આ હતી ઇમરાન હાશમીના જીવનની સૌથી સારી અને ખરાબ કિસ, 46 વર્ષે પણ કુંવારી છે આ હિરોઈન, ફિગર જોઈને તન બદનમાં કઈંક થવા લાગશે

બોલિવુડમાં સીરિયલ કિસરના નામથી પ્રખ્યાત અભિનેતા ઈમરાન હાશ્મી કે જેને મર્ડર, મર્ડર 2, આશિક બનાયા આપને અને રાઝ જેવી સુપરહિટ ફિલ્મો માટે યાદ કરવામાં આવે છે. ઈમરાન હાશ્મીએ તેની મોટાભાગની ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યા છે, જેને કારણે તેને સીરીયલ કિસર નામ આપવામાં આવ્યું હતું. સૌથી લાંબી કિસ કરવાનો રેકોર્ડ પણ તેના નામે છે. ફિલ્મ રાઝ 3માં ઈમરાને ઇશા ગુપ્તાને 20 મિનિટ સુધી કિસ કરી હતી.

જો કે, આજે અમે તમને ઈમરાન હાશ્મી સાથે જોડાયેલા એક મોટા વિવાદ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ‘કોફી વિથ કરણ’ દરમિયાન જ્યારે હોસ્ટ કરણ જોહરે ઈમરાન હાશ્મીને પૂછ્યું કે કઈ અભિનેત્રીને કિસ કરવું તેનો સૌથી ખરાબ અનુભવ હતો ? આનો જવાબ આપતા ઈમરાન હાશ્મીએ ફિલ્મ ‘મર્ડર’માં તેની કો-સ્ટાર મલ્લિકા શેરાવતનું નામ લીધું હતું અને કહ્યું હતું કે મલ્લિકાને કિસ કરવી તેના માટે ખરાબ અનુભવ હતો.

ઇમરાને આ શો દરમિયાન એમ પણ કહ્યું હતું કે ‘મર્ડર 2’માં જેકલીન ફર્નાન્ડીઝને કિસ કરવી સારો અનુભવ હતો. તમને જણાવી દઈએ કે ઈમરાન હાશ્મીના આ વિવાદાસ્પદ નિવેદન બાદ મલ્લિકા પણ એક ઈન્ટરવ્યુમાં અભિનેતા પર ગુસ્સે થઈ ગઈ હતી. મલ્લિકાએ કહ્યું હતું કે તેણે તેની ફિલ્મ ‘હિસ્સ'(Hisss)માં જે સાપને કિસ કરી હતી તે ઈમરાન હાશ્મી કરતાં વધુ સારી હતી. તમને જણાવી દઈએ કે મલ્લિકા અને ઈમરાન વચ્ચેના આ ઝઘડાને લઈને ઘણી ચર્ચા થઈ હતી.

જણાવી દઇએ કે, મર્ડર ફિલ્મ 2004માં રિલીઝ થઇ હતી અને આ ફિલ્મમાં ઈમરાન હાશમી સાથે મલ્લિકા શેરાવત મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મમાં બંનેના ખૂબ જ બોલ્ડ અને ઇંટીમેટ સીન્સ હતા. બંનેની જોડીને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. મલ્લિકાએ ઘણા વર્ષો બાદ ખુલાસો કર્યો હતો કે, બોલિવૂડમાં ઘણા એવા કલાકારો છે કે જે ઇચ્છે છે કે તેઓ સેટ પર આવે ત્યારે તેમને ખુરશી મળે. પણ મેં આવું ક્યારેય કર્યું નથી. ઉપરથી આ બધાને લઇને તો મારી મારા કો-સ્ટાર સાથે લડાઇ પણ થઇ છે. આ ઝઘડો અમારી ફિલ્મ મર્ડર દરમિયાન થયો હતો. અમે બંને એકબીજા સાથે વાત પણ નહોતા કરતા.

ayurved

Not allowed