ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી ફાટવાને કારણે સાત વર્ષના માસૂમનું દર્દનાક મોત, 56 ની છાતી હોય તો જ જોજો તસવીરો

છેલ્લા કેટલાક સમયથી દેશમાં ઇલેક્ટ્રિક વાહનનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકારો પણ પોતપોતાના રાજ્યોમાં EVનો વધુ ઉપયોગ કરવાની વાત કરી રહી છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં ઇલેક્ટ્રિક વાહનોને લગતી એવી ઘણી ઘટનાઓ સામે આવી છે, જેણે આપણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ઇવીમાં આગ લાગવાના કિસ્સા નોંધાયા છે.

આ દરમિયાન મહારાષ્ટ્રના વસઈથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ઈલેક્ટ્રિક વાહનની બેટરી ફાટવાને કારણે સાત વર્ષના બાળકનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાહન માલિકે બેટરીને રાતભર ચાર્જિંગમાં મૂકી દીધી હતી, જેના કારણે બેટરી ફાટી ગઈ હતી અને સાત વર્ષનું બાળકનું આ ઘટનામાં મોત થયુ હતુ. મૃતક બાળકની ઓળખ શબ્બીર અંસારી તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું છે કે આ ઘટના 23 સપ્ટેમ્બરની છે.

ઘટના સમયે શબ્બીર અંસારી તેની દાદી સાથે ઘરના લિવિંગ રૂમમાં સૂતો હતો, જ્યારે તેના પિતા સરફરાઝ બેડરૂમમાં સૂતા હતા. સરફરાઝે 2.30 વાગ્યે બેટરી ચાર્જ કરવા માટે મૂકી હતી અને સવારે 5.30 વાગ્યે બેટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં શબ્બીર અને તેની દાદી ઘાયલ થયા હતા. બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 30મીએ શબ્બીરનું મૃત્યુ થયું હતું.

આ ઘટના બાદ ભારતમાં ઈલેક્ટ્રિક સ્કૂટર ફરી ચર્ચામાં આવ્યા છે. ઈવી સાથે સંકળાયેલી આ પહેલી ઘટના નથી. આ પહેલા 13 સપ્ટેમ્બરે સિકંદરાબાદમાં ઇલેક્ટ્રિક સ્કૂટરના શોરૂમમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 11 લોકો ઘાયલ પણ થયા છે.

ayurved

Not allowed