બાળકોની આંખોના નંબર દૂર કરવા માટે ખવડાવો આ 5 વસ્તુઓ અને પછી જુઓ ફર્ક, આંખો પણ બની જશે પાવરફુલ

આંખોની રોશની તેજ કરવા અને બાળકોના ચશ્માના નંબર હટાવવા માટે આજથી જ તમારા અને બાળકોના ડાયટમાં ઉમેરી દો આ પાંચ વસ્તુઓ અને પછી જુઓ ફાયદા

આજના સમયની ખાણીપીણી અને રહેણી કરણીના કારણે નાનપણથી જ ઘણી બીમારીઓ શરીરમાં આવી જતી હોય છે, જેમાંથી એક આંખોના ચશ્મા પણ છે. આજે તમે પણ ઘણા નાના બાળકોને ખુબ જ નાની ઉંમરમાં ચશ્માના નંબર આવી જતા જોયા હશે. ત્યારે વાલીઓમાં પણ એ ચિંતાનો વિષય છે કે આટલી નાની ઉંમરમાં ચશ્મા આવી ગયા છે તો ભવિષ્યમાં તે નંબર કેટલા વધી શકે છે, ત્યારે આજે અમે તમને બાળકોના ચશ્માના નંબર ઉતારવાના એવા 5 ઉપાયો જણાવીશું જેના દ્વારા નંબર તો ઉતરી જ જશે સાથે સાથે બાળકોની આંખોની રોશની પણ તેજ બનશે.

1. ગાજર:
ગાજર સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે, ત્યારે આંખોના નંબર ઉતારવામાં પણ ગાજર ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બાળકોને રોજ ખાવામાં ગાજર આપવું જોઈએ, જેના કારણે તેને તેમાંથી વિટામિન એ મળે છે. જે આંખોને સ્વસ્થ બનાવે છે અને નંબર દૂર કરવામાં પણ મદદ કરે છે.

2. જરદાલુ:
જરદાલુ ખાવામાં ખુબ જ ટેસ્ટી ફળ માનવામાં આવે છે, સાથે જ તે ઘણું ફાયદાકારક પણ છે. આ ઉપરાંત બાળકોના ચશ્મા દૂર કરવા માટે પણ તે ખુબ જ ફાયદાકારક નીવડે છે. આ ફળમાં વિટામિન એ, પોટેશિયમ, વિટામિન સી, બીટા કેરોટીન અને લાઈકોપીન મળે છે.

3. સંતરા:
સંતરાને પણ સ્વાસ્થ્ય વર્ધક ફળ માનવામાં આવે છે. આ ફળમાં વિટામિન એ ખુબ જ સારા પ્રમાણમાં રહેલું છે. આ ઉપરાંત તેમાં વિટામિન સી પણ મળી આવે છે. સંતરાને ખાવાથી કેલ્શિયમની ઉણપ પણ દૂર થાય છે અને બાળકોની આંખોના નંબર પણ દૂર થઇ જાય છે.

4. પપૈયું: 
આયુર્વેદમાં પપૈયાને પણ ગુણોનું ભંડાર માનવામાં આવે છે. વિટામિન એની ઉણપ દૂર કરવામાં માટે ડાયટમાં પપૈયાને પણ સામેલ કરો. પપૈયામાં પણ વિટામિન એ અને સી મળી આવે છે જેના કારણે આંખોની સમસ્યા પણ દૂર થઇ જાય છે.

5. કોળું અને તેના બીજ:
કોળામાં પણ ઘણા બધા પોષકતત્વો રહેલા છે. કોળું અને તેના બીજમાં વિટામિન એ ભરપૂર રહેલું છે જેના કારણે તે આંખો માટે ખુબ જ ફાયદાકારક છે. કોળું ખાવાથી આંખોનું તેજ વધે છે અને ચશ્માના નંબર પણ દૂર થાય છે.

Team Akhand Ayurved

Not allowed