આયુર્વેદમાં આની જેવી બીજી કોઈ ઔષધિ નથી, આ પત્તાના પાવડરનું સેવન કરાવથી હાર્ટએટેક સાથે અન્ય રોગો સામે પણ આપે છે રક્ષણ

સ્વાસ્થ્ય માટે સ્વાદિષ્ટ અને પોષક તત્ત્વોથી ભરપૂર એવો ખોરાક આપણને મળે તો દિવસ સારો જાય છે કારણ કે આપણને માત્ર હેલ્ધી ફૂડની જ નહીં પણ આપણા ભોજનમાં સંપૂર્ણ ટેસ્ટની પણ જરૂર હોય છે અને જોવામાં આવે તો આપણા દેશમાં આવા ઘણા શાકભાજી છે જે અનેક ગુણોથી ભરપૂર છે અને તે બજારમાં સરળતાથી મળી રહે છે. એવી જ એક શાકભાજી વિશે જણાવી રહ્યા છીએ જેના ફૂલ, પાંદડા અને ફળ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના સતત સેવનથી વ્યક્તિ હંમેશા ફિટ અને યુવાન રહી શકે છે.

સરગવો એ એક પ્રકારનું ફળ છે જેનો ઉપયોગ શાકભાજી તરીકે થાય છે. સરગવાના વૃક્ષ ખૂબ જ ઝડપથી વધે છે અને તેના ફળની સાથે તેના પાંદડા અને ફૂલોનો પણ ખોરાક માટે ઉપયોગ થાય છે. સરગવાના આ ત્રણ ભાગ ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં સરગવે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સરગવાની શીંગો અને પાંદડાઓનો ઉપયોગ ઘણી દવાઓમાં પણ થાય છે.

તમને ઘણી જગ્યાએ અને ઘરોમાં જોવા મળશે. સરગવામાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, એમિનો એસિડ, વિટામિન એ અને સી મળી આવે છે. મોરિંગામાં ખનિજો પણ ભરપૂર પ્રમાણમાં છે. આ ખાવાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે અને હૃદય પણ સ્વસ્થ રહે છે.

સરગવાના પાન ખાવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે. તેને ખાવાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે. સરગવામાં ક્લોરોજેનિક એસિડ હોય છે જે ખોરાક ખાધા પછી બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. સરગવાના પાન ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે જેનાથી હૃદય સંબંધિત સમસ્યાઓ થતી નથી. જો તમારું કોલેસ્ટ્રોલ વધારે હોય તો તેનાથી રક્તવાહિનીઓ ગંઠાઈ જાય છે અને હાર્ટ એટેકનો ખતરો રહે છે.

સરગવાના પાનનો પાવડર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેના પાન ફાયટોન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. સરગવો ખાવાથી શરીરને એનર્જી મળે છે, જેનાથી થાકની સમસ્યા દૂર થાય છે. સરગવોના પાંદડામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે અને તે સુસ્તી અને નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે.

team ayurved

Not allowed