મામૂલી દેખાતી આ વસ્તુ છે ખુબ જ શક્તિશાળી તમે કદી વિચાર્યું પણ નહિ હોય એવા ફાયદાઓ છે

આપણા શરીરને દરેક પ્રકારના પોષક તત્વોની જરૂર હોય. તો એક પણ પોષક તત્વની ઉણપ આવે તો આપણા સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉભી થવા લાગે છે. આવા જ એક પોષક તત્વની વાત કરીએ તો પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. માંસાહારી લોકોમાં ક્યારેય પણ પ્રોટીનની ઉણપ ઉભી થતી નથી. પરંતુ જે લોકો શાકાહારી છે આ લોકો માટે જરૂરી બની જાય છે, શરીરમાં પ્રોટીનનું પ્રમાણ બનાવીને રાખવું. પરંતુ તેઓ દરેક પ્રકારના શાકાહારી ભોજનમાંથી પ્રોટીન નથી મેળવી શકતા. અને એટલે જ તેમણે પ્રોટીનની કમીના કારણે થતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા લોકોએ ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ.

ફણગાવેલા કઠોળમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને પ્રોટીન, પોટેશિયમ અને વિટામીન જેવા પોષક તત્વો મળી રહે છે. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને ભરપૂર તાકાત મળે છે. એટલે જો તમારું શરીર નબળું છે તો તમારે ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. જાણો કઈ રીતે મગ ફણગાવી શકાય છે…

મગને એક વાસણમાં લઈને એને પાણીમાં પલાળી દો. 8 કલાક ઝાડ પલળે એ પછી આ મગને જારીવાળા વાસણમાં કાઢીને તેના પર ભીનું કપડું ઢાંકી દો અને આખી રાત રહેવા દો. સવાર સુધીમાં તેમાં ફણગા ફૂટી જશે. આ મગનું સેવન કરો. જે ખુબ જ ફાયદાકારક છે.

જેમાં તમે વાપરી શકો છો મગ, મઠ, ચણા –

1) લોહીમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરે છે –

  • ફણગાવેલા કઠોળ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે અને લોહીને સાફ કરે છે.
  • લોહીના કારણે જે થયેલી બીમારીઓને દૂર કરે છે.
  • લોહી સાફ હોવાથી ત્વચા સંબંધી બીમારી તેમજ ખીલથી રાહત થાય મળે છે.
  • બાળકોને અડધો કપ ફણગાવેલા અનાજ આપવું જોઈએ. મોટા લોકોએ આખો કપ ફણગાવેલા અનાજ ખાવું જોઈએ.

2) પાચનતંત્રને સારુ રાખે છે –

  • ફણગાવેલા કઠોળમાં એન્ટીઓક્સીડેન્ટ તેમજ વિટામીન એ-બી-સી-ઈ ફોસ્ફરસ અને આયન મેગ્નેશિયમ ઝિંક જેવા બધા જ પોષક તત્ત્વો હોય છે.
  • તેમજ તેના ફાયબરની પણ ખૂબ જ માત્રા હોય છે.
  • તમારી હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે.

3) હાડકા મજબૂત કરે છે –

  • ફણગાવેલા કઠોળમા કેલ્શિયમ સૌથી વધારે માત્રામાં આવેલું હોય છે.
  • ફણગાવેલું કઠોળ બધા જ પ્રકારના લોકો લઇ શકે છે. બાળકો અને વૃદ્ધો બધા લોકો ખાઈ શકે છે.

4) મેદસ્વીતા દૂર કરે છે –

  • મેદસ્વીતા અને થાક, પ્રદૂષણ, જંકફૂડ ખાવાથી ઉત્પન્ન થાય છે. ફણગાવેલા કઠોળ શરીરના એસિડને ખતમ કરે છે. શરીરમાં ઉર્જા વધારે છે.
  • તેમજ વધારાની કેલરી ઘટી જાય છે.
  • પરંતુ ફણગાવેલા કઠોળને રાતના સમય ન ખાઓ. કારણકે તે પેટમાં ગેસ ઉત્પન્ન કરે છે.

5) વાળ માટે પણ ફાયદાકારક છે –

  • વાળને ખરતા અટકાવે છે તેમજ વાળનો ગ્રોથ કરે છે.
  • ફણગાવેલા કઠોળમા પોટેશિયમ તેમજ ફેટી એસિડ પણ આવેલા હોય છે. જે દિલના રોગો માટે ખૂબ જ મહત્વના છે.
  • ફણગાવેલા કઠોળ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. હાર્ટ એટેકનો ખતરો ઓછો જોવા મળે છે.

6) આંખો માટે પણ ખૂબ જ ઉપયોગી છે – રોજ ફણગાવેલા અનાજ ખાવાથી આંખની રોશની મળે છે. તેમજ આંખના નંબર દુર થાય છે.

7) અસ્થમા તેમજ શ્વાસને લગતી બીમારીઓમાં ખુબ જ ઉપયોગી છે.

Not allowed