્લાવર ઉગાડ્યો હતો અને એક નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. તેના સિવાય ડગલસે એક વખત 3 કિલોનું એક ટામેટું ઉગાડયું હતું.

team ayurved

Not allowed