જો તમને પણ ડ્રાયફ્રુટ ખાવાનું પસંદ હોય તો જાણી લો તેના માટેનો યોગ્ય સમય, બની જશે તમારા માટે અમૃત સમાન, જાણો ફાયદાઓ

ડ્રાય ફ્રુટ ક્યારે ખાવું જોઈએ? તેનાથી શું થાય છે ફાયદા? વાંચો યોગ્ય સમયે ડ્રાયફ્રુટ ખાવાના ફાયદા

ડ્રાય ફ્રૂટને આપણે સુકામેવા તરીકે ઓળખીએ છીએ આપણે સૌ તેના  ખાવાથી શરીરમાં ઘણા બધા ફાયદા થતા હોય છે તેમ જાણીએ છીએ પરંતુ તમે કદાચ એ વાતથી અજાણ હશો કે ડ્રાય ફ્રુટ ક્યાં સમયે ખાવું જોઈએ.ઘણા લોકોને આપણે સાંભળ્યા કે જોયા હશે જે ડ્રાય ફ્રૂટને સવારે ખાવાની સલાહ આપે છે. તે સાચું જ છે કે ડ્રાય ફ્રુટ સવારે ખાવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે પરંતુ કેટલાક ડ્રાય ફ્રુટ નિશ્ચિત સમયે અને નિશ્ચિત રીતે ખાવામાં આવે તો તે વધુ ફાયદા આપી શકે છે.

શિયાળાનો સમય છે અને આ સમયમાં સૌ કોઈ પોતાના શરીરને સમતોલ રાખવા ઈચ્છે છે ત્યારે આજે અમે તમને ડ્રાય ફ્રુટ કયા સમયે ખાવું જોઈએ અને તેનાથી શું ફાયદા થાય છે તે જાનવીશું.

  1. સલાહકારોનું માનીએ તો બડદામ તમારા સ્વાસ્થ્ય ઉપર સકારાત્મક પ્રભાવ પાડે છે. બદામને જો રાત્રે પલાળીને સવારે ખાવામાં આવે તો તે ખુબ જ ગુણકારી છે. તમારા દિવસને સારો કરવા માટે આ ખુબ જ ઉપયોગી છે.
  2. કાજુ મોટાભાગના લોકોને પસંદ છે તો કાજુ ખાવાનો યોગ્ય સમય સાંજનો છે. તમારા આખા દિવસના થાક અને માનસિકતાણને શાંત કરવામાં કાજુ ખુબ જ મદદગાર રહેશે. કાજુ અને બીજા કેટલાક નટ્સને રાત્રે ખાવાથી બચવું જોઈએ કારણ કે તે તમારી ઊંઘ બગાડી શકે છે અને પેટ ભારે પણ થઇ શકે છે.
  3. અખરોટ ખાવા માટેનો યોગ્ય સમય રાત્રિનો માનવામાં આવે છે. અખરોટ પાચન ક્ષમતા વધારે છે કારણ કે તેમાં ફાયબર વધુ માત્રામાં જોય છે જેના કારણે તેને રાત્રે ખાવું શરીર માટે યોગ્ય છે.
  4. ડ્રાય ફ્રુટની અંદર એન્ટીઓક્સીડેન્ટના સ્ત્રોત રહેલા છે. તેની અંદર પોલીફેનોલ પણ મળી આવે છે જે હૃદયરોગ, કેંસર, ઓસ્ટિયોપોરોસિસ, મધુમેહ તેમજ મગજની બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.
  5. એક સર્વે અનુસાર માનવામાં આવ્યું છે કે ડ્રાય ફ્રુટ ના ખાવા વાળા લોકો કરતા ડ્રાય ફ્રુટ ખાવા વાળા લોકો વધુ સ્વસ્થ હોય છે. ડ્રાય ફ્રુટ માનવ શરીર માટે એક પ્રાકૃતિકે સ્ત્રોત છે.
  6. ડ્રાય ફ્રુટની અંદર વિટામિન,પ્રોટીન,ખનીજ અને પ્રાકૃતિક ખાંડ રહેલા છે જે ઘણા રોગો સામે લડવામાં રક્ષણ પૂરું પાડે છે. કબ્જ,એસીડીટી જેવી સમસ્યાઓમાં પણ ડ્રાય ફ્રુટ રાહત આપે છે.
Team Akhand Ayurved

Not allowed