અઠવાડીયામાં બે વાર પાણીપુરી ખાવાના આ ફાયદો તમને પણ હેરાન કરી દેશે, જાણી લો ખાવાની સાચી રીત

પાણીપુરીનું નામ સાંભળીને કોઈ પણ ના મોંમાંપાણી આવી જાય છે. આમ જોવા જઈએ તો પાણીપુરીને સ્ટ્રીટ ફૂડ માટે જાણી શકાય છે. આ એક એવો નાસ્તો છે જે ખાધા બાદ પેટ ભરાઈ જાય છે. સાથે જ પાણીપુરીનો સ્વાદ પણ જબરદસ્ત હોય છે. પાણીપુરીનો સ્વાદનો અંદાજો ત્યારે જ લગાવી શકાય કે ત્યાં ભીડ કેટલી છે. આ એક સ્વાદિષ્ટ અને ચટપટા ફૂડ છે. જે ભારતની બધી જગ્યાઓ પર મળે છે. પરંતુ બધી જ જગ્યાના સ્વાદ અને નામ અલગ અલગ હોય છે. પાણીપુરીને ગોલગપ્પા, બતાસા, ફુલકી, પકોડીના નામથી પણ ઓળખવામાં આવે છે.

ઘણાને પાણીપુરી આટલી પ્રિય હોય કે ફક્ત પાણીપુરીનું નામ સાંભળી તેમને ભૂખ લાગી જતી હોય છે. અને એક વખત પાણીપુરી ખાવાનું શરુ કરે તો ત્યાં સુધી ન છોડે જ્યાં સુધી એમનું પેટ ન ભરાઈ જાય.એક તરફ આંખોમાંથી પાણી નીકળતા હોય અને બીજી તરફ પાણીપુરી ખાધે રાખતા હોય. આ તો થઇ ફક્ત સ્વાદની વાત પણ તમારી પ્રિય પાણીપુરીના ફાયદાઓ પણ ઘણા છે.

પાણીપુરીના સ્વાદમાં મુખ્ય ભૂમિકા પાણીની હોય છે. પાણીપુરીનું પાણી જેટલૂં સ્વાદિષ્ટ હોય છે તેટલું જ સ્વાસ્થય માટે ફાયદાકારક હોય છે. જેનાથી લોકો અજાણ છે. પાણીપુરીતો લોકો ખાતા હોય છે. પરંતુ ક્યારેય તેના ફાયદા નથી જાણ્યા. આજે અમે તમને જણાવીશ પાણીપુરીનું પાણી કેવી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકરક છે.

પાણીપુરિના પાણી બનાવવામાં જે જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તે બધી પેટની કબજિયાત દૂર કરીને પાચનક્રિયાને સારી બનાવે છે. તેનાથી દરેક પેટની બીમારી દૂર થાય છે.
પણ કહેવાય છેને કે ગમે તે વસ્તુ માપમાં સારી એવી રીતે પાણીપુરી અઠવાડિયામાં ફક્ત બે વખત ખાવી જોઈએ.

પાણીપુરીમાં પાણી બનાવવા માટે વધારે ઘરની વસ્તુઓનો જ ઉપયોગ થાય છે.એ પાણી ફૂદીનાના પાંદડા, કોથમીર, મરચા, જીરું, હિંગ,મરચું, સંચળ અને લીંબુના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. પાણીપુરીના પાણીમાં જેટલી વસ્તુઓનું મિશ્રણ કરવામાં આવે છે. તે બધામાં ઔષધીય ગુણ હોય છે. જે પેટ સંબંધિત ઘણા રોગોથી છુટકારો આપે છે અને પાચન તંત્ર મજબૂત બનાવે છે.

ફક્ત વરસાદની સીઝન એટલે કે ચોમાસામાં પાણીપુરી ન ખાવી જોઈએ કારણકે એ સીઝનમાં ગંદકી ખુબ વધુ હોય છે તો બીમાર થવાના ચાન્સ વધુ રહે છે.

તો આવો જાણીએ પાણીપુરીના પાણીમાંથી કેટલી-કેટલી બીમારીઓથી ફાયદો થાય છે. પરંતુ પાણીપુરીનું પાણી આયુર્વેદિક હોવું જોઈએ. સાથે જ પાણીમાં કોઈ કેમિકલનું મિશ્રણ નહિ કરવાનું.

મોટાપો ઓછો કરે

પાણીપુરી ખાવામાં હલકી હોય છે. થોડી જ પાણીપુરીના સેવનથી પેટ પણ ભરાઈ જાય છે એને કારણે વજન નિયંત્રણમાં રહે છે.

પણ જયારે વધુ પડતી પાણીપુરીનું સેવન કરીએ ત્યારે તેના ફાયદાઓ નુકશાનમાં પરિવર્તિત થઇ જાય છે. વધુ પડતી પાણીપુરીના સેવનથી પેટમાં ગડબડ થવાની સંભાવના વધે છે. એટલા માટે અઠવાડિયામાં ફક્ત બે જ વખત પાણીપુરીનું સેવન કરવું જોઈએ.

પેટના ગેસને દૂર કરે

ઘણા લોકોને પેટમાં ગેસની તકલીફ રહેતી હોય છે. જેનાથી પેટ હંમેશા ફુલેલું રહે છે.એને કારણે તમારું કોઈ કામમાં મન નથી લાગતું. જો તમે ઉપરના મસાલાથી બનેલી પાણીપુરીના પાણીનું સેવન કરો તો તેનાથી ગેસની સમસ્યામાં રાહત થશે.

બળતરા અને ખાટા ઓડકારથી છુટકારો

ઘણીવાર તળેલું ખાઈ લેવાથી બળતરા અને ખાટા ઓડકાર આવે છે. ત્યારે ફોદીનાના પાણી વાળી પાણીપુરી ખાઈ તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

પેટનો દુખાવો દૂર કરે

ઘણીવાર વધારે ખાઈ લેવાથી પેટમાં દુખવાની સમસ્યા રહે છે. જયારે તમને પેટમાં દુખવાનું શરુ થાય ત્યારે જમવાનું બંધ કરીને પાણીપુરીનું સેવન કરવું જોઈએ. તેનાથી તમને ઘણો ફાયદો થશે.

Team Akhand Ayurved

Not allowed